________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
ઉત્તર:- વસ્તુના યથાર્થ પ્રરૂપણ કરવામાં રાગ-દ્વેષ નથી, પણ કોઈ પોતાનું પ્રયોજન વિચારી અન્યથા પ્રરૂપણ કરીએ તો રાગ-દ્વેષ નામ પામે.
પ્રશ્ન- જો રાગ-દ્વેષ નથી, તો અન્ય મત બૂરા અને જૈનમત ભલો, એમ કેવી રીતે કહો છો? જો સામ્યભાવ હોય તો સર્વને સમાન જાણો, મતપક્ષ શા માટે કરો છો?
ઉત્તર:- બૂરાને બૂરો કહીએ તથા ભલાને ભલો કહીએ, એમાં રાગ-દ્વેષ શો કર્યો? બૂરાભલાને સમાન જાણવા, એ તો અજ્ઞાનભાવ છે, પણ કાઈ સામ્યભાવ નથી.
પ્રશ્ન- સર્વ મતોનું પ્રયોજન તો એક જ છે, માટે સર્વને સમાન જાણવા?
ઉત્તરઃ- પ્રયોજન જો એક જ હોય, તો જુદાજુદા મત શા માટે કહો છો? એક મતમાં તો એક જ પ્રયોજન સહિત અનેક પ્રકારે વ્યાખ્યાન હોય છે, તેને જુદા મત કોણ કહે છે? પરંતુ પ્રયોજન જ ભિન્નભિન્ન હોય છે. તે અહીં દર્શાવીએ છીએ:
અન્યમતથી જૈનધર્મની તુલના
જૈનમતમાં એક વીતરાગભાવ પોષવાનું પ્રયોજન છે. કથાઓમાં લોકાદિકના નિરૂપણમાં, આચરણમાં વા તત્ત્વમાં જ્યાં-ત્યાં વીતરાગતાને જ પોષણ કરી છે. પણ અન્ય મતોમાં સરાગભાવ પોષવાનું પ્રયોજન હોવાથી, કષાયી જીવ અનેક યુક્તિ બનાવી કલ્પિત રચના કરી, કપાયભાવને જ પોષે છે. જેમ કે અતબ્રહ્મવાદી-સર્વને બ્રહ્મ માનવા-વડ, સાંખ્યમતી-સર્વ કાર્યો પ્રકૃતિનાં માની પોતાને શુદ્ધ-અકર્તા માનવાવડ, શિવમતી-તત્ત્વને જાણવાથી જ સિદ્ધિ હોવી માનવાવડ, મીમાંસક-કષાયજનિત આચરણને ધર્મ માનવાવડ, બૌદ્ધ-ક્ષણિક માનવાવડે, તથા ચાર્વાક-પરલોકાદિક નહિ માનવાવડ, વિષય-ભોગાદિરૂપ કષાયકાર્યોમાં સ્વચ્છંદી થવાનું જ પોષણ કરે છે. જોકે તેઓ કોઈ ઠેકાણે કોઈ કષાય ઘટાડવાનું પણ નિરૂપણ કરે છે, તો એ છલવડે કોઈ ઠેકાણે અન્ય કષાયનું પોષણ કરે છે. જેમ ગૃહકાર્ય છોડી પરમેશ્વરનું ભજન કરવું ઠરાવ્યું પણ પરમેશ્વરનું સ્વરૂપ સરાગી ઠરાવી. તેના આશ્રયે પોતાના વિષયકષાયને પોષણ કરે છે. ત્યારે જૈનધર્મમાં દેવ-ગુરુ-ધર્માદિકનું સ્વરૂપ વીતરાગ જ નિરૂપણ કરી કેવળ વીતરાગતાને જ પોષણ કરે છે, અને તે પ્રગટ છે. કેવળ અમે જ કહેતા નથી, પરંતુ સર્વ મતવાળા કહે છે. અને તે આગળ અન્યમતનાં જ શાસ્ત્રોની સાક્ષી વડે જૈનમતની સમીચીનતા અને પ્રાચીનતા પ્રગટ કરતાં નિરૂપણ કરીશું.
અન્યમતી ભર્તુહરિએ પણ શૃંગાર પ્રકરણમાં એમ કહ્યું છે કે –
Please inform us of any errors on rajesh@AtmaDharma.com