________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
બતાવવા માટે ઉપાય કર્યા કહે છે, પણ એ માનનાં કાર્ય છે. અનેક છળ કર્યા કહે છે, પણ એ માયાનાં કાર્ય છે. વિષયસામગ્રીની પ્રાપ્તિ અર્થે પ્રયત્ન કર્યા કહે છે, પણ એ લોભનાં કાર્ય છે, તથા કુતૂહલાદિક કાર્યો કર્યા કહે છે, પણ એ હાસ્યાદિકના કાર્ય છે, એ પ્રમાણે એ બધાં કાર્યો ક્રોધાદિયુક્ત થતાં જ બને.
એ પ્રમાણે કામ-ક્રોધાદિથી ઉત્પન્ન થયેલાં કાર્યોને પ્રગટ કરી કહે છે કે “અમે સ્તુતિ કરીએ છીએ.” હવે જો કામ-ક્રોધાદિજન્ય કાર્યો જ સ્તુતિયોગ્ય થતાં તો નિંદ્ય કાર્ય કયાં ઠરશે ? જેની લોકમાં અને શાસ્ત્રમાં અત્યંત નિંદા હોય તે જ કાર્યોનું વર્ણન કરી સ્તુતિ કરવી એ તો હસ્તચુગલ જેવું કાર્ય થયું.
અમે પૂછીએ છીએ કે-કોઈનું નામ કહ્યા વિના આવાં કાર્યોનું જ નિરૂપણ કરી કોઈ તમને કહે કે “ફલાણાએ આવાં કાર્યો કર્યા” તો તેને તમે ભલો જાણશો કે બૂરો ? જો ભલો જાણશો તો પાપી ભલા થયા તો બૂરો કોણ થયો? તથા બૂરો જાણશો તો એવાં કાર્ય કોઈ પણ કરો, પરંતુ એ બૂરો જ થયો. પક્ષપાત રહિત ન્યાય કરો.
જો પક્ષપાતપૂર્વક કહેશો કે “ઠાકોરજીનું એવું વર્ણન કરવું એ પણ સ્તુતિ છે.” તો ઠાકોરજીએ એવાં કાર્ય શા અર્થે કર્યા? એવા નિંદ્ય કાર્ય કરવામાં શું સિદ્ધિ થઈ ? તમે કહેશો કેપ્રવૃત્તિ ચલાવવા માટે કર્યો. પણ પરસ્ત્રીસેવન આદિ સિંઘ કાર્યોની પ્રવૃત્તિ ચલાવવામાં પોતાને વા અન્યને શું નફો થયો? માટે ઠાકોરજીએ આવાં કાર્યો કરવાં સંભવતાં નથી. વળી જો એ કાર્યો ઠાકોરે નથી કર્યા, કેવળ તમે જ કહો છો, તો જેમાં દોષ નહોતો તેમાં દોષ લગાવ્યો; એટલે એવું વર્ણન કરવું તો નિંદા જ છે, સ્તુતિ નહિ.
વળી સ્તુતિ કરતાં જે ગુણોનું વર્ણન કરીએ તે રૂપ જ પરિણામ થાય વા તેમાં જ અનુરાગ આવે. હવે કામ-ક્રોધાદિ કાર્યોનું વર્ણન કરતાં પોતે પણ કામ-ક્રોધાદિરૂપ થાય, અથવા કામ-ક્રોધાદિમાં અનુરાગી થાય, તેથી એવા ભાવ તો ભલા નથી. તમે કહેશો કે “ભક્ત એવા ભાવ કરતો નથી.” તો પરિણામ થયા વિના ભક્તિ કેવી રીતે કરી? અને અનુરાગ થયા વિના ભક્તિ કેવી રીતે કરી ? જો એ ભાવો જ રૂડા હોય તો બ્રહ્મચર્ય અને ક્ષમાદિકને ભલા શા માટે કહો છો ? કારણ કે તેમને તો એકબીજાથી પ્રતિપક્ષપણું છે.
વળી સગુણભક્તિ કરવા માટે રામ-કૃષ્ણાદિકની મૂર્તિ પણ શૃંગારાદિક વડે વકત્વાદિ સહિત અને શ્રી આદિ સંગ સહિત બનાવે છે, જેને જોતાં જ કામ-ક્રોધાદિભાવ પ્રગટ થઈ આવે. મહાદેવને માત્ર લિંગનો જ આકાર બનાવે છે. જુઓ, કેટલી વિટંબણા કે જેનું નામ લેતાં પણ લાજ આવે, જગત પણ જેને ઢાંકી રાખે છે, તેના જ આકારનું તેઓ પૂજન કરાવે છે. શું તેને અન્ય અંગ નહોતાં? પરંતુ ઘણી વિટંબણા તો એમ જ કરતાં પ્રગટ થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com