________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
વળી તેમનું કર્તવ્ય પણ એ ગુણોમય ભાસે છે. કુતૂહલાદિક, યુદ્ધાદિક વા સ્ત્રીસેવનાદિક કાર્ય તેઓ કરે છે, એ બધી ક્રિયા રાજસાદિક ગુણો વડે જ હોય છે. તેથી તેમને રાજસાદિક હોય છે એમ કહે. તેમને પૂજ્ય અને પરમેશ્વર કહેવા તો ન બને. જેમ અન્ય સંસારી જીવો છે તેવા એ પણ છે.
તું કહીશ કે “સંસારી તો માયાને આધીન છે, તેથી તેઓ વિના જાણે એ કાર્યો કરે છે, પણ એ બ્રહ્માદિકને તો માયા આધીન હોવાથી જાણપૂર્વક એ કાર્યો કરે છે.” એમ કહેવું એ પણ ભ્રમ છે, કારણ કે-માયાને આધીન થતાં તો કામ-ક્રોધાદિક જ ઊપજે છે, અન્ય શું થાય છે? એ બ્રહ્માદિકને તો કામ-ક્રોધાદિકની તીવ્રતા હોય છે. જુઓ, કામની તીવ્રતા વડે સ્ત્રીઓને વશીભૂત થઈ નૃત્ય-ગાનાદિક કરવા લાગ્યા, વિહળ થવા લાગ્યા અને નાના પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા; ક્રોધને વશીભૂત થતાં અનેક યુદ્ધાદિક કાર્ય કરવા લાગ્યામાનને વશીભૂત થતાં પોતાની ઉચ્ચતા પ્રગટ કરવા માટે અનેક ઉપાય કરવા લાગ્યા; માયાને વશીભૂત થતાં અનેક છલ કરવા લાગ્યા; તથા લોભને વશીભૂત થતાં પરિગ્રહનો સંગ્રહ કરવા લાગ્યા ઇત્યાદિ. ઘણું શું કહીએ? એ પ્રમાણે કષાયને વશીભૂત થતાં ચીરહરણાદિ નિર્લજ્જોની ક્રિયા, દધિલૂટનાદિ ચોરોની ક્રિયા, સંડમાલાધારણાદિ બહાવરાઓની ક્રિયા, 'બહુરૂપધારણાદિ ભૂતોની ક્રિયા અને ગાય ચરાવવાદિ નીચા કુળવાળાઓની ક્રિયા, –ઇત્યાદિ નિંધ ક્રિયાઓ તેઓ કરવા લાગ્યા. તો એથી અધિક માયાવશ થતાં શું શું ક્રિયા થાત તે સમજાતું નથી. બાહ્ય કુચેષ્ટાસહિત તીવ્ર કામક્રોધાદિકધારી એ બ્રહ્માદિકોને માયારહિત માનવા તે તો જેમ કોઈ મેઘપટલસહિત અમાસની રાતને અંધકાર રહિત માને તેની બરાબર છે.
ત્યારે તે કહે છે કે એમને કામ-ક્રોધાદિ વ્યાસ થતા નથી એ પણ પરમેશ્વરની લીલા છે.” તેને અમે કહીએ છીએ કે-એવાં કાર્ય કરે છે તે ઇચ્છા વડે કરે છે કે ઇચ્છા વિના? જો ઇચ્છા વડે કરે છે તો સ્ત્રીસંવનની ઇચ્છાનું જ નામ કામ છે, યુદ્ધ કરવાની ઇચ્છાનું જ નામ ક્રોધ છે, ઇત્યાદિ અન્ય પણ એ જ પ્રમાણે જાણવું. તથા જો ઇચ્છા વિના કરે છે તો પોતે જેને ના ઇચ્છે એવાં કાર્ય તો પરવશ થતાં જ થાય પણ તેને પરવશપણું કેમ સંભવે ? વળી તું લીલા કહે છે તો જ્યારે પરમેશ્વર જ અવતાર ધરી એ કાર્યોમાં લીલા કરે છે તો પછી અન્ય જીવોને એ કાર્યોથી છોડાવી મુક્ત કરવાનો ઉપદેશ શા માટે આપે છે? ક્ષમા, સંતોષ, શીલ અને સંયમાદિકનો સર્વ ઉપદેશ જૂઠો જ ઠર્યો.
વળી તે કહે છે કે-“પરમેશ્વરને તો કાંઈ પ્રયોજન નથી, પણ લોકરીતિની પ્રવૃત્તિ
१-नानारूपाय मुण्डाय वरूथपृथुदंडिने। નમ: નિદસ્તાય દિવસીય શિરવહિના(મસ્યપુરાણ અ. ૨ શ્લોક નં. ૨૫૦)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com