________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૦૭
માટે વા ભક્તોની રક્ષા અને દુષ્ટોના નિગ્રહ માટે તે અવતાર ધરે છે.” પણ પ્રયોજન વિના એક કીડી પણ કોઈ કાર્ય ન કરે તો પરમેશ્વર શા માટે કરે? વળી એ પ્રયોજન પણ શું લોકરીતિની પ્રવૃત્તિ માટે કરે છે? એ તો જેમ કોઈ પુરુષ પોતે કુચેષ્ટા કરી પોતાના પુત્રોને શિખવાડે અને તે પુત્રો એ કુચેષ્ટારૂપ પ્રવર્તતાં તેમને મારે તો એવા પિતાને ભલો કેમ કહેવાય? તેમ બ્રહ્માદિક પોતે કામક્રોધરૂપ ચેષ્ટા કરી પોતાના નીપજાવેલા લોકોમાં પ્રવૃત્તિ કરાવે અને એ લોકો તેમ પ્રવર્તે ત્યારે તેમને નરકાદિકમાં નાખે, કારણ કે-એ ભાવોનું ફળ નરકાદિક જ શાસ્ત્રોમાં લખ્યું છે. તો એવા પ્રભુને ભલો કેમ મનાય?
વળી તે “ભક્તોની રક્ષા અને દુષ્ટોનો નિગ્રહ કરવો” એ પ્રયોજન કહ્યું. પરન્તુ ભક્તજનોને દુઃખદાયક જે દુષ્ટો થયા તે પરમેશ્વરની ઇચ્છાથી થયા કે ઇચ્છા વિના થયા? જો ઇચ્છાથી થયા તો જેમ કોઈ પોતાના સેવકને પોતે જ કોઈને કહી મરાવે અને વળી પછી તે મારવાવાળાને પોતે મારે તો એવા સ્વામીને ભલો કેમ કહેવાય? તેમ જે પોતાના ભક્તોને પોતે જ ઇચ્છાવડે દુષ્ટો દ્વારા પીડિત કરાવે અને પછી એ દુષ્ટોને પોતે અવતાર ધારી મારે, તો એવા ઇશ્વરને ભલો કેમ કહેવાય ?
તું કહીશ કે “ઇચ્છા વિના દુષ્ટો થયા”, તો કાં તો પરમેશ્વરને એવું ભવિષ્યનું જ્ઞાન નહિ હોય કે મારા ભક્તોને દુષ્ટો દુ:ખ આપશે, અગર પહેલાં એવી શક્તિ નહિ હોય કે તેમને એવા થવા જ ન દે. વળી એવાં કાર્ય માટે તેણે અવતાર ધાર્યો, પણ શું અવતાર ધાર્યા વિના તેનામાં શક્તિ હતી કે નહોતી? જો શક્તિ હતી તો અવતાર શા માટે ધાર્યો? તથા જ નહોતી તો પાછળથી સામર્થ્ય થવાનું કારણ શું થયું?
ત્યારે તે કહે છે કે “એમ કર્યા વિના પરમેશ્વરનો મહિમા કેમ પ્રગટ થાય?” તેને અમે પૂછીએ છીએ કે પોતાના મહિમા માટે પોતાના અનુચરોનું પાલન કરે તથા પ્રતિપક્ષીઓનો નિર્રહ કરે એ જ રાગ-દ્વેષ છે અને રાગ-દ્વેષ તો સંસારી જીવોનું લક્ષણ છે. હવે જો પરમેશ્વરને પણ રાગ-દ્વેષ હોય છે તો અન્ય જીવોને રાગ-દ્વેષ છોડી સમતાભાવ કરવાનો ઉપદેશ શા માટે આપે છે? વળી તેણે રાગ-દ્વેષ અનુસાર કાર્ય કરવું વિચાર્યું પણ થોડો વા ઘણો કાળ લાગ્યા વિના કાર્ય થાય નહિ, તો એટલો કાળ પણ પરમેશ્વરને આકુળતા તો થતી જ હશે ! વળી જેમ કોઈ કાર્યને હલકો મનુષ્ય જ કરી શકે તે કાર્યને રાજા પોતે જ કરે તો તેથી કંઈ રાજાનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે; તેમ જે કાર્યને રાજા વા વ્યંતરદેવાદિક કરી શકે તે કાર્યને પરમેશ્વર પોતે અવતાર ધારી કરે છે એમ માનીએ, તો તેથી કંઈ પરમેશ્વરનો મહિમા થતો નથી પણ ઊલટી નિંદા જ થાય છે.
१-परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्। धर्मसंस्थापनार्थाय संभवामि युगे युगे।। ८ ।। (गीता-४-८)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com