________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૧૭
તેણે શા માટે કર્યું? જો કામાસક્ત હતા તો ઘરમાં જ રહેવું હતું તથા નાના પ્રકારે તેણે વિપરીત ચેષ્ટાઓ કરી તેનું પ્રયોજન તો કાંઈ જણાતું નથી, માત્ર બહાવરા જેવું કર્તવ્ય દેખાય છે, છતાં તેને તેઓ બ્રહ્મસ્વરૂપ કહે છે.
વળી તેઓ કૃષ્ણને મહાદેવના સેવક કહે છે, કોઈ વેળા તેને કૃષ્ણના સેવક કહે છે તથા કોઈ વેળા બંનેને એક કહે છે. કાંઈ ઠેકાણું જ નથી.
સૂર્યાદિકને બ્રહ્મનું સ્વરૂપ કહે છે. વિષ્ણુએ કહ્યું છે કે “ધાતુઓમાં સુવર્ણ, વૃક્ષોમાં કલ્પવૃક્ષ તથા જુગારમાં જૂઠ ઇત્યાદિકમાં હું જ છું.” એમ તેઓ કહે છે, પણ પૂર્વાપર કંઈ વિચારતા જ નથી. કોઈ એક અંગ વડે સંસારી જીવને મહંત માને અને તેને જ બ્રહ્મનું સ્વરૂપ પણ કહે તો “બ્રહ્મ સર્વવ્યાપી છે” એવું વિશેષણ શા માટે આપો છો? “સૂર્યાદિકમાં વા સુવર્ણાદિકમાં પણ બ્રહ્મ છે;” હવે સૂર્ય અજવાળું કરે છે અને સુવર્ણ ધન છે ઇત્યાદિ ગુણો વડે તેમાં બ્રહ્મ માન્યો, તો સૂર્યની માફક દીપાદિક પણ અજવાળું કરે છે તથા સુવર્ણની માફક રૂપું, લોખંડ આદિ પણ ધન છે, ઇત્યાદિ ગુણ અન્ય પદાર્થોમાં પણ છે તો તેમને પણ બ્રહ્મ માનો; તેમને નાના-મોટા માનો પણ જાતિ તો એક થઈ. એમ જૂઠી મહંતતા ઠરાવવા માટે તેઓ અનેક પ્રકારની યુક્તિઓ બનાવે છે.
વળી તેઓ જ્વાલામાલિની આદિ અનેક દેવીઓને માયાનું સ્વરૂપ કહી હિંસાદિક પાપ ઉપજાવી તેનું પૂજન કરાવે છે. પણ માયા તો સિંઘ છે, તેનું પૂજન કેમ સંભવે? તથા હિંસાદિક કરતાં ભલું કેમ થાય ? ગાય, સર્પાદિક અભક્ષ્ય-ભક્ષણાદિસહિત પશુને તેઓ પૂજ્ય કહે છે; અગ્નિ, પવન અને જલાદિકને દેવ ઠરાવી તેને પૂજ્ય કહે છે, તથા વૃક્ષાદિકને પણ કલ્પિત યુક્તિ બનાવી પૂજ્ય કહે છે.
ઘણું શું કહીએ? પુરુષલિંગી નામ સહિત જે હોય તેમાં તો બ્રહ્મની કલ્પના કરી તથા સ્ત્રીલિંગી નામ સહિત જે હોય તેમાં માયાની કલ્પના કરી તેઓ અનેક વસ્તુઓનું પૂજન ઠરાવે છે. એમને પૂજવાથી શું ફળ થશે, તેનો પણ કાંઈ વિચાર નથી. માત્ર જૂઠાં લૌકિક પ્રયોજનરૂપ કારણો ઠરાવી તેઓ જગતને ભરમાવે છે.
વળી તેઓ કહે છે કે “વિધાતા શરીરને ઘડે છે, યમ મારે છે, મરતી વેળા યમના દૂત લેવા આવે છે, મર્યા પછી માર્ગમાં ઘણો કાળ લાગે છે, ત્યાં પુણ્ય-પાપના હિસાબ લેવાય છે તથા ત્યાં દંડાદિક દે છે.” પણ એ બધી કલ્પિત જૂઠી યુક્તિ છે. કારણ કે સમય સમય અનંત જીવો ઊપજે છે અને મરે છે, તે સર્વનું યુગપ કેવી રીતે આ પ્રકારે સંભવે? અને એમ માનવા માટે કોઈ કારણ પણ ભાસતું નથી.
વળી તેઓ મરણ પછી શ્રાદ્ધાદિકવડે તેનું ભલું થવું કહે છે, પણ જીવતાં તો કોઈનાં પુણ્ય-પાપ વડે કોઈ બીજો સુખી-દુઃખી થતો દેખાતો જ નથી, તો મરણ પછી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com