________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૨૫
થયું, પણ પરમાર્થ તો કાંઈ પણ ન ઠર્યો. વળી પવનના નીકળવા-પેસવામાં “સોડું” એવા શબ્દની કલ્પના કરી તેને તેઓ “અજપા જાપ” કહે છે, પણ તે તો જેમ તેતરના શબ્દમાં “તું હી” શબ્દની કલ્પના કરે છે, કાંઈ અર્થને અવધારી એ તેતર એવો શબ્દ કહેતું નથી. તેમ અહીં
સોડું” શબ્દની કલ્પના છે. કાંઈ પવન અર્થને અવધારી એવો શબ્દ રહેતો નથી. વળી શબ્દને જપવા-સાંભળવાથી જ કાંઈ ફળપ્રાપ્તિ નથી, પણ અર્થ અવધારવાથી ફલપ્રાપ્તિ થાય છે.
સોદ” શબ્દનો તો એ અર્થ છે કે “તે હું છું.” હવે અહીં એવી અપેક્ષા જોઈએ કે “ તે” કોણ? તેનો નિર્ણય કરવો જોઈએ. કારણ કે- “તત” શબ્દને અને “યત” શબ્દને નિત્યસંબંધ છે. તેથી વસ્તુનો નિર્ણય કરી તેમાં અહંબુદ્ધિ ધારવામાં “સોડું” શબ્દ બને છે. ત્યાં પણ જ્યાં પોતાને પોતારૂપ અનુભવે છે, ત્યાં તો “સોડું” શબ્દ સંભવતો નથી, પણ અન્યને પોતાનું સ્વરૂપ બતાવવામાં “સો” શબ્દ સંભવે છે. જેમ કોઈ પુરુષ પોતાને પોતારૂપ જાણે
ત્યાં તે “તે હું છું” એવું શા માટે વિચારે? પણ કોઈ અન્ય જીવ કે જે પોતાને ન ઓળખતો હોય, તથા કોઈ પોતાનું લક્ષણ ન ઓળખતો હોય, ત્યારે તેને એમ કહેવાય કે-“જે આવો છે તે હું છું” એ જ પ્રમાણે અહીં જાણવું.
વળી કોઈ લલાટ, ભમર અને નાસિકાના અગ્રભાવ દેખવાના સાધનવડે ત્રિકૂટી આદિનું ધ્યાન થયું કહી પરમાર્થ માને છે. ત્યાં નેત્રની પૂતળી ફરવાથી કોઈ મૂર્તિક વસ્તુ દીઠી એમાં શું સિદ્ધિ છે? વળી એવાં સાધનોથી કિંચિત્ ભૂત-ભવિષ્યાદિકનું જ્ઞાન થાય, વચનસિદ્ધ થાય, પૃથ્વી-આકાશાદિકમાં ગમનાદિકની શક્તિ ઉત્પન્ન થાય, વા શરીરમાં આરોગ્યાદિક થાય, તોપણ એ બધાં લૌકિક કાર્યો છે. દેવાદિકમાં એવી શક્તિ સ્વયં હોય છે, તેનાથી કાંઈ પોતાનું ભલું થતું નથી, પણ ભલું તો વિષયકષાયની વાસના મટતાં જ થાય છે. અને એ તો વિષય-કષાય પોષવાના ઉપાય છે; એથી એ બધાં સાધન કાંઇ પણ હિતકારી નથી. એમાં કષ્ટ ઘણું છે, મરણાદિ સુધી પણ થઈ જાય છે અને હિત સધાતું નથી, માટે જ્ઞાની પુરુષ એવો વ્યર્થ ખેદ કરતા નથી. કષાયી જીવો જ એવા સાધનમાં લાગે છે.
વળી તેઓ કોઈને ઘણાં તપશ્ચરણાદિ વડે મોક્ષનું સાધન કઠણ બતાવે છે. ત્યારે કોઈને સુગમપણે જ મોક્ષ થયો કહે છે. ઉદ્ધવાદિકને પરમ ભક્ત કહી તેને તો તપનો ઉપદેશ આપ્યો કહે છે, ત્યારે વેશ્યાદિકને પરિણામ વિના કેવળ નામાદિકથી જ તરવું બતાવે છે. કાંઈ ઠેકાણું જ નથી.
એ પ્રમાણે તેઓ મોક્ષમાર્ગનું અન્યથા પ્રરૂપણ કરે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com