________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
[ ૯૯
હનુમાન, ભૈરવ, ક્ષેત્રપાલ, દેવી, દહાડી, સતી, શીતલા, ચોથ, સાંઝી, ગણગૌરી, હોલી, ઇત્યાદિ. સૂર્ય, ચંદ્રમા, ગૃહ, પિતૃ, વ્યંતર ઇત્યાદિ. રૂપિયા-મહોર, ગાય, સર્પ, અગ્નિ, જળ, વૃક્ષ, શસ્ત્ર, ખડિયો તથા વાસણાદિ અનેકને અન્યથા શ્રદ્ધાનપૂર્વક જગતમાં પૂજવામાં આવે છે, એનાથી પોતાનાં કાર્ય સિદ્ધ થાય છે એમ શ્રદ્ધાનમાં માને છે, પણ એ કોઈ કાંઈ કાર્યસિદ્ધિનાં કારણો નથી; તેથી એવા શ્રદ્ધાનને ગૃહીતમિથ્યાત્વ કહીએ છીએ.
હવે તેનું અન્યથા શ્રદ્ધાન કેવું હોય છે તે અહીં કહીએ છીએ :
સર્વવ્યાપી અદ્વૈત બ્રહ્મમત નિરાકરણ
કેટલાક અદ્વૈત બ્રહ્મને સર્વવ્યાપી સર્વનો કર્તા માને છે, પણ એવો (અદ્વૈત બ્રહ્મ) કોઈ છે જ નહિ, માત્ર તેઓ મિથ્યા કલ્પના કરે છે. પ્રથમ એને જો સર્વવ્યાપી માનીએ તો સર્વ પદાર્થ તથા તેના સ્વભાવ જુદા જુદા પ્રત્યક્ષ જોવામાં આવે છે. તો એ બ્રહ્મને એક કેમ મનાય ? હા, આ પ્રકારો વડ એક માની શકાય :
એક પ્રકાર તો આ છે કે સર્વ જુદા જુદા પદાર્થોના સમુદાયને કલ્પના પૂર્વક કોઈ એક નામ આપવું હોય તો આપી શકાય. જેમ હાથી, ઘોડા ઇત્યાદિ ભિન્ન-ભિન્ન છે છતાં તેના સમસ્ત સમુદાયને સૈન્ય કહેવામાં આવે છે, પણ સૈન્ય નામની કોઈ ખાસ જુદી વસ્તુ નથી; તેમ સર્વ પદાર્થોનું સમૂહાત્મક નામ બ્રહ્મ રાખવામાં આવ્યું હોય તોપણ તેથી એ બ્રહ્મ નામની કોઈ ખાસ જુદી વસ્તુ તો ન ઠરી, પણ માત્ર એક કલ્પના જ ઠરી.
એક પ્રકાર આ છે કે વ્યક્તિ અપેક્ષાએ તો સર્વ પદાર્થો જુદા જુદા છે, પણ તે સર્વને જાતિઅપેક્ષાએ કલ્પનાપૂર્વક એક કહીએ તો કહી શકાય. જેમ સો ઘોડા વ્યક્તિ-અપેક્ષાએ પ્રત્યેક જુદા જુદા છે, પરંતુ તેના આકારાદિની સમાનતા જોઈ કલ્પનાપૂર્વક એક જાતિરૂપ કહેવામાં આવે છે. હવે એ જાતિ ઘોડાઓના સમૂહથી કોઈ જુદી વસ્તુ નથી. તેમ જો એ સર્વને એકજાતિની અપેક્ષાએ એક બ્રહ્મ માનવામાં આવે તો તેથી કાંઈ બ્રહ્મ ખાસ જુદી વસ્તુ ન ઠરી, પણ માત્ર કલ્પના જ ઠરી.
એક પ્રકાર આ છે કે પ્રત્યેક પદાર્થ જુદા જુદા છે, તેના મેળાપથી જે એક સ્કંધ થાય છે તેને એક કહીએ છીએ. જેમ જળના પરમાણુ જુદા જુદા છે, પણ તેનો સમુદાયરૂપ મેળાપ થતાં સમુદ્રાદિ કહીએ છીએ. અથવા પૃથ્વીના પરમાણુઓનો મેળાપ થતાં ઘટાદિક કહીએ છીએ. હવે અહીં એ સમુદ્ર-વટાદિક છે તે પરમાણુઓથી ભિન્ન કોઈ જુદી વસ્તુના
૧. “સર્વ રૂ દ્રૌ” છાંદોગ્યોપનિષદ પ્રથમ ખંડ ૧૪, મંત્ર ના “ને નાનાસ્તિવન
કઠોપનિષદ અ. ૨, ખંડ ૪૧, મંત્ર ૧૧ ; દૃઢાવે મમૃતં પુરસ્તાઃ વ્ર ક્ષણ તપોત્તરેખા अधश्चोर्ध्वं च प्रसूतं ब्रह्मवेद विश्वमिदं वरिष्ठम्। मण्डूकोपनिषद खंड २, मंत्र ११.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com