________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૪૧
एको रागिषु राजते प्रिंयतमादेहार्द्धधारी हरो नीरागेषु जिनो विमुक्तललनासङ्गो न यत्मात् परः। दुर्वारस्मरबाणपन्नगविषव्यासक्तमुग्धो जनः शेष: कामविडंवितो हि विषयान् भोक्तुं न भोक्तुं क्षण: ।। १७ ।।
આ શ્લોકમાં સરાગીઓમાં મહાદેવ તથા વીતરાગીઓમાં જિનદેવને પ્રધાન કહ્યા છે. વળી સરાગભાવમાં અને વીતરાગભાવમાં પરસ્પર પ્રતિપક્ષીપણું છે, તેથી એ બંને ભલા નથી; પરંતુ તેમાં એક જ હિતકારી છે. અર્થાત્ વીતરાગભાવ જ હિતકારી છે, જેના હોવાથી તત્કાળ આકુળતા ઘટી આત્મ-સ્તુતિ યોગ્ય થાય છે, જેનાથી આગામી ભલું થવું કેવળ અમે જ નથી કહેતા પણ સર્વે મતવાળા કહે છે. તથા સરાગભાવ થતાં તત્કાળ આકુળતા થાય છે-નિંદનીક થાય છે, અને ભવિષ્યમાં પણ બૂરું થવું ભાસે છે. માટે જેમાં વીતરાગભાવનું જ પ્રયોજન છે, એવો જૈનમત જ ઈષ્ટ છે, પણ જેમાં સરાગભાવનું પ્રયોજન પ્રગટ કર્યું છે એવા અન્ય મતો અનિષ્ટ છે; તેને સમાન કેમ મનાય ?
પ્રશ્ન- એ તો સાચું પરંતુ અન્ય મતોની નિંદા કરતાં અન્યમતી દુઃખ પામે, અને બીજાઓની સાથે વિરોધ થાય, તેથી નિંદા શા માટે કરો છો ?
ઉત્તર- જો કષાયપૂર્વક નિંદા કરીએ વા અન્યને દુઃખ ઉપજાવીએ તો અમે પાપી જ છીએ, પણ અહીં તો અન્યમતના શ્રદ્ધાનાદિવડે જીવોને અતત્ત્વશ્રદ્ધાન દઢ થાય, અને તેથી તેઓ સંસારમાં દુઃખી થાય, તેથી કરુણાભાવવડે અહીં યથાર્થ નિરૂપણ કર્યું છે. છતાં કોઈ દોષ વિના પણ દુઃખ પામે, વિરોધ ઉપજાવે, તો તેમાં અમે શું કરીએ? જેમ મદિરાની નિંદા કરતાં કલાલ દુઃખ પામે, કુશીલની નિંદા કરતાં વેશ્યાદિક દુ:ખ પામે તથા ખરું-ખોટું ઓળખવાની પરીક્ષા બતાવતાં ઠગ દુ:ખ પામે તો તેમાં અમે શું કરીએ ? એ પ્રમાણે જો પાપીઓના ભયથી ધર્મોપદેશ ન આપીએ તો જીવોનું ભલું કેમ થાય? એવો તો કોઈ ઉપદેશ નથી, કે જે વડે સર્વ જીવોને ચેન થાય. વળી સત્ય કહેતાં વિરોધ ઉપજાવે, પણ વિરોધ તો પરસ્પર ઝઘડો કરતાં થાય; પણ અમે લડીએ નહિ, તો તેઓ પોતાની મેળે જ ઉપશાંત થઈ જશે. અમને તો અમારા પરિણામોનું જ ફળ થશે.
* રાગીપુરુષોમાં તો એક મહાદેવ શોભે છે કે જેમણે પોતાની પ્રિયતમા પાર્વતીને અર્ધા શરીરમાં
ધારણ કરી રાખી છે. તથા વિરાગીઓમાં જિનદેવ શોભે છે કે જેમના સમાન સ્ત્રીઓનો સંગ છોડવાવાળો બીજો કોઈ નથી. બાકીના લોકો તો દુર્નિવાર કામદેવના બાણરૂપ સર્પોના વિષથી મૂચ્છિત થયા છે. કે જેઓ કામની વિડંબણાથી ન તો વિષયોને સારી રીતે ભોગવી શકે છે કે-ન તો છોડી શકે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com