________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથો અધિકાર
[ ૯૫
મોહ હોવાથી બાહ્ય કારણો ન હોવા છતાં પણ તેમને સંકલ્પથી જ રાગ-દ્વેષ હોય છે. માટે મોહનો ઉદય થતાં જ રાગાદિક થાય છે. ત્યાં જે બાહ્ય પદાર્થના આશ્રય વડ રાગભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજન સહિત ઇષ્ટબુદ્ધિ હોય છે તથા જે પદાર્થના આશ્રય વડે દ્વષભાવ થતો હોય તેમાં પ્રયોજન વિના વા કંઈક પ્રયોજનસહિત અનિષ્ટબુદ્ધિ થાય છે. તેથી મોહના ઉદયથી પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટ માન્યા વિના રહ્યું જતું નથી. એ પ્રમાણે પદાર્થોમાં ઇષ્ટઅનિષ્ટબુદ્ધિ થતાં રાગ-દ્વેષરૂપ પરિણમન થાય છે તેનું નામ મિથ્યાચારિત્ર જાણવું.
વળી એ રાગ-દ્વેષનાં જ વિશેષો ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદરૂપ કષાયભાવ છે, એ બધા આ મિથ્યાચારિત્રના જ ભેદ સમજવા. એનું વર્ણન પહેલાં જ કરી ગયા. એ મિથ્યાચારિત્રમાં
સ્વરૂપાચરણ ચારિત્રનો અભાવ હોવાથી તેને અચારિત્ર પણ કહીએ છીએ, તથા એ પરિણામ મટતા નથી વા વિરક્ત નથી તેથી તેને અસંયમ વા અવિરતિ પણ કહીએ છીએ. કારણ કે પાંચ ઇંદ્રિયો અને મનના વિષયોમાં તથા પાંચ સ્થાવર અને એક ત્રસની હિંસામાં સ્વચ્છંદપણું હોય, તેના ત્યાગરૂપ ભાવ ન થાય એ જ અસંયમ વા બાર પ્રકારની અવિરતિ કહી છે. કષાયભાવ થતાં જ એવાં કાર્ય થાય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અસંયમ વા અવિરતિ જાણવું. વળી એનું જ નામ અવ્રત પણ જાણવું. કારણ કે હિંસા, અમૃત, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાપકાર્યોમાં પ્રવૃત્તિનું નામ અવ્રત છે. અને તેનું મૂળ કારણ પ્રમત્તયોગ છે. એ પ્રમત્તયોગ કષાયમય છે તેથી મિથ્યાચારિત્રનું નામ અવ્રત પણ કહીએ છીએ. એ પ્રમાણે મિથ્યાચારિત્રનું સ્વરૂપ કહ્યું.
એ પ્રમાણે સંસારી જીવને મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન-મિથ્યાચારિત્રરૂપ પરિણમન અનાદિકાળથી છે. એવું પરિણમન એકેન્દ્રિયાદિથી અસંજ્ઞી સુધી સર્વ જીવોને હોય છે તથા સંજ્ઞી પંચેન્દ્રિયોમાં સમ્યગ્દષ્ટિ વિના અન્ય સર્વ જીવોનું એવું પરિણમન હોય છે. વળી એ પરિણમન જેવું જ્યાં સંભવે તેવું ત્યાં જાણવું. જેમ એકેન્દ્રિયાદિકને ઇંદ્રિયાદિકની હીનતા-અધિકતા હોય છે વા ધન-પુત્રાદિકનો સંબંધ મનુષ્યાદિકને જ હોય છે. તેના નિમિત્તથી મિથ્યાદર્શનાદિકનું વર્ણન કર્યું છે ત્યાં જેવા વિશેષો સંભવે તેવા સમજવા. જેમ એકેન્દ્રિયાદિક જીવો ઇંદ્રિય-શરીરાદિકનાં નામ પણ જાણતા નથી, પરંતુ એ નામના અર્થરૂપ ભાવમાં પૂર્વોક્ત પ્રકારે પરિણમન હોય છે. જેમ-“હું સ્પર્શ વડે સ્પર્શ છું, શરીર મારું છે.” એ પ્રમાણે તેઓ નામ જાણતા નથી તોપણ તેના અર્થરૂપ જે ભાવ છે તે રૂપ તેઓ પરિણમે છે. અને મનુષ્યાદિક-કોઈ નામ પણ જાણે છે તથા તેના ભાવરૂપ પણ પરિણમે છે. ઇત્યાદિ જે વિશેષો સંભવે તે જાણી લેવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com