________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[૧૫૩
આહારાદિકનું ગ્રહણ સ્વયં થાય, એમ તો નથી. જો એમ હોય તો શાતાવેદનીયનો મુખ્ય ઉદય દેવોને છે, તો તેઓ નિરંતર આહાર કેમ કરતા નથી? વળી મહામુનિ ઉપવાસાદિક કરે છે તેમને શાતાનો ઉદય પણ હોય છે, ત્યારે નિરંતર ભોજન કરવાવાળાને અશાતાનો ઉદય પણ સંભવે
છે.
માટે જેમ ઇચ્છાવિના પણ વિહાયોગતિના ઉદયથી વિહાર સંભવે છે, તેમ ઇચ્છાવિના કેવળ શાતાવેદનીયના જ ઉદયથી આહાર ગ્રહણ સંભવતું નથી. ત્યારે તે કહે છે કે “સિદ્ધાંતમાં કેવળીને સુધાદિક અગિયાર પરિષહું કહ્યા છે, તેથી તેને સુધાનો સદ્દભાવ સંભવે છે. વળી આહારાદિક વિના તેની (સુધાની) ઉપશાંતતા કેવી રીતે થાય? માટે તેને આહારાદિક માનીએ છીએ.
સમાધાન- કર્મપ્રકૃતિનો ઉદય મંદ–તીવ્ર ભેદસહિત હોય છે. ત્યાં અતિ મંદ ઉદય થતાં તેના ઉદયજનિત કાર્યની વ્યક્તતા ભાસતી નથી, તેથી મુખ્યપણે તેનો અભાવ કહીએ છીએ, પણ તારતમ્યપણે તેનો સદ્દભાવ કહીએ છીએ. જેમ-નવમા ગુણસ્થાનમાં વેદાદિકનો ઉદય મંદ છે, ત્યાં મૈથુનાદિ ક્રિયા વ્યક્ત નથી, તેથી ત્યાં બ્રહ્મચર્ય જ કહ્યું, પણ તારતમ્યમાં ત્યાં મૈથુનાદિકનો સદ્ભાવ કહીએ છીએ. તેમ કેવળીને અશાતાનો ઉદય અતિમંદ છે, કારણ કે એક એક કાંડકમાં અનંતમાં ભાગ–અનુભાગ રહે છે, એવા ઘણા અનુભાગકાંડકો વડે વા ગુણસંક્રમણાદિક વડે સત્તામાં અશાતાવેદનીયનો અનુભાગ અત્યંત મંદ થયો છે, પણ તેના ઉદયમાં એવી ક્ષુધા વ્યક્ત થતી નથી કે જે શરીરને ક્ષીણ કરે, તથા મોહના અભાવથી સુધાજનિત દુ:ખ પણ નથી, તેથી કેવળીને સુધાદિકનો અભાવ કહીએ છીએ, તથા તારતમ્યમાં તેનો સદ્ભાવ કહીએ છીએ.
વળી તેં કહ્યું કે “આહારાદિક વિના સુધાની ઉપશાંતતા કેવી રીતે થાય?” પણ આહારાદિક ઉપશાંતતા હોવા યોગ્ય ક્ષુધા લાગે તો મંદ ઉદય કયાં રહ્યો? દેવ-ભોગભૂમિયા આદિને કિંચિત્ મંદ ઉદય થતાં, ઘણાકાળ પછી કિંચિત્ આહારગ્રહણ હોય છે. તો કેવળીને અતિ મંદ ઉદય થયો છે, તેથી તેમને આહારનો અભાવ સંભવે છે.
ત્યારે તે કહે છે કે દેવ-ભોગભૂમિયાનું તો શરીર જ એવું છે કે જેને તો ઘણા-કાળ પછી થોડી ભૂખ લાગે, પણ કેવળીનું શરીર તો કર્મભૂમિનું-ઔદારિક છે, તેથી તેનું શરીર આહારવિના ઉત્કૃષ્ટપણે દેશન્યૂનકોડપૂર્વસુધી કેવી રીતે રહે?
સમાધાન- દેવાદિકનું શરીર પણ એવું છે, જે કર્મના જ નિમિત્તથી છે, અહીં કેવળજ્ઞાન થતાં એવા જ કર્મનો ઉદય થયો, જેથી શરીર એવું થયું કે જેને ભૂખ પ્રગટ થતી જ નથી. જેમ કેવળજ્ઞાન થયા પહેલાં કેશ નખ વધતા હતા તે હવે વધતા નથી, છાયા થતી હતી તે હવે થતી નથી, અને શરીરમાં નિગોદ હતા તેનો અભાવ થયો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com