________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
એક અદ્વૈત-સર્વવ્યાપી પરમબ્રહ્મને જાણવો, તેને જ્ઞાન કહે છે. તેનું મિથ્યાપણું તો પહેલાં જ કહ્યું છે.
વળી પોતાને સર્વથા શુદ્ધ બ્રહ્મસ્વરૂપ માનવો, કામ-ક્રોધાદિક વા શરીરાદિકને ભ્રમરૂપ જાણવાં તેને જ્ઞાન કહે છે, પણ એ ભ્રમ છે. જો પોતે શુદ્ધ છે તો મોક્ષનો ઉપાય શા માટે કરે છે? પોતે શુદ્ધ બ્રહ્મ ઠર્યો ત્યારે કર્તવ્ય શું રહ્યું? પોતાને પ્રત્યક્ષ કામ-ક્રોધાદિક થતા દેખાય છે તથા શરીરાદિકનો સંયોગ પ્રત્યક્ષ જોઈએ છીએ. હવે એનો અભાવ થશે ત્યારે થશે, પરંતુ વર્તમાનમાં એનો સદ્દભાવ માનવો એ ભ્રમ કેમ કહેવાય?
વળી તેઓ કહે છે કે-“મોક્ષનો ઉપાય કરવો એ પણ ભ્રમ છે. જેમ દોડી તે દોડી જ છે, તેને સર્પ જાણ્યો તો તે ભ્રમ હતો-એ ભ્રમ મટતાં તે દોરડી જ છે; તેમ પોતે તો બ્રહ્મ જ છે, પણ પોતાને અશુદ્ધ માન્યો હતો એ જ ભ્રમ હતો. ભ્રમ મટતાં પોતે બ્રહ્મ જ છે.” એમ કહેવું પણ મિથ્યા છે. જો પોતે શુદ્ધ હોય અને તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ ખરો, પણ પોતે કામ-ક્રોધાદિ સહિત અશુદ્ધ થઈ રહ્યો છે, તેને અશુદ્ધ જાણે તો તે ભ્રમ શાનો? શુદ્ધ જાણે તો ભ્રમ હોય. ભ્રમથી પોતાને જૂઠો શુદ્ધ માનવાથી શું સિદ્ધિ છે?
-
તમે કહેશો કે “ એ કામ-ક્રોધાદિક તો મનના ધર્મ છે, બ્રહ્મ તો ન્યારો છે.” તો તેને પૂછીએ છીએ કે-મન છે તે તારું સ્વરૂપ છે કે નહિ? જો છે તો એ કામ-ક્રોધાદિ પણ તારા જ થયા, તથા નથી તો અમે પૂછીએ છીએ કે–તું જ્ઞાનસ્વરૂપ છે કે જડ છે? જો જ્ઞાનસ્વરૂપ છે, તો તને જ્ઞાન તો મન વા ઇંદ્રિય દ્વારા જ થતું દેખાય છે, એના વિના કોઈ જ્ઞાન બતાવે તો તેને જુદું તારું સ્વરૂપ માનીએ. પણ એ ભાસતું નથી વળી ‘મનજ્ઞાને’ ધાતુથી ‘મન’ શબ્દ ઉત્પન્ન થાય છે. હવે મન તો જ્ઞાનસ્વરૂપ છે, તો એ જ્ઞાન કોનું છે તે બતાવ? પણ જુદું તો કોઈ ભાસતું નથી, વળી જો તું જડ છે તો જ્ઞાન વિના પોતાના સ્વરૂપનો વિચાર કેવી રીતે કરે છે? એમ તો બને નિહ. તું કહે છે કે “બ્રહ્મ ન્યારો છે.” પણ એ ન્યારો બ્રહ્મ તું જ છે કે કોઈ બીજો ? જો તું જ છે તો તારામાં “હું બ્રહ્મ છું” એવું માનવાવાળું જ્ઞાન છે તે તો મનસ્વરૂપ જ છે, મનથી જુદું નથી. હવે પોતાપણું માનવું તો પોતાનામાં જ હોય, પણ જેને જુદું જાણે તેમાં પોતાપણું માન્યું જાય નહિ. તથા જો બ્રહ્મ મનથી જુદો છે તો મનરૂપ જ્ઞાન એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે તથા જો બ્રહ્મ કોઈ બીજો જ છે તો તું એ બ્રહ્મમાં પોતાપણું શા માટે માને છે? માટે ભ્રમ છોડી એમ માન કે-જેમ સ્પર્શનાદિ ઇંદ્રિયો તો શરીરનું સ્વરૂપ છે-જડ છે, પણ એ દ્વારા જે જાણપણું થાય છે તે આત્માનું સ્વરૂપ છે. તેમ મન પણ સૂક્ષ્મ પુદ્દગલપ૨માણુઓનો પુંજ છે, અને તે શરીરનું જ અંગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com