________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૨૭
જ્ઞાન ન રહ્યું’–એ પ્રમાણે કહેવું તો કામ-ક્રોધાદિક દૂર થતાં જ બને છે તથા ત્યાં ચેતનતાનો અભાવ પણ થયો માનીએ; તો એવી પાષાણાદિ સમાન જડ અવસ્થાને ભલી કેમ માનીએ ? વળી રૂડું સાધન કરતાં તો જાણપણું વધે છે છતાં રૂડું સાધન કરતાં જાણપણાનો અભાવ થવો કેમ મનાય ? લોકમાં પણ જ્ઞાનની મહત્તાથી જડપણાની મહત્તા નથી. માટે એ પણ બનતું નથી.
એ જ પ્રમાણે અનેક પ્રકારની કલ્પના વડે તેઓ મોક્ષ બતાવે છે, પણ કાંઈ યથાર્થ જાણતા નથી. માત્ર સંસારઅવસ્થાની મોક્ષઅવસ્થામાં કલ્પના કરી પોતાની ઇચ્છાનુસાર બોલે છે.
એ પ્રમાણે વેદાંતાદિ મતોમાં અન્યથા નિરૂપણ કરે છે.
ઇસ્લામમત સંબંધી વિચાર
વળી એ જ પ્રમાણે મુસલમાનોના મતનું અન્યથાપણું નિરૂપણ કરીએ છીએ, જેમ તેઓ બ્રહ્મને સર્વવ્યાપી, એક નિરંજન, સર્વનો કર્તા માને છે, તેમ આ ખુદાને માને છે. જેમ તેઓ અવતા૨ થયા માને છે, તેમ આ પેગંબર થયા માને છે. જેમ તેઓ પુણ્ય-પાપના હિસાબ લેવા તથા યથાયોગ્ય દંડાદિક દેવા ઠરાવે છે, તેમ આ ખુદાને ઠરાવે છે. જેમ તેઓ ગામ આદિને પૂજ્ય કહે છે, તેમ આ સુવ૨ આદિને કહે છે. એ બધાં તિર્યંચાદિક જ છે. જેમ તેઓ ઈશ્વરની ભક્તિથી મુક્તિ થવી કહે છે, તેમ આ ખુદાની ભક્તિ કહે છે. જેમ તેઓ કોઈ ઠેકાણે દયાને પોષે છે, તથા કોઈ ઠેકાણે હિંસાને પોષે છે તેમ આ પણ કોઈ ઠેકાણે “મહર” ( –દયા ) કરવી પોષે છે, તથા કોઈ ઠેકાણે “ કતલ ” કરવી પોષે છે. જેમ તેઓ કોઈ ઠેકાણે તપશ્ચરણ કરવું પોષે છે, ત્યારે કોઈ ઠેકાણે વિષયસેવન પોષે છે. તે જ પ્રમાણે આ પણ પોષે છે. તથા જેમ તેઓ કોઈ ઠેકાણે માંસ, મદિરા અને શિકાર આદિનો નિષેધ કરે છે ત્યારે કોઈ ઠેકાણે ઉત્તમ પુરુષો દ્વારા તેનો જ અંગીકાર કરવો બતાવે છે; તેમ આ પણ તેનો નિષેધ વા અંગીકાર કરવો બતાવે છે; એ પ્રમાણે અનેક પ્રકારથી તેમાં સમાનતા છે. જોકે નામાદિક જુદાં-જુદાં છે તો પણ પ્રયોજનભૂત અર્થની તેમાં એકતા છે.
66
વળી ઈશ્વર, ખુદા વગેરે મૂળ શ્રદ્ધાનની તો એકતા છે, પણ ઉત્તરશ્રદ્ધાનમાં ઘણા જ ભેદો છે, ત્યાં તેઓથી પણ વિપરીતરૂપ વિષય-કષાય-હિંસાદિ પાપના પોષક પ્રત્યક્ષાદિ પ્રમાણથી વિરુદ્ધ નિરૂપણ કરે છે, માટે મુસલમાનોનો મત મહાવિપરીતરૂપ જાણવો.
એ પ્રમાણે આ ક્ષેત્ર-કાળમાં જે જે મતોની ઘણી પ્રવૃત્તિ છે તેનું મિથ્યાપણું દર્શાવ્યું.
પ્રશ્ન:- જો એ મતો મિથ્યા છે, તો મોટા મોટા રાજાદિકો વા મોટા વિદ્યાવાન એ મતોમાં કેવી રીતે પ્રવર્તે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com