________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૩૯
વળી ચાર્વાક મતમાં કહે છે કે “પૃથ્વી, અપ, તેજ, વાયુ અને આકાશ મળતાં ચેતના થઈ આવે છે. હવે મર્યા પછી પૃથ્વી આદિ તો અહીં રહ્યાં, અને ચેતનાવાન પદાર્થ ગયો તે વ્યતરાદિક થયો, એટલે પ્રત્યક્ષ તે જાદા-જાદા જોઈએ છીએ. વળી એક શરીરમાં પૃથ્વી આદિ તો ભિન્ન-ભિન્ન ભાસે છે, અને ચેતના એક ભાસે છે. હવે જો પૃથ્વી આદિના આધારે ચેતના હોય તો હાડ, લોહી, ઉચ્છવાસાદિને પણ જુદી જુદી જ ચેતના ઠરે તથા હાથ વગેરે કાપતાં જેમ તેની સાથે વર્ણાદિક રહે છે, તેમ ચેતના પણ રહે. વળી અહંકારબુદ્ધિ તો ચેતનાને છે. હવે પૃથ્વી આદિરૂપ શરીર તો અહીં જ રહ્યું, તો વ્યંતરાદિક પર્યાયમાં પૂર્વપર્યાયનું અહંપણું માનતાં જોઈએ છીએ તે કેવી રીતે હોય છે? તથા પૂર્વપર્યાયના ગુપ્ત સમાચાર પ્રગટ કરે છે, એ જાણવું કોની સાથે ગયું? જેની સાથે એ જાણવું ગયું, તે જ આત્મા છે.
વળી ચાર્વાક મતમાં ખાન-પાન, ભોગ-વિલાસ ઇત્યાદિ સ્વચ્છેદ વૃત્તિનો ઉપદેશ છે. હવે એ પ્રમાણે તો જગત પોતાની મેળે જ પ્રવર્તે છે. તો ત્યાં શાસ્ત્રાદિ બનાવી શું ભલું થવાનો ઉપદેશ આપ્યો? તું કહીશ કે “તપશ્ચરણ, શીલ, સંયમાદિ છોડાવવા માટે એ ઉપદેશ આપ્યો છે.” પણ એ કાર્યોથી તો કપાય ઘટવાથી આકુળતા ઘટે છે, અને તેથી અહીં જ સુખી થવું થાય છે-યશ આદિ થાય છે. તું એને છોડાવી શું ભલું કરે છે? માત્ર વિષયાસક્ત જીવોને ગમતી વાતો કહી. પોતાનું વા બીજાઓનું બૂરું કરવાનો તને ભય નથી, તેથી સ્વચ્છંદી બની વિષયસેવન માટે આવી જૂઠી યુક્તિ બતાવે છે.
એ પ્રમાણે ચાર્વાક મતનું નિરૂપણ કર્યું.
અન્ય મત નિરાકરણ ઉપસાર
એ જ પ્રકારે અન્ય અનેક મતો વિષયાસક્ત-પાપઅભીરુ જીવોએ જૂઠી યુક્તિ બનાવી પ્રગટ કર્યા છે, તેના શ્રદ્ધાનાદિથી જીવોનું બૂરું થાય છે. એક જૈનમત છે, તે જ સત્ય અર્થનો પ્રરૂપક છે. શ્રીસર્વજ્ઞવીતરાગદેવ દ્વારા ભાષિત છે, તેના શ્રદ્ધાનાદિ વડે જ જીવોનું ભલું થાય છે.
જૈનમતમાં જીવાદિતત્ત્વ નિરૂપણ કર્યા છે, પ્રત્યક્ષ-પરોક્ષ બે પ્રમાણ કહ્યાં છે, સર્વજ્ઞવીતરાગઅહંત દેવ છે; બાહ્યાભ્યતરપરિગ્રહરહિત નિગ્રંથ ગુરુ છે. એ સર્વનું વર્ણન આ ગ્રંથમાં આગળ વિશેષતાથી લખીશું, ત્યાંથી જાણવું.
પ્રશ્ન- તમને રાગ-દ્વેષ છે, તેથી તમે અન્ય મતોનો નિષેધ કરી પોતાના મતને સ્થાપન કરો છો?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com