________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૧૫
વળી મેલ આદિ વડે ગણેશાદિકની ઉત્પત્તિ બતાવે છે, વા કોઈનું અંગ કોઈને જોડાયું એમ બતાવે છે. ઇત્યાદિ અનેક પ્રત્યક્ષવિરુદ્ધ તેઓ કહે છે.
અવતાર-મીમાંસા
વળી ચોવીસ અવતાર થયા તેઓ કહે છે, તેમાં કોઈ અવતારોને તો પૂર્ણાવતાર કહે છે તથા કોઈને અંશાવતાર કહે છે. હવે પૂર્ણાવતાર થતાં બ્રહ્મ અન્ય ઠેકાણે વ્યાપી રહ્યો છે કે નહિ? જો વ્યાપી રહ્યો છે તો આ અવતારોને તું પૂર્ણાવતાર શા માટે કહે છે? તથા જ નથી વ્યાપી રહ્યો તો એટલો જ માત્ર બ્રહ્મ રહ્યો. વળી અંશાવતાર થયો ત્યાં બ્રહ્મનો અંશ તો તું સર્વત્ર કહે છે, તો આમાં અધિકતા શું થઈ? વળી તુચ્છ કાર્ય માટે બ્રહ્મ પોતે અશાંવતાર ધાર્યો કહે છે તેથી જણાય છે કે અવતાર ધાર્યા વિના બ્રહ્મની શક્તિ એ કાર્ય કરતી નહોતી; કારણ કે જે કાર્ય અલ્પ ઉદ્યમથી થાય ત્યાં ઘણો ઉધમ શા માટે કરીએ ?
વળી એ અવતારોમાં મચ્છ-કચ્છાદિ અવતાર થયા, પણ કિંચિત કાર્ય કરવા માટે હીન તિર્યંચપર્યાયરૂપ બ્રહ્મ થયો. પણ એ કેમ સંભવે? પ્રફ્લાદ માટે નરસિંહ અવતાર થયો પણ હિરણ્યકશ્યપને એવો થવા જ કેમ દીધો? અને કેટલાક કાળ સુધી પોતાના ભક્તને શા માટે દુઃખ અપાવ્યું? તથા વિરૂપ (કદરૂપો) સ્વાંગ શા માટે ધર્યો? તેઓ નાભિરાજાને ત્યાં વૃષભાવતાર થયો બતાવે છે. નાભિરાજાને પુત્રપણાનું સુખ ઉપજાવવા માટે અવતાર ધારણ કર્યો તો તેણે ઘોર તપશ્ચરણ શા માટે કર્યું? તેને તો કાંઈ સાધ્ય હતું જ નહિ. તું કહીશ કે “જગતને બતાવવા માટે એમ કર્યું.” તો કોઈ અવતાર તપશ્ચરણ બતાવે, કોઈ અવતાર ભોગાદિક બતાવે, કોઈ અવતાર ક્રોધાદિક પ્રગટ કરે તથા કોઈ કુતૂહલ માત્ર નાચે, તો તેમાં જગત કોને ભલો જાણે ?
વળી તે કહે છે કે “એક “અરહંત' નામનો રાજા થયો તેણે વૃષભાવતારનો મત અંગીકાર કરી જૈનમત પ્રગટ કર્યો.” પણ જૈનમાં તો કોઈ “અરહંત' નામનો રાજા થયો નથી. ત્યાં તો સર્વજ્ઞપદ પામી પૂજવા યોગ્ય હોય તેનું જ નામ અત્ છે.
વળી તેઓ રામ અને કૃષ્ણ એ બે જ અવતારોને મુખ્ય કહે છે. પણ રામાવતારે શું કર્યું? સીતાને માટે વિલાપ કરી રાવણથી લડી તેને મારી રાજ્ય કર્યું. તથા
૧. સનંતકુમાર-૧, શૂકર (વારાહ) અવતાર-૨, દેવર્ષિનારદ-૩, નર-નારાયણ-૪, કપિલ-પ, દત્તાત્રય
૬, યજ્ઞપુરુષ-૭, ઋષભાવતાર-૮, પૃથુઅવતાર-૯, મત્સ્ય-૧૦, કચ્છપ-૧૧, ધનવંતરી-૧૨, મોહિની૧૩, નૃસિંહાવતાર-૧૪, વામન-૧૫, પરશુરામ-૧૬, વ્યાસ-૧૭, હંસ-૧૮, રામાવતાર-૧૯, કૃષ્ણાવતાર-૨૦, હયગ્રીવ-૨૧, હરિ-૨૨, બુદ્ધ-૨૩, કલ્કિ-૨૪. એમ ચોવીશ અવતાર માને છે. (ભાગવતસ્કંધ-પ અ. ૬-૭-૧૧.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com