________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૧૩
તો ન રહ્યો તથા માયા બ્રહ્મમાં એકરૂપ થઈ જાય છે તો જે જીવો માયામાં મળેલા હતા તેઓ પણ માયાની સાથે બ્રહ્મમાં મળી ગયા. જ્યારે મહાપ્રલય થતાં સર્વનું પરમબ્રહ્મમાં મળવું ર્યું તો મોક્ષનો ઉપાય શા માટે કરીએ ?
વળી જે જીવો માયામાં મળ્યા હતા તેઓ જ ફરી લોકરચના થતાં લોકમાં આવશે, કે તેઓ બ્રહ્મમાં મળી ગયેલા હોવાથી અન્ય નવા ઊપજશે? જો તેઓ જ આવશે તો જણાય છે કે તેઓ જુદા જુદા જ રહે છે, મળી ગયા શા માટે કહે છે? તથા નવા ઊપજશે તો જીવનું અસ્તિત્વ થોડા કાલ સુધી જ રહે છે એટલે મુક્ત થવાનો ઉપાય જ શા માટે કરીએ?
વળી તે કહે છે કે “પૃથ્વી આદિ છે તે માયામાં મળી જાય છે.” તો માયા અમૂર્તિકસચેતન છે કે મૂર્તિક-અચેતન છે? જો અમૂર્તિક-સચેતન છે તો તેમાં મૂર્તિક-અચેતન કેવી રીતે મળે? તથા જો મૂર્તિક-અચેતન છે તો તેમાં અમૂર્તિક-સચેતન કેવી રીતે મળે? તથા મૂર્તિકઅચેતન છે તો બ્રહ્મમાં મળે છે કે નહિ? જો મળે છે તો તેના મળવાથી બ્રહ્મ પણ મૂર્તિકઅચેતન વડે મિશ્રિત થયું તથા જો નથી મળતા તો અદ્વૈતતા ન રહી ! તું કહીશ કે-“એ સર્વ અમૂર્તિક-છે તે ચેતન બની જાય છે.” તો આત્મા અને શરીરાદિકની એકતા થઈ. હવે તેને સંસારી જીવો પણ એકતા જ માને છે તો તેમને અજ્ઞાની શા માટે કહે છે?
વળી લોકનો પ્રલય થતાં મહેશનો પ્રલય થાય છે કે નહિ? જો થાય છે તો તે એકસાથે થાય છે કે આગળ પાછળ થાય છે? જો એકસાથે થાય છે તો પોતે જ નષ્ટ થતો મહેશ લોકને નષ્ટ કેવી રીતે કરી શકે? તથા આગળ પાછળ થાય છે તો લોકને નષ્ટ કરી એ મહેશ પોતે કયાં રહ્યો? કારણ કે પોતે પણ સૃષ્ટિમાં જ હતો.
એમ મહેશને સૃષ્ટિનો સંહારકર્તા માને છે તે અસંભવ છે.
એ પ્રમાણે વા અન્ય અનેક પ્રકારથી બ્રહ્મા, વિષ્ણુ, મહેશને સૃષ્ટિને ઉપજાવવાવાળા, રક્ષા કરવાવાળા તથા સંહાર કરવાવાળા માનવા તે બનતું જ નથી તેથી મિથ્યા છે એમ સમજી લોકને અનાદિનિધન માનવો.
લોકના અનાદિનિધનપણાની પુષ્ટિ
આ લોકમાં જે જીવાદિ પદાર્થો છે તે જુદા જુદા અનાદિનિધન છે. તેમની અવસ્થાની પલટના થયા કરે છે એ અપેક્ષાએ તેમને ઊપજતા–વિણસતા કહીએ છીએ. સ્વર્ગ, નરક અને દીપાદિક છે તે અનાદિથી એ જ પ્રમાણે છે અને સદાકાળ એમ જ રહેશે.
તું કહીશ કે-કોઈના બનાવ્યા વિના એવા આકારાદિક કેમ સંભવે? થાય તો બનાવવાથી જ થાય. પણ એમ નથી; કારણ કે અનાદિથી જ જે છે ત્યાં તર્ક શો? જેમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com