________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૨૧
વળી સગુણભક્તિ માટે નાનાપ્રકારની વિષયસામગ્રી તેઓ એકઠી કરે છે, ત્યાં નામ તો ઠાકોરજીનું દે, અને તેને પોતે જ ભોગવે. ભોજનાદિક બનાવી “ઠાકોરજીને ભોગ લગાવ્યો, એમ કહી પછી તેમાં પ્રસાદની કલ્પના કરી પોતે જ ભક્ષણ કરી જાય છે. ત્યાં અમે પૂછીએ છીએ કે પહેલાં ઠાકોરજીને ક્ષુધા-તૃષાદિકની પીડા હશે ? જો પીડા ન હોય તો આવી કલ્પના કેમ સંભવે ? તથા ક્ષુધાદિકવડે પીડિત હોય તો તે વ્યાકુળ પણ હોય, ત્યારે એ ઇશ્વર તો દુઃખી થયો, તે અન્યના દુઃખને કેવી રીતે દૂર કરે? વળી ભોજનાદિક સામગ્રી પોતે તો તેના માટે મંગાવે, તથા તેને અર્પણ કરી તે કરી, પછી પ્રસાદ તો એ ઠાકોરજી આપે ત્યારે જ થાય, પોતાનો કર્યો તો ન જ થાય. જેમ કોઈ રાજાને કાંઇ ભેટ કરે પછી રાજા બક્ષિસ કરે તો તે ગ્રહણ કરવી યોગ્ય છે, પણ પોતે રાજાને ભેટ કરે અને રાજા તો કંઈ કહે નહિ, માત્ર “રાજાએ મને બક્ષિસ કરી ” એમ પોતે જ કહી તેને અંગીકાર કરે, એ તો માત્ર ખેલ જ થયો. તેમ અહીં પણ એમ કરવાથી ભક્તિ તો ન થઈ પણ માત્ર હાસ્ય કરવું જ થયું.
વળી ઠાકોરજી અને તું બે છો કે એક? જો બે છો તો તેં ભેટ કરી, હવે તને ઠાકોરજી બક્ષિસ આપે તો ગ્રહણ કર, તું પોતે જ શા માટે ગ્રહણ કરે છે? તું કહીશ કે-“ઠાકોરજીની તો મૂર્તિ છે, તેથી એવી હું જ કલ્પના કરું છું.” તો ઠાકોરજીને કરવાનું કાર્ય જ કર્યું, તેથી તું જ ઠાકોરજી થયો ? તથા જો એક છો તો ભેટ કરવી, પ્રસાદ કરવો, એ બધું જૂઠું થયું. કારણ કે એક થતાં એવો વ્યવહાર સંભવતો નથી. તેથી માત્ર ભોજનાસક્ત પુરુષો દ્વારા આવી કલ્પના કરવામાં આવે છે.
વળી ઠાકોરજીના માટે નૃત્ય-ગીતાદિક કરવામાં તથા શીત-ગ્રીષ્મ-વસંતાદિ ઋતુઓમાં સંસારીઓમાં સંભવતી એવી વિષયસામગ્રી એકઠી કરવી, ઇત્યાદિ કાર્યો તેઓ કરે છે. ત્યાં નામ તો ઠાકોરજીનું લેવું, અને ઇંદ્રિયવિષય પોતાના પોષવા, એવા બધા ઉપાય માત્ર વિષયાસક્ત જીવોએ જ કર્યા છે. ઠાકોરજીનો જન્મ, વિવાહાદિક, રાજભોગ, શયન અને જાગરણાદિની કલ્પના તેઓ કરે છે, તે જેમ કોઈ છોકરા-છોકરી, ગુડ્ડા-ગુડ્ડીના ખેલ બનાવી કુતૂહલ કરે, તેમ આ પણ કુતૂહલ કરવા જેવું જ છે. ૫રમાર્થરૂપ ગુણ તેમાં કાંઈ પણ નથી. બાળ ઠાકોરજીનો સ્વાંગ બનાવી તેઓ ચેષ્ટા બતાવે છે, તેમાં એ વડે પોતાના જ વિષય-પોષણ કરે અને કહે કે“ આ પણ ભક્તિ છે.” ઇત્યાદિ ઘણું શું કહીએ? એવી એવી અનેક વિપરીતતા સગુણભક્તિમાં હોય
છે.
એ પ્રમાણે બે પ્રકારની ભક્તિવડે તેઓ મોક્ષમાર્ગ કહે છે, પણ તેનું સ્વરૂપ મિથ્યા
સમજવું.
જ્ઞાનયોગ મીમાંસા
હવે અન્યમત પ્રરૂપિત જ્ઞાનયોગવડે મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવીએ છીએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com