________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
મોક્ષમાર્ગ પ્રકાશક
જગત કર્તા વડે નીપજ્યું છે, કારણ કે એ કાર્ય છે; જે કાર્ય છે તે કર્તા વડ નીપજે છે, જેમકેઘટાદિક.” પણ એ અનુમાનાભાસ છે. કારણ કે-અહીં અનુમાનાન્તર સંભવે છે. આ જગત સમસ્ત કર્તા વડ નીપજ્યું નથી, કારણ કે-એમાં કોઈ કાર્યરૂપ પદાર્થો પણ છે. અને જે અકાર્ય છે, તે કર્તા વડ નીપજ્યા નથી, જેમ કે સૂર્યબિંબાદિક. અનેક પદાર્થોના સમુદાયરૂપ જગતમાં કેટલાક પદાર્થો કૃત્રિમ છે, કે જે મનુષ્યાદિક વડે કરવામાં આવે છે. તથા કેટલાક અકૃત્રિમ છે, જેનો કોઈ કર્તા નથી. એ પ્રત્યક્ષાદિ પ્રમાણથી અગોચર છે, તેથી ઈશ્વરને કર્તા માનવો મિથ્યા
વળી તેઓ જીવાત્માને પ્રત્યેક ભિન્ન-ભિન્ન કહે છે, તે તો સત્ય છે, પરંતુ મોક્ષ ગયા પછી પણ તેમને ભિન્ન જ માનવા યોગ્ય છે. વિશેષ તો પ્રથમ કહ્યું જ છે. એ જ પ્રમાણે તેઓ અન્ય તત્ત્વોને પણ મિથ્યા પ્રરૂપે છે.
પ્રમાણાદિકનું સ્વરૂપ પણ અન્યથા કહ્યું છે, તે જૈનગ્રંથોથી પરીક્ષા કરતાં ભાસે છે.
એ પ્રમાણે નૈયાયિકમતમાં કહેલાં તત્ત્વ કલ્પિત જાણવાં.
વૈશેષિકમત
વૈશેષિકમતમાં-“દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય-એ છ તત્ત્વો કહે છે.
તેમાં દ્રવ્યતત્ત્વ-પૃથ્વી, જલ, અગ્નિ, પવન, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન એ નવ પ્રકારે છે. ત્યાં પૃથ્વી, જળ, અગ્નિ અને પવનના પરમાણુ ભિન્ન ભિન્ન છે અને તે નિત્ય છે, તેનાથી કાર્યરૂપ પૃથ્વી આદિ થાય છે તે અનિત્ય છે. પણ એમ કહેવું પ્રત્યક્ષાદિકથી વિરુદ્ધ છે, કારણ કે-ઇંધનરૂપ પૃથ્વી આદિના પરમાણુ અગ્નિરૂપ થતાં જોઈએ છીએ, અગ્નિનાં પરમાણુની રાખરૂપ પૃથ્વી થતી જોઈએ છીએ, તથા જળનાં પરમાણુ મુક્તાલ (મોતી) રૂપ પૃથ્વી થતાં જોઈએ છીએ. તું કહીશ કે “એ પરમાણુ જતાં રહે છે અને બીજાં જ પરમાણુ તે રૂપ થાય છે.” પણ પ્રત્યક્ષને તું અસત્ય ઠરાવે છે. કોઈ એવી પ્રબળ યુક્તિ કહે તો અમે એ જ પ્રમાણે માનીએ, પરંતુ કેવળ કહેવા માત્રથી જ એમ ઠરે નહિ. તેથી કે-સર્વ પરમાણુઓની એક પુદ્ગલરૂપ મૂર્તિકજાતિ છે, તે પૃથ્વી આદિ અનેક અવસ્થારૂપે પરિણમે છે.
વળી તેઓ એ પૃથ્વી આદિનું કોઈ ઠેકાણે જુદું શરીર ઠરાવે છે, તે પણ મિથ્યા જ છે, કારણ તેનું કોઈ પ્રમાણ નથી. પૃથ્વી આદિ તો પરમાણુપિંડ છે, એનું શરીર અન્ય ઠેકાણે, અને એ અન્ય ઠેકાણે એમ સંભવતું જ નથી, તેથી એ મિથ્યા છે. વળી જ્યાં પદાર્થ અટકે નહિ એવું જે પોલાણ, તેને તેઓ આકાશ કહે છે, તથા ક્ષણ-પળ આદિને કાળ કહે છે. હવે એ બંને અવસ્તુ જ છે. પણ સત્તારૂપ પદાર્થ નથી, માત્ર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com