________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર]
મોક્ષમાર્ગ પ્રકાશક
સિદ્ધાંતમાં તો અનંત કાળમાં જે વાત હોય, તે પણ કહે છે. જેમ ત્રીજા નરક સુધી તીર્થંકરપ્રકૃતિનું સર્વા કહ્યું, તથા ભોગભૂમિઆને નરકાયુ-ગતિનો બંધ ન કહ્યો. હવે કેવલજ્ઞાની તો ભૂલે નહિ. માટે એ મિથ્યા છે.
એ પ્રમાણે સર્વ અછરાં અસંભવિત જાણવા.
વળી તેઓ કહે કે “એને છેડવાં નહિ.” પણ જાઠ કહેવાવાળો એમ જ કહે. અહીં જો કહેશો કે “દિગંબરમાં જેમ તીર્થકરને પુત્રી અને ચક્રવર્તીનું માનભંગ, ઇત્યાદિ કાર્ય કાળદોષથી થયાં કહે છે, તેમ આ પણ થયાં, પણ એ કાર્યો તો પ્રમાણ વિરુદ્ધ નથી, અન્યને થતાં હતાં. તે મહાનપુરુષોને થયાં, તેથી કાળદોષથી થયાં કહે છે. પણ ગર્ભહરણાદિ કાર્ય, કે જે પ્રત્યક્ષઅનુમાનાદિકથી વિરુદ્ધ છે, તે તેમને હોવાં કેમ સંભવે ?
વળી અન્ય પણ ઘણાં કથનો પ્રમાણવિરુદ્ધ કહે છે. જેમ કહે છે કે સર્વાર્થસિદ્ધિનો દેવા મનથી જ પ્રશ્ન કરે છે, અને કેવલીભગવાન મનથી જ ઉત્તર આપે છે. હવે સામાન્ય જીવના ય મનની વાત મન:પર્યયજ્ઞાની વિના જાણી શકે નહિ, તો કેવળીના મનની વાત સર્વાર્થસિદ્ધિનો દેવ કેવી રીતે જાણે? વળી કેવલીને ભાવમનનો તો અભાવ છે, તથા દ્રવ્યમન જડ છેઆકારમાત્ર છે, તો ઉત્તર કોણે આપ્યો? માટે એ મિથ્યા છે.
એ પ્રમાણે અનેક પ્રમાણવિરુદ્ધ કથન કર્યા છે, માટે તેમનાં આગમ કલ્પિત જાણવાં.
શ્વેતામ્બરમત કથિત દેવ-ગુરુ-ધર્મનું અન્યથા સ્વરૂપ શ્વેતાંબરમતવાળા દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ પણ અન્યથા નિરૂપણ કરે છે.
કેવળીને સુધાદિક દોષ કહે છે, એ દેવનું અન્યથા સ્વરૂપ છે. કારણ કે સુધાદિક દોષ હોતાં આકુલતા હોય, ત્યારે અનંત સુખ કેવી રીતે બને? અહીં જ કહેશો કે-“શરીરને સુધા લાગે છે, પણ આત્મા તરૂપ થતો નથી; તો સુધાદિકનો ઉપાય, આહારાદિક ગ્રહણ કર્યો શા માટે કહો છો? સુધાદિ વડે પીડિત થાય, ત્યારે જ આહાર ગ્રહણ કરે. જો કહેશો કે “ જેમ કર્મોદયથી વિહાર થાય છે, તે જ પ્રમાણે આહાર-ગ્રહણ થાય છે.” પણ વિહાર તો વિહાયોગતિપ્રકૃતિના ઉદયથી થાય છે, તથા એ પીડાનો ઉપાય નથી, ઇચ્છા વિના પણ કોઈ જીવને થતો જોઈએ છીએ, પરંતુ આહાર છે, તે પ્રકૃતિના ઉદયથી નથી, ક્ષુધા વડે પીડિત થતાં જ ગ્રહણ કરે છે. વળી આત્મા પવનાદિકને પ્રેરે ત્યારે જ તેનું ગળી જવું થાય છે, માટે વિહારવત્ આહાર નથી.
જ કહેશો કે-“શાતાવેદનીયના ઉદયથી આહાર ગ્રહણ થાય છે,” તો એ પણ બનતું નથી. કારણ કે-જે જીવ સુધાવડ પીડિત હોય, અને પાછળથી આહારાદિ ગ્રહણથી સુખ માને, તેને આહારાદિક શાતાના ઉદયથી થયો કહેવાય. શતાવેદનીયના ઉદયથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com