________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
તું પરમબ્રહ્મનું સ્વરૂપ અનાદિનિધન માને છે તેમ એ સ્વર્ગાદિક તથા જીવાદિક પણ અનાદિનિધન માને છે. તું કહીશ કે-જીવાદિક વા સ્વર્ગાદિક કેવી રીતે થયા? તો અમે પૂછીએ છીએ કે-પરમબ્રહ્મ કેવી રીતે થયો? તું કહીશ કે-એની (લોકની) રચના આવી કોણે કરી ? તો અમે પૂછીએ છીએ કે પરમબ્રહ્મને આવો કોણે બનાવ્યો? તું કહીશ કે પરમબ્રહ્મ સ્વયંસિદ્ધ છે. તો અમે કહીએ છીએ કે-જીવાદિક વા સ્વર્ગાદિક પણ સ્વયંસિદ્ધ છે. તું કહીશ કે–તેની અને પરમબ્રહ્મની સમાનતા કેમ સંભવે ? અમે કહીએ છીએ કે-એવી સંભવતામાં દૂષણ બતાવ. જેમ લોકને નવો ઉપજાવવો, તેનો નાશ કરવો તેમાં અમે અનેક દોષ બતાવ્યા, તેમ લોકને અનાદિનિધન માનવામાં શો દોષ છે ? તે તું બતાવ.
તું જે પરમબ્રહ્મ માને છે તે જુદો કોઈ નથી, પરંતુ સંસારમાં જીવ છે તે જ યથાર્થ જ્ઞાન વડે મોક્ષમાર્ગ સાધનથી સર્વજ્ઞ-વીતરાગ થાય છે.
પ્રશ્ન:- તમે તો ન્યારો ન્યારા જીવો અનાદિનિધન કહો છો, પણ મોક્ષ થયા પછી તો તે નિરાકાર થાય છે, તો ત્યાં ન્યારા ન્યારા કેવી રીતે સંભવે?
ઉત્તર- મુક્ત થયા પછી સર્વશને તે દેખાય છે કે નહિ? જ દેખાય છે તો કોઈ આકાર જ દેખાતો હશે, આકાર દીઠા વિના તેણે શું દેવું? તથા જો નથી દેખાતા તો કાં તો વસ્તુ જ નથી અગર કાં તો સર્વજ્ઞ નથી. માટે ઇંદ્રિયજ્ઞાનગણ્ય એ આકાર નથી એ અપેક્ષાએ તે ( જીવો) નિરાકાર છે તથા સર્વજ્ઞજ્ઞાનગમ્ય છે તેથી તે આકારવાની છે. હવે જ્યારે તે આકારવાન ઠર્યા તો જુદા જુદા તેઓ હોય તેમાં શો દોષ આવે છે? વળી તું જો જાતિ અપેક્ષાએ એક કહે તો તે અમે પણ માનીએ છીએ. જેમ ઘઉંનાં દાણા જુદા જુદા છે પણ તેની જાતિ એક છે તેમ એક માનીએ તો તેમાં કાંઈ દોષ નથી.
એ પ્રમાણે યથાર્થ શ્રદ્ધાન વડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ જુદા જુદા અનાદિનિધન માનવા. પણ જો માત્ર નિરર્થક ભ્રમવડ સાચ-જpઠનો નિર્ણય ન કરે તો તું જાણ. કારણ કે તારા શ્રદ્ધાનનું ફળ તું જ પામીશ.
વળી તેઓ જ બ્રહ્માથી પુત્ર-પૌત્રાદિવડ ફુલપ્રવૃત્તિ ચાલી કહે છે. એ ફુલોમાં રાક્ષસ, મનુષ્ય, દેવ વા તિર્યચોમાં પરસ્પર પ્રસૂતિભેદ તેઓ બતાવે છે. દેવથી મનુષ્ય, અને મનુષ્યથી દેવ વા તિર્યંચથી મનુષ્ય ઇત્યાદિ કોઈ માતા અને કોઈ પિતાથી પુત્ર-પુત્રીનું ઊપજવું બતાવે છે. પણ એ કેવી રીતે સંભવે ?
વળી મનથી, પવનાદિથી વા વીર્ય સુંઘવા આદિથી પ્રસૂતિ થવી બતાવે છે. પણ એ પ્રત્યક્ષ વિરુદ્ધ ભાસે છે. કારણ એમ થતાં પુત્ર-પૌત્રાદિનો નિયમ કેવી રીતે રહ્યો? વળી મોટા મોટા મહાન પુરુષો અન્ય અન્ય માતપિતાથી થયા તેઓ કહે છે, મહાન પુરુષો કુશીલવાન માતપિતાથી કેમ ઊપજે ? એ તો લોકમાં પણ ગાળ મનાય છે. તો એમ કહી તેમની મહંતતા શા માટે કહે છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com