________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
शरणं प्रपद्ये.' पवित्रं नग्नमुपवि प्रसामहे एषां (नग्नये) जातियेषां वीरं। सुवीरं.... इत्यादि।
યજુર્વેદમાં અ. ૨૫ મ. ૧૯માં પણ કહ્યું છે કે –
ॐ नमोऽर्हतो ऋषभो।' ऋषभ पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु नग्नं परमं माहसंस्तुतं शत्रुजयंतं पशुरिंद्रमाहुतिरिति स्वाहा।।' त्रातारमिंद्रं ऋषभं वदन्ति। अमृतारमिंद्र हवे सुगतं सुपार्श्वमिंद्र हवे शक्रमर्जितं तद्वर्द्धमानपुरुहूतमिंद्रमाहुरिति स्वाहा।।' नग्नं सुधीरं दिग्वाससं ब्रह्मगर्भ सनातनं उपैमि वीरं पुरुषमहँतमादित्यवर्णं तमस: परस्तात् स्वाहाः।।' स्वस्तिन इन्द्रो वृद्धश्रवा स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्ताक्ष्यो अरिष्टनेमि स्वस्तिन बृहस्पतिघातु।। दीर्घायुस्त्वायुबलायुर्वा शुभजातायु।' रक्ष रक्ष अरिष्टनेमिः स्वाहा।। वामदेव शान्त्यर्थमनुविधीयते सोऽरमार्कं अरिष्टनेमिः स्वाहाः।।
અહીં જે જૈનતીર્થકરોનાં નામ તથા પૂજન કહ્યાં, તેથી એમ ભાસે છે કે-વેદરચના તેના પછી થઈ છે.
એ પ્રમાણે અન્યમતોની સાક્ષીથી પણ જૈનમતની ઉત્તમતા તથા પ્રાચીનતા દઢ થઈ. વળી જૈનમતને જોતાં પણ એ મતો કલ્પિત જ ભાસે છે, તેથી જે પોતાના હિતના ઇચ્છુક હોય, તેઓ પક્ષપાત છોડી સાચા જૈનધર્મ અંગીકાર કરે.
અન્યમતોમાં પૂર્વાપર વિરોધ દેખાય છે. પહેલા અવતારમાં વેદનો ઉદ્ધાર કર્યો, ત્યાં યજ્ઞાદિકમાં હિંસાદિકનું પોષણ કર્યું, ત્યારે બુદ્ધાવતારે યજ્ઞના નિંદક થઈ હિંસાદિ નિષેધ્યાં. વૃષભાવતારે વીતરાગ સંયમનો માર્ગ બતાવ્યો ત્યારે કૃષ્ણાવતારે પરસ્ત્રીરમણાદિ વિષયકષાયાદિકના માર્ગ બતાવ્યા. હવે એમાં આ સંસારી જીવ કોનું કહેલું કરે? કોના અનુસાર પ્રવર્તે? તથા એ બધા અવતારોને એક બતાવે છે. એ એક પણ કોઈ વેળા કેવી રીતે તથા કોઈ વેળા કેવી રીતે કહે છે, વા પ્રવર્તે છે, તો આ જીવને તેના કહેવાની વા પ્રવર્તવાની પ્રતીતિ કેમ આવે ?
કોઈ ઠેકાણે ક્રોધાદિક કષાયો વા વિષયોનો નિષેધ કરે છે, ત્યારે કોઈ ઠેકાણે લડવાનો વા વિષય સેવવાનો ઉપદેશ આપે છે, અને ત્યાં પ્રારબ્ધ બતાવે છે. પણ
૧. શ્રી ઋષભદેવથી માંડીને શ્રી વર્ધમાન સુધીના સિદ્ધો કે જેઓ ત્રણ લોકમાં પ્રતિષ્ઠા પામવાવાળા છે.
તથા ચોવીસ તીર્થોને સ્થાપવાવાળા છે, તે સિદ્ધોના શરણને હું પ્રાપ્ત થાઉં છું. ૨. પવિત્ર, શુદ્ધ અને પાપથી બચાવવાવાળા નગ્ન ( દિગંબર) દેવોને અમે પ્રસન્ન કરીએ છીએ. જેમની
જાતિ નગ્ન રહે છે, તથા જેઓ બળયુક્ત છે. ૩. ઋગ્વદ અષ્ટ ૧ અ. ૬ વર્ગ ૧૬. ૪. યજુર્વેદ અ, ૨૫ મંત્ર ૧૬, અષ્ટ ૯૧ અ ૬ વર્ગ-૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com