________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૧૦૯
વળી એક પ્રકાર આ છે કે “જેમ રાજા આજ્ઞા કરે તે અનુસાર કાર્ય થાય, તેમ બ્રહ્મની આજ્ઞાથી સૃષ્ટિ નીપજે છે, તો તેણે એ આજ્ઞા કોને આપી? તથા જેને તે આજ્ઞા આપી તે કય થી સામગ્રી લાવી કેવી રીતે રચના કરે છે? તે કહે.
વળી એક પ્રકાર આ છે કે-જેમ ઋદ્ધિધારી ઇચ્છા કરે તે અનુસાર કાર્ય સ્વયં બને છે તેમ બ્રહ્મા ઇચ્છા કરે તે અનુસાર સૃષ્ટિ નીપજે છે, તો તેથી બ્રહ્મા તો માત્ર ઇચ્છાનો જ કર્તા થયો અને લોક તો સ્વયં નીપજ્યો! વળી ઇચ્છા તો પરમબ્રહ્મ કરી હતી તેમાં બ્રહ્માનું કર્તવ્ય શું થયું કે જેથી તે બ્રહ્માને સૃષ્ટિનો નિપજાવવાવાળો કહે છે ?
તું કહીશ કે-“પરમબ્રહ્મ પણ ઇચ્છા કરી તથા બ્રહ્માએ પણ ઇચ્છા કરી ત્યારે લોક નીપજ્યો.” તો તેથી એમ જણાય છે કે કેવળ પરમબ્રહ્મની ઇચ્છા કાર્યકારી નથી અને તેથી તેનામાં શક્તિહીનપણું આવ્યું.
વળી અમે પૂછીએ છીએ કે જો લોક કેવળ બનાવ્યો બને છે તો બનાવવાવાળો તો સુખના અર્થે જ બનાવે અને ઇષ્ટ રચના જ કરે, પણ લોકમાં તો ઇષ્ટ પદાર્થ થોડા અને અનિષ્ટ પદાર્થ ઘણા દેખાય છે! જીવોમાં દેવાદિક બનાવ્યા તે તો રમવા અર્થે વા ભક્તિ કરાવવા અર્થે ઇષ્ટ બનાવ્યા હશે, પણ ઈયળ, કડી, કૂતરાં, સૂવર અને સિંહાદિક શા માટે બનાવ્યા? એ તો કાંઈ રમણીક નથી તથા ભક્તિ પણ કરતાં નથી, સર્વ પ્રકારે અનિષ્ટ જ છે. દરિદ્રી, દુઃખી અને નારકીઓને જોવાથી પણ પોતાને જુગુપ્સા આદિ દુઃખ ઊપજે એવા અનિષ્ટ શા માટે બનાવ્યા?
ત્યારે તે કહે છે કે “એ જીવો પોતાનાં પાપ વડે ઈયળ, કીડી, દરિદ્રી અને નરકાદિ પર્યાય ભોગવે છે.” ત્યાં અમે પૂછીએ છીએ કે પાછળથી તો પાપના જ ફળથી એવા પર્યાય થયા કહે, પરંતુ પહેલાં લોકરચના કરતાં જ તેમને એવા શા માટે બનાવ્યા? વળી તે જીવો પાછળથી પાપરૂપ પરિણમ્યા તે કેવી રીતે પરિણમ્યા? જો પોતે જ પરિણમ્યા એમ કહીશ તો એમ જણાય છે કે બ્રહ્માએ પહેલાં તો તેમને નિપજાવ્યા પણ પાછળથી તેઓ તેના આધીન ના રહ્યા તેથી બ્રહ્માને દુ:ખ જ થયું.
તું કહીશ કે-બ્રહ્માના પરિણમાવ્યા તેઓ પરિણમે છે તો તેમને તેણે પાપરૂપ શા માટે પરિણમાવ્યા? જીવો તો પોતાના નિપજાવેલા હતા, તો તેમનું બૂરું તેણે શા માટે કર્યું? એટલે એમ પણ બનતું નથી.
વળી અજીવ પદાર્થોમાં સુવર્ણ-સુગંધાદિ સહિત વસ્તુ બનાવી તે તો રમવા માટે બનાવી પણ કુવર્ણ-દુર્ગધાદિ સહિત દુઃખદાયક વસ્તુ બનાવી તે શામાટે બનાવી? એનાં દર્શનાદિકથી બ્રહ્માને કાંઈ સુખ તો નહિ ઊપજતું હોય. તું કહીશ કે-“પાપી જીવોને દુ:ખ આપવા માટે બનાવી.” તો પોતે જ નિપજાવેલા જીવોથી તેણે આવી દુષ્ટતા શા માટે કરી કે તેમને દુઃખદાયક સામગ્રી પહેલાંથી જ બનાવી? વળી ધૂળ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com