________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
થાય છે, તો તેને પણ કહ્યા કરો, પણ તેથી કાંઈ સાધ્ય નથી.
વળી “સામાન્ય બે પ્રકારે છે-પર અને અપર. ત્યાં “પર” તો સત્તારૂપ છે, તથા અપર” દ્રવ્યવાદિરૂપ છે. વળી નિત્યદ્રવ્યમાં જેની પ્રવૃત્તિ હોય તે વિશેષ છે. અયુતસિદ્ધિ સંબંધનું નામ સમવાય છે.” હવે એ સામાન્યાદિક તો ઘણાને એક પ્રકાર વડે એક વસ્તુમાં ભેદકલ્પના વડે, તથા ભેદકલ્પના અપેક્ષાએ સંબંધ માનવા વડે પોતાના વિચારોમાં જ થાય છે, પણ કોઈ જુદા પદાર્થો તો નથી. વળી એને જાણવાથી કામ-ક્રોધાદિક મટાડવારૂપ વિશેષ પ્રયોજનની પણ સિદ્ધિ થતી નથી, તેથી એને તત્ત્વ શા માટે કહો છો? જો એ જ પ્રમાણે તત્ત્વ કહેવાં હતાં તો પ્રમેયત્વાદિ વસ્તુના અનંત ધર્મો છે, વા સંબંધ-આધારાદિ કારકોના અનેક પ્રકાર વસ્તુમાં સંભવે છે, એટલે કાં તો એ બધા કહેવા હતા અથવા કાં તો પ્રયોજન જાણી કહેવા હતા. તેથી એ સામાન્યાદિક તત્ત્વ પણ તેઓ વૃથા જ કહે છે.
એ પ્રમાણે વૈશેષિકો વડે કહેલાં તત્ત્વ કલ્પિત જાણવાં.
વળી તેઓ બે જ પ્રમાણ માને છે, પ્રત્યક્ષ અને અનુમાન. પણ એના સત્ય-અસત્યનો નિર્ણય જૈનના ન્યાયગ્રંથોથી જાણવો.
વળી તૈયાયિકો તો કહે છે કે “વિષય, ઇંદ્રિય, બુદ્ધિ, શરીર, સુખ, દુઃખ એ સર્વના અભાવથી આત્માની જે સ્થિતિ, તે મોક્ષ છે,” અને વૈશેષિકો કહે છે કે-ચોવીસ ગુણોમાંથી બુદ્ધિ આદિ નવ ગુણોનો અભાવ થવો તે મોક્ષ છે. અહીં બુદ્ધિનો અભાવ કહ્યો પણ બુદ્ધિ નામ તે જ્ઞાનનું છે અને જ્ઞાનનું અધિકરણપણું એ આત્માનું લક્ષણ કહ્યું હતું. હવે જ્ઞાનનો અભાવ થતાં. લક્ષણનો અભાવ થવાથી લક્ષ્યનો પણ અભાવ થતાં, આત્માની સ્થિતિ કેવી રીતે રહી? તથા જો બુદ્ધિ નામ મનનું છે, તો ભાવમન જ્ઞાનરૂપ જ છે, અને દ્રવ્યમન શરીરરૂપ છે. હવે મોક્ષ થતાં દ્રવ્યમનનો સંબંધ અવશ્ય છૂટે છે, એટલે જડ એવા દ્રવ્યમનનું નામ બુદ્ધિ કેવી રીતે હોય? વળી મનવત્ જ ઇન્દ્રિયો પણ જાણવી. તથા જ વિષયનો અભાવ થાય, વા સ્પર્ધાદિક વિષયોનું જાણવું મટે, તો જ્ઞાન કોનું નામ ઠરાવશો? તથા એ વિષયનો અભાવ થશે, તો લોકનો પણ અભાવ થશે. વળી ત્યાં સુખનો અભાવ કહ્યો; પણ સુખના જ અર્થે તો ઉપાય કરીએ છીએ તો તેનો જ્યાં અભાવ હોય, તે ઉપાદેય કેવી રીતે હોય? તથા આકુળતામય ઇન્દ્રિયજનિત સુખનો ત્યાં અભાવ કહો તો એ સત્ય છે, કારણ કે નિરાકુળતા-લક્ષણ અતીન્દ્રિયસુખ તો ત્યાં સંપૂર્ણ સંભવે છે, તેથી ત્યાં સુખનો અભાવ નથી. વળી
૧. આપ્તમીમાંસા (–દેવાગમ સ્તોત્ર), યુકત્પાનુશાસન, અષ્ટસહસ્ત્રી, ન્યાયવિનિશ્ચય, સિદ્ધિવિનિશ્ચય,
પ્રમાણસંગ્રહ, તત્ત્વાર્થસ્લોકવાર્તિક, રાજવાર્તિક, પ્રમેયકમલમાર્તડ અને ન્યાયકુમુદચંદ્રોદય આદિ દાર્શનિક ગ્રન્થોથી જાણવું જોઈએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com