________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કેવી રીતે થશે? માત્ર મનુષ્યોને ભરમાવી પોતાનો લોભ સાધવા માટે તેઓ આવી યુક્તિઓ બનાવે છે.
કીડી, પતંગ અને સિંહાદિક જીવ પણ ઊપજે મરે છે તેમને તેઓ પ્રલયના જીવ ઠરાવે છે. પણ જેમ મનુષ્યાદિકને જન્મ-મરણ થતાં જોઈએ છીએ, તે જ પ્રમાણે તેમને પણ થતાં જોઈએ છીએ. માત્ર જૂઠી કલ્પના કરવાથી શું સિદ્ધિ છે?
વળી તેઓ શાસ્ત્રોમાં કથાદિકનું નિરૂપણ કરે છે, ત્યાં પણ વિચાર કરતાં વિરુદ્ધતા જ ભાસે છે.
વળી તેઓ યજ્ઞાદિક કરવામાં ધર્મ ઠરાવે છે. યજ્ઞમાં મોટા જીવોનો હોમ કરે છે, અગ્નિકાષ્ઠાદિકનો મહા આરંભ કરે છે અને તેમાં જીવઘાત થાય છે. હવે તેમનાં જ શાસ્ત્રોમાં વા લોકમાં હિંસાનો તો નિષેધ છે, પરંતુ તેઓ એવા નિર્દય છે કે એ બધું કાંઈ ગણતા જ નથી. તેઓ કહે છે કે “જ્ઞાર્થ |શવ: સૃષ્ટી: અર્થાત્ યજ્ઞ માટે જ પશુ બનાવ્યાં છે, તેથી ત્યાં ઘાત કરવાનો કોઈ દોષ નથી.”
વળી મેઘ આદિનું થવું, શત્રુ આદિનો વિનાશ થવો, ઇત્યાદિ ફળ બતાવી તેઓ પોતાના લોભ માટે રાજા વગેરેને ભ્રમમાં નાખે છે. પણ કોઈ વિષથી જીવનવૃદ્ધિ થવી કહે એ જેમ પ્રત્યક્ષવિરુદ્ધ છે તેમ હિંસા કરતાં ધર્મ અને કાર્યસિદ્ધિ થવી કહેવી એ પ્રત્યક્ષવિરુદ્ધ છે, પરંતુ તેમણે જેમની હિંસા કરવી કહી, તેમની તો કાંઈ શક્તિ નથી અને તેમની કોઈને કાંઈ પીડા પણ નથી. જો કોઈ શક્તિવાનનો કે ઇષ્ટનો હોમ કરવો ઠરાવ્યો હોત તો ઠીક પડત, પણ પાપનો ભય નથી તેથી તેઓ પોતાના લાભ માટે દુર્બલના ઘાતક બની પોતાનું વા અન્યનું બૂરું કરવામાં તત્પર થયા છે.
તેઓ ભક્તિયોગ અને જ્ઞાનયોગ એમ બે પ્રકાર વડે મોક્ષમાર્ગ પ્રરૂપણ કરે છે.
ભક્તિયોગ મીમાંસા
તેમાં પ્રથમ ભક્તિયોગ વડે મોક્ષમાર્ગ તેઓ કહે છે, તેનું સ્વરૂપ અહીં કહીએ છીએ
નિર્ગુણ અને સગુણ ભેદરૂપ બે પ્રકારની ભક્તિઓ તેઓ કહે છે. અદ્વૈત પરબ્રહ્મની ભક્તિ કરવી તે નિર્ગુણભક્તિ છે. તે આ પ્રમાણે કહે છે: “તમે નિરાકાર છો, નિરંજન છો, મન-વચનથી અગોચર છો, અપાર છો, સર્વવ્યાપી છો, એક છો, સર્વના પ્રતિપાલક છો, અધમ ઉદ્ધારક છો અને સર્વના કર્તા-હર્તા છો ” ઇત્યાદિ વિશેષણો વડે ગુણ ગાય છે. હવે તેમાં નિરાકારાદિ કોઈ વિશેષણો તો અભાવરૂપ છે, તેને સર્વથારૂપ માનવાથી અભાવ જ ભાસે. કારણ કે-વસ્તુ વિના આકારાદિ કેવી રીતે ભાસે? તથા સર્વવ્યાપી આદિ કેટલાંક વિશેષણો અસંભવરૂપ છે, તેનું અસંભવપણું પહેલાં દર્શાવ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com