________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૩૩
પદાર્થોનાં ક્ષેત્ર-પરિણમન આદિકનો પૂર્વાપર વિચાર કરવા માટે એની કલ્પના કરે છે. વળી “ દિશા” એ પણ કાંઈ છે નહિ. આકાશમાં ખંડકલ્પના વડે દિશા માને છે. વળી આત્મા બે પ્રકારના કહે છે, પણ તેનું નિરૂપણ પહેલાં કર્યું છે. મન કોઈ જુદો પદાર્થ નથી. ભાવમન તો જ્ઞાનરૂપ છે અને તે આત્માનું સ્વરૂપ છે, તથા દ્રવ્યમન પરમાણુઓનો પિંડ છે અને તે શરીરનું અંગ છે. એ પ્રમાણે એ દ્રવ્યો કલ્પિત જાણવાં.
વળી તેઓ ગુણ ચોવીસ કહે છે–સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, સંખ્યા, વિભાગ, સંયોગ, પરિમાણ, પૃથકત્વ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, સંસ્કાર, દ્રષ. સ્નિગ્ધ, ગુરુત્વ અને દ્રવ્યત્વ. હવે તેમાં સ્પર્શાદિક ગુણ તો પરમાણુઓમાં હોય છે, પરંતુ પૃથ્વીને ગંધવતી જ કહેવી, તથા જળને શીતસ્પર્શવાન કહેવું, ઇત્યાદિ મિથ્યા છે. કારણ કે-કોઈ પૃથ્વીમાં ગંધની મુખ્યતા ભાસતી નથી, તથા કોઈ જળ ઊષ્ણ પણ જોવામાં આવે છે.-ઇત્યાદિક પ્રત્યક્ષાદિકથી વિરુદ્ધ છે. વળી તેઓ શબ્દને આકાશનો ગુણ કહે છે, એ પણ મિથ્યા છે. કારણ કે-ભીંત ઇત્યાદિકથી શબ્દ રોકાય છે માટે તે મૂર્તિક છે, અને આકાશ તો અમૂર્તિક સર્વવ્યાપી છે; ભીંતમાં આકાશ રહે અને શબ્દગુણ તેમાં પ્રવેશ કરી શકે નહિ એ કેમ બને? વળી સંખ્યાદિક છે, કાંઈ વસ્તુમાં તો નથી, પણ અન્ય પદાર્થની અપેક્ષાએ અન્ય પદાર્થના હીનાધિકપણાને જાણવા માટે પોતાના જ્ઞાનમાં સંખ્યાદિકની કલ્પના વડે વિચાર કરીએ છીએ. વળી બુદ્ધિ આદિ છે તે આત્માનું પરિણમન છે. ત્યાં “બુદ્ધિ” નામ તો જ્ઞાનનું છે. અને તે આત્માનો જ ગુણ છે, તથા “મન” નામ છે, પણ તેને તો દ્રવ્યોમાં કહ્યું જ હતું, તો અહીં તેને ગુણ શા માટે કહ્યો? વળી સુખાદિક છે, તે આત્મામાં કદાચિત્ જ હોય છે, તેથી એ ગુણ આત્માના લક્ષણભૂત તો નથી, પણ અવ્યાપ્તપણાથી લક્ષણાભાસ છે. સ્નિગ્ધાદિ તો પુદ્ગલપરમાણમાં હોય છે, અને સ્નિગ્ધ, ગુરુત્વ ઇત્યાદિ તો સ્પર્શન-ઈદ્રિય વડે જાણીએ છીએ, તેથી એ સ્પર્શનગુણમાં ગર્ભિત થયાં, જુદાં શા માટે કહો છો ? વળી દ્રવ્યત્વગુણ જળમાં કહ્યો, પણ એમ તો અગ્નિ આદિમાં પણ ઊર્ધ્વગમનત્વ આદિ હોય છે, તો કાં તો એ બધા કહેવા હતા, અગર તો સામાન્યમાં ગર્ભિત કહેવા હતા? એ પ્રમાણે એ ગુણો કહ્યા તે પણ કલ્પિત છે.
વળી તેઓ-ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન એ પાંચ પ્રકારનાં કર્મ કહે છે. પણ એ તો શરીરની ચેષ્ટાઓ છે. તેને જુદાં કહેવાનો શો અર્થ ? વળી એટલી જ ચેષ્ટાઓ હોતી નથી, ચેષ્ટા તો ઘણા જ પ્રકારની થાય છે. વળી એમને જુદી તત્ત્વસંજ્ઞા કહી, પણ કાં તો જુદા પદાર્થ હોય તો તેને જુદાં તત્ત્વ કહેવાં હતાં, અગર કાં તો કામ-ક્રોધાદિ મટાડવામાં એ વિશેષ પ્રયોજનભૂત હોય, તો તત્ત્વ કહેવાં હતાં, પણ અહીં તો એ બંને નથી, જેમ તેમ કહેવું હોય તો પાષાણાદિકની પણ અનેક અવસ્થાઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com