________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૧૯
વળી એમ કહે છે કે–“ જીવબુદ્ધિ વડે હું તારો દાસ છું, શાસ્ત્રદષ્ટિ વડે તારો અંશ છું તથા તત્ત્વબુદ્ધિ વડે તું જ હું છું?” પણ એ ત્રણે ભ્રમ છે. વળી એ ભક્તિ કરવાવાળો ચેતન છે
જડ? જો ચેતન છે તો એ ચેતના બ્રહ્મની છે કે તેની જ છે? જો બ્રહ્મની છે તો “હું તારો દાસ છું” એમ માનવું ચેતનાને જ થાય છે. હવે ચેતના તો બ્રહ્મનો સ્વભાવ ઠર્યો તથા સ્વભાવ-સ્વભાવીને તાદાત્મ્યસંબંધ છે, તો ત્યાં દાસ અને સ્વામીનો સંબંધ કેમ બને? દાસસ્વામી સંબંધ તો બે ભિન્ન પદાર્થો હોય ત્યાં જ બને. તથા જો એ ચેતના તેની જ છે તો તે પોતાની ચેતનાનો ધણી બ્રહ્મથી જુદો પદાર્થ ઠર્યો. તો પછી “હું અંશ છું, અથવા તું છે તે હું છું, ”–એમ કહેવું જૂઠ થયું. વળી ભક્તિ કરવાવાળો જડ છે, તો જડને બુદ્ધિનું હોવું અસંભવિત છે, તો તેને એવી બુદ્ધિ કયાંથી થઈ કે “હું દાસ છું.” એમ કહેવું તો ત્યારે જ બને કે–જ્યારે બંને પદાર્થ જુદા હોય. તથા “તારો હું અંશ છું” એમ કહેવું પણ બનતું નથી. કારણ કે–‘તું ’ અને ‘હું’ એમ કહેવું તો ત્યારે જ બને કે–જ્યારે પોતે અને તે જુદા જ હોય. પણ અંશ-અંશી જુદા કેવી રીતે હોય ? કારણ કે–અંશી એ કો જુદી વસ્તુ નથી પણ અંશોનો સમુદાય તે જ અંશી છે. વળી “તું છે તે હું છું”–એવું વચન જ વિરુદ્ધ છે. કારણ કે-એક જ પદાર્થમાં પોતાપણું માનવું અને ૫૨૫ણું પણ માનવું એમ બંને કેવી રીતે સંભવે? માટે ભ્રમ છોડી નિર્ણય કરવો યોગ્ય છે.
66
વળી કોઈ નામ જ જપે છે, પણ જેનું તે નામ જપે છે તેનું સ્વરૂપ ઓળખ્યા વિના કેવળ નામ જ જપવું કેવી રીતે કાર્યકારી થાય ? તું કહીશ કે “ નામનો એવો અતિશય છે.” તો જે નામ ઇશ્વરનું છે તે જ નામ કોઈ પાપી પુરુષનું ધર્યું હોય તો ત્યાં બંનેનાં નામ ઉચ્ચારણમાં ફળની તો સમાનતા થઈ ? પણ એમ કેવી રીતે બને? માટે પહેલાં સ્વરૂપનો નિર્ણય કરી પછી ભક્તિ કરવા યોગ્ય હોય તેની ભક્તિ કરવી.
એ પ્રમાણે નિર્ગુણભક્તિનું સ્વરૂપ દર્શાવ્યું.
જ્યાં કામ ક્રોધાદિજન્ય કાર્યોના વર્ણન વડે, સ્તુતિ આદિ કરવામાં આવે તેને તેઓ સગુણભક્તિ કહે છે.
એ સગુણભક્તિમાં જેમ લૌકિક શૃંગા૨પૂર્વક નાયક-નાયિકાનું વર્ણન કરીએ છીએ, તેમ તેઓ ઠાકોર-ઠકુરાણીનું વર્ણન કરે છે, ત્યાં સ્વન્ની-પરસ્ત્રી સંબંધી સંયોગ-વિયોગ-રૂપ સર્વ વ્યવહા૨ નિરૂપણ કરે છે. સ્નાન કરતી સ્ત્રીઓનાં વસ્ત્ર ચોરવાં, દહીં લૂંટવું, સ્ત્રીઓનાં ચરણે પડવું અને સ્ત્રીઓની આગળ નાચવું ઇત્યાદિ કાર્યો કે-જે કરતાં સંસારી જીવો લજ્જા પામે તેવાં કાર્યો કરવાં તેઓ ઠરાવે છે. પણ એવાં કાર્યો તો અતિ કામની પીડા થતાં જ બને.
વળી યુદ્ધાદિક કાર્ય કર્યાં કહે છે, પણ એ ક્રોધનાં કાર્ય છે, પોતાનો મહિમા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com