________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૪૩
અહીં “અત તમે છો,” એ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરી, તેથી અરહંતમાં ભગવાનપણું પ્રગટ થયું. વળી હનુમન્નાટકમાં કહ્યું છે કે
" यं शैवाः समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः। अर्हन्नित्यथ जैनशासनरता कर्मेति मीमांसका:
सोऽयं वो विदधातु वांछितफलं त्रैलोक्यनाथ प्रभुः ।। ३ ।। અહીં છયે મતમાં ઈશ્વર એક કહ્યો, તેમાં અરહંતદેવને પણ ઈશ્વરપણું પ્રગટ કર્યું. પ્રશ્ન:- જેમ અહીં સર્વ મતોમાં એક ઈશ્વર કહ્યો તેમ તમે પણ માનો?
ઉત્તર- એમ તો તમે કહો છો પણ અમે કહ્યું નથી, તેથી તમારા મનમાં અરિહંતને ઈશ્વરપણું સિદ્ધ થયું. અમારા મતમાં પણ જો એમ જ કહીએ, તો અમે પણ શિવાદિકને ઇશ્વર માનીએ. જેમ કોઈ વ્યાપારી સાચાં રત્ન બતાવે તથા કોઈ જૂઠાં રત્ન બતાવે, હવે ત્યાં જૂઠાં રત્નવાળો તો સર્વ રત્નોનું સરખું મૂલ્ય લેવા માટે બધાને સમાન કહે, પણ સાચાં રત્નવાળો કેવી રીતે સમાન માને? તેમ જૈન સાચા દેવાદિકને પ્રરૂપે તથા અન્યમતી જૂઠા પ્રરૂપે, હવે ત્યાં અન્યમતી તો પોતાના માહાભ્ય માટે સર્વને સમાન કહે. પણ જૈન કેવી રીતે એમ કહે ? વળી “રુદ્રયામલતંત્રમાં ભવાનીસહસ્રનામમાં પૃ. ૯ માં એમ કહ્યું કે
कुंडासना जगद्धात्री, बुद्धमात्रा जिनेश्वरी।
जिनमाता जिनेन्द्रा च, शारदा हंसवाहिनी।।१३।। અહીં ભવાનીનાં નામ જિનેશ્વરી ઇત્યાદિક કહ્યાં તેથી જિનનું ઉત્તમપણું પ્રગટ થયું. વળી “ગણેશપુરાણમાં એમ કહ્યું છે કે “નૈનં પાશુપતું સાંડ્યું” તથા વ્યાસકૃત સૂત્રમાં પણ એમ કહ્યું છે કે
નૈન સ્મિત્તેવ વસ્તુનિ ૩માં પ્રરુપત્તિ સ્થાનિ:” ઇત્યાદિક તેમનાં શાસ્ત્રોમાં જૈનમતનું નિરૂપણ છે, તથા જૈનમતનું પ્રાચીનપણું જણાય
૧. આ હનુમન્નાટકના મંગલાચરણનો શ્લોક છે તેનો અભિપ્રાય એ છે કે-જેની શિવમાર્મિઓ શિવ
કહીને, વેદાંતિઓ બ્રહ્મ કહીને, બૌદ્ધો બુદ્ધદેવ કહીને, નૈયાયિકો કર્તા કહીને, જૈનો અર્હત્ કહીને, તથા મીમાંસકો કર્મ કહીને ઉપાસના કરે છે, તે ગૈલોકનાથ પ્રભુ તમારા મનોરથને સફળ કરો ! (હનુમાન નાટક મંગળાચરણ શ્લોક ૩).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com