________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
૧૪૯
કલ્પિત રચનાને તેઓ પ્રમાણ કરાવવા ઇચ્છે છે, પણ વિવેકી તો પરીક્ષા વડે માને, કહેવા માત્રથી તો ન માને.
વળી તેઓ એમ પણ કહે છે કે “કોઈ દશપૂર્વધારી થયા, તેણે ગણધરસૂત્રોના અનુસાર આ સૂત્રો બનાવ્યાં છે.” ત્યાં અમે પૂછીએ છીએ કે- નવા ગ્રંથ બનાવ્યા હતા, તો નવાં નામ રાખવાં હતાં, અંગાદિકનાં નામ શા માટે રાખ્યાં? જેમ કોઈ મોટા શાહુકારની પેઢીના નામ વડે પોતાનું શાહુકારું પ્રગટ કરે, તેવું આ કાર્ય થયું. એ સાચા હોત તો (-જેમ દિગંબર આચાર્યોએ અનેક ગ્રંથ રચ્યા તે સર્વ ગણધરદેવ દ્વારા ભાષિત અંગ-પ્રકીર્ણક અનુસાર રચ્યા. તથા તે સર્વમાં ગ્રંથકર્તાનું નામ સર્વ આચાર્યોએ પોતાનું જુદું જુદું રાખ્યું, તથા એ ગ્રંથોનાં નામ પણ જુદાં જુદાં રાખ્યાં. પરંતુ કોઈ પણ ગ્રંથનું નામ અંગાદિક ન રાખ્યું, વા ન એમ લખ્યું કે એ ગણધરદેવનાં રચેલાં છે.)-જેમ દિગંબરોમાં ગ્રંથોનાં નામ રાખ્યાં, તથા પૂર્વગ્રંથોનું અનુસારીપણું કહ્યું, તેમ કહેવું યોગ્ય હતું. પણ અંગાદિકનું નામ ધરી ગણધરદેવનો ભ્રમ શા માટે ઉપજાવ્યો? તેથી એ ગણધરદેવના વા પૂર્વધારીનાં વચન નથી. વળી એ સૂત્રોમાં વિશ્વાસ અણાવવા અર્થે જે જિનમતાનુસાર કથન છે તે તો સત્ય જ છે, દિગંબર પણ તેમ જ કહે છે.
પરંતુ જે કલ્પિત રચના કરી છે, તેમાં પૂર્વાપરવિરુદ્ધપણું વા પ્રત્યક્ષાદિ પ્રમાણમાં વિરુદ્ધપણું ભાસે છે, તે અહીં દર્શાવીએ છીએ
અન્યલિંગથી મુક્તિનો નિષેધ
અન્યલિંગીને, ગૃહસ્થને, સ્ત્રીને વા ચાંડાલાદિ શૂદ્રોને સાક્ષાત્ મોક્ષપ્રાપ્તિ હોવી માને છે, પણ એમ બને નહિ. કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની એકતા મોક્ષમાર્ગ છે. હવે તેઓ સમ્યગ્દર્શનનું સ્વરૂપ તો એવું કહે છે કે
अरहंतो महादेवो जावज्जीवं सुसाहणो गुरुणो। जिणपण्णत्तं तत्तं ए सम्मत्तं मए गहियं ।।१।।
હવે અન્યલિંગીને અરહંત દેવ, સાધુ, ગુરુ જિનપ્રણીત તત્ત્વની માન્યતા કેમ સંભવે? અને તેથી સમ્યકત્વ પણ ન હોય, તો મોક્ષ કેવી રીતે હોય?
અહીં જો કહેશો કે- “અંતરંગ શ્રદ્ધાન હોવાથી તેમને સમ્યકત્વ હોય છે.” હવે વિપરીત લિંગધારકની પ્રશંસાદિક કરતાં પણ સમ્યકત્વને અતિચાર કહ્યો છે, તો સત્ય શ્રદ્ધાન થયા પછી પોતે વિપરીતલિંગનો ધારક કેવી રીતે રહે? સત્યશ્રદ્ધાન થયા પછી મહાવ્રતાદિ અંગીકાર કર્યો સમ્યક્રચારિત્ર હોય તે અન્યલિંગીમાં કયાંથી બને? જો અન્યલિંગમાં પણ સમ્યક્રચારિત્ર હોય, તો જૈનલિંગ અ લિંગ સમાન થયું. માટે અન્યલિંગીને મોક્ષ કહેવો મિથ્યા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com