________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૪૭
ક્રોધાદિક થયા વિના જો એ લડાઈ આદિ કાર્યો સ્વયં થતાં હોય તો એ અમે પણ માનીએ; પણ એમ તો થતાં નથી. વળી લડાઈ વગેરે કાર્યો થતાં ક્રોધાદિક થયા ન માનીએ, તો એ જુદા ક્રોધાદિક કોણ છે? તેનો તો તમે નિષેધ કર્યો છે, તેથી એમ પણ બનતું નથી. એમાં પૂર્વાપર વિરોધ છે. ગીતામાં વીતરાગતા બતાવી વળી લડવાનો ઉપદેશ કર્યો, એ પ્રત્યક્ષ વિરોધ દેખાય છે. ઋષીશ્વરાદિકો દ્વારા શ્રાપ આપ્યા બતાવે છે, પણ એવો ક્રોધ કરતાં નિંધપણું ન થયું? ઇત્યાદિ જાણવું.
વળી “પુત્રસ્ય તિર્નાસ્તિ” એમ પણ તેઓ કહે છે, ત્યારે ભારતમાં એમ પણ કહ્યું
अनेकानि सहस्राणि, कुमारब्रह्मचारिणाम्। दिवं गतानि राजेन्द्र, अकृत्वा कुलसन्ततिम्।।
અહીં કુમારબ્રહ્મચારીઓને સ્વર્ગ ગયા બતાવ્યા, તેથી એ પરસ્પર વિરોધ છે. વળી ઋષીથરભારતમાં એમ કહ્યું છે કે
मद्यमांसाशनं रात्रौ भोजनं कन्दभक्षणम्। ये कुर्वन्ति वृथा तेषां तीर्थयात्रा जपस्तपः।।१।। वृथा एकादशी प्रोक्ता वृथा जागरणं हरेः। वृथा च पौष्करी यात्रा कृत्स्नं चान्द्रायणं वृथा।।२।। चातुर्मास्ये तु सम्प्राप्ते रात्रिभोज्यं करोति यः। तस्य शुद्धिर्न विद्येत चान्द्रायणशतैरपि।।३।।
અહીં મધ-માંસ, રાત્રિભોજન, ચોમાસામાં તો વિશેષપણે રાત્રિભોજન અને કંદભક્ષણનો નિષેધ કર્યો, ત્યારે મોટા પુરુષોને મધ-માંસાદિકનું સેવન કરવું બતાવે છે, તથા વ્રતાદિકમાં રાત્રિભોજન વા કંદાદિભક્ષણનું સ્થાપન કરે છે. એ પ્રમાણે વિરુદ્ધ નિરૂપણ કરે છે.
એ જ પ્રમાણે અન્યમતના શાસ્ત્રોમાં પૂર્વાપરવિરુદ્ધ અનેક વચનો છે. શું કરીએ? કોઈ ઠેકાણે તો પૂર્વ પરંપરા જાણી વિશ્વાસ અણાવવા માટે યથાર્થ કહ્યું, ત્યારે કોઈ ઠેકાણે વિષયકષાય પોષવા અર્થે અયથાર્થ કહ્યું. હવે જ્યાં પૂર્વાપરવિરોધ હોય, તેનાં વચન પ્રમાણ કેવી રીતે કરીએ ?
અન્યમતોમાં ક્ષમાશીલ-સંતોષાદિકને પોષણ કરતાં વચનો છે તે તો જૈનમતમાં હોય છે, પણ વિપરીત વચનો છે તે તેમનાં કલ્પિત છે. જૈનમતાનુસાર વચનોના વિશ્વાસથી તેમના વિપરીત વચનોનું પણ શ્રદ્ધાનાદિક થઈ જાય, માટે અન્યમતોનું કોઈ અંગ ભલે દેખીને પણ ત્યાં શ્રદ્ધાનાદિક ન કરવું, પણ જેમ વિષ મેળવેલું ભોજન હિતકારી નથી, તેમ અહીં જાણવું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com