________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
છે, તે દ્વારા જાણપણું થાય છે, વા કામ-ક્રોધાદિભાવ થાય છે તે સર્વ આત્માનું સ્વરૂપ છે.
વિશેષતા એટલી છે કે જાણપણું તો નિજ સ્વભાવ છે, તથા કામ-ક્રોધાદિક ઉપાધિક ભાવ છે, તેનાથી આત્મા અશુદ્ધ છે. જ્યારે અવસર પામીને કામ-ક્રોધાદિક મટશે તથા જાણપણાને મન-ઇંદ્રિયોને આધીનપણું મટશે ત્યારે કેવળજ્ઞાનસ્વરૂપ આત્મા શુદ્ધ થશે.
એ જ પ્રમાણે બુદ્ધિ-અહંકારાદિ પણ જાણી લેવાં. કારણ કે-મન અને બુદ્ધિ આદિ એકાર્થ જ છે, તથા અહંકારાદિક છે તે કામ-ક્રોધાદિવત્ ઉપાધિકભાવ છે, તેને પોતાનાથી ભિન્ન જાણવા એ ભ્રમ છે. પણ તે પોતાને છે એમ જાણી એ ઉપાધિકભાવોનો અભાવ કરવાનો ઉદ્યમ કરવો યોગ્ય છે. પણ જેનાથી તેનો અભાવ ન થઈ શકે અને પોતાની મહંતતા ઇચ્છે, તે જીવ એ ભાવો પોતાના નથી એમ ઠરાવી સ્વચ્છેદે પ્રવર્તે છે, અને કામ-ક્રોધાદિક ભાવોને વધારી વિષયસામગ્રીમાં વા હિંસાદિ કાર્યોમાં તત્પર થાય છે.
વળી અહંકારાદિકના ત્યાગને પણ તે અન્યથા માને છે. સર્વને પરબ્રહ્મ માનવું, કોઈ ઠેકાણે પોતાપણું ન માનવું તેને તે અહંકારનો ત્યાગ બતાવે છે, પણ તે મિથ્યા છે. કારણ કેકોઈ પોતે છે કે નહિ? જો છે તો પોતામાં પોતાપણું કેમ ન માનીએ? તથા પોતે નથી તો સર્વને બ્રહ્મ કોણ માને છે? માટે શરીરાદિ પરમાં અહંબુદ્ધિ ન કરવી, ત્યાં કર્તારૂપ ન થવું એ અહંકારનો ત્યાગ છે. પોતાનામાં અહંબુદ્ધિ કરવામાં દોષ નથી.
વળી સર્વને સમાન જાણવા, તથા કોઈમાં ભેદ ન કરવો, તેને તે રાગ-દ્વેષનો ત્યાગ બતાવે છે. એ પણ મિથ્યા છે. કારણ કે-સર્વ પદાર્થ સમાન નથી. કોઈ ચેતન છે, કોઈ અચેતન છે, તથા કોઈ કેવા છે, કોઈ કેવા છે, તેને સમાન કેવી રીતે માનીએ? માટે પરદ્રવ્ય ઇષ્ટઅનિષ્ટ ન માનવાં એ રાગ-દ્વેષનો ત્યાગ છે, પણ પદાર્થોના વિશેષો જાણવામાં તો કાંઈ દોષ નથી.
એ જ પ્રમાણે બીજા પણ મોક્ષમાર્ગરૂપ ભાવોની તેઓ અન્યથા કલ્પના કરે છે, વળી એવી કલ્પનાથી તેઓ કુશીલ સેવે છે, અભક્ષ્યભક્ષણ કરે છે, વર્ણાદિ ભેદ કરતા નથી. તથા હીનક્રિયા આચરે છે, ઇત્યાદિ વિપરીતરૂપ પ્રવર્તે છે. જ્યારે કોઈ પૂછે ત્યારે કહે છે કે “આ તો શરીરનો ધર્મ છે, અથવા જેવું પ્રારબ્ધ છે તેમ થાય છે, અથવા જેવી ઈશ્વરની ઇચ્છા હોય છે તેમ થાય છે, તેમાં અમારે વિકલ્પ ન કરવો.”
જુઓ તો ખરા, પોતે જાણવાં છતાં જૂઠરૂપ પ્રવર્તે છે, તેને તો શરીરનો ધર્મ બતાવે છે; જ્યાં પોતે ઉદ્યમી બની કાર્ય કરે છે, તેને પ્રારબ્ધ કહે છે; પોતે ઇચ્છાપૂર્વક સેવે તેને ઇશ્વરની ઇચ્છા બતાવે છે, તથા વિકલ્પ કરે અને કહે કે-અમારે તો વિકલ્પ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com