________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથો અધિકાર
[ ૯૩
મેળે ઇષ્ટ-અનિષ્ટ હોતા નથી પણ કર્મોદય અનુસાર પ્રવર્તે છે. જેમ કોઈનો નોકર પોતાના સ્વામીની ઇચ્છાનુસાર કોઈ પુરુષને ઇષ્ટ-અનિષ્ટ ઉપજાવે તો એ કાંઈ નોકરનું કર્તવ્ય નથી પણ તેના સ્વામીનું કર્તવ્ય છે, છતાં એ પુરુષ પેલા નોકરને જ ઇષ્ટ-અનિષ્ટ માને તો એ જૂઠ છે. તેમ કર્મોદયથી પ્રાપ્ત થયેલા પદાર્થો કર્માનુસાર જીવને ઇષ્ટ-અનિષ્ટ ઉપજાવે ત્યાં એ કાંઈ પદાર્થોનું તો કર્તવ્ય નથી પણ કર્મનું કર્તવ્ય છે. છતાં આ જીવ પદાર્થોને જ ઇષ્ટ–અનિષ્ટ માને એ જૂઠ છે. તેથી આ વાત સિદ્ધ થાય છે કે એ પદાર્થોમાં ઇષ્ટ-અનિષ્ટ માની રાગ-દ્વેષ કરવો મિથ્યા
છે.
પ્રશ્ન- બાહ્ય વસ્તુઓનો સંયોગ કર્મના નિમિત્તથી થાય છે, તો એ કર્મોમાં તો રાગ-દ્વેષ
કરવો?
ઉત્તર:- કર્મ તો જડ છે, તેમને કાંઈ સુખ-દુ:ખ આપવાની ઇચ્છા નથી. વળી તે સ્વયમેવ તો કર્મરૂપ પરિણમતાં નથી, પણ જીવભાવના નિમિત્તથી કર્મરૂપ થાય છે. જેમ કોઈ પોતાના હાથમાં મોટો પથ્થર લઈ પોતાનું માથું ફોડે તો તેમાં પથ્થરનો શો દોષ? તેમ જ આ જીવ પોતાના રાગાદિક ભાવોવડે પુદગલને કર્મરૂપ પરિણમાવી પોતાનું બૂરું કરે ત્યાં કર્મનો શો દોષ? માટે એ કર્મોથી પણ રાગ-દ્વેષ કરવો મિથ્યાત્વ છે.
એ પ્રમાણે પરદ્રવ્યોને ઈષ્ટ–અનિષ્ટ માની રાગ-દ્વેષ કરવો મિથ્યા છે. જો પરદ્રવ્ય ઇષ્ટઅનિષ્ટ હોત અને ત્યાં આ જીવ રાગ-દ્વેષ કરતો હોય તો મિથ્યા નામ ન પામત, પણ તે તો ઇષ્ટ–અનિષ્ટ નથી અને આ જીવ તેને ઈષ્ટ–અનિષ્ટ માની રાગ-દ્વેષ કરે છે તેથી એ પરિણામોને મિથ્યા કહ્યા છે. મિથ્યારૂપ જે પરિણમન તેનું નામ મિથ્યા-ચારિત્ર છે.
રાગ-દ્વેષનું વિધાન તથા વિસ્તાર
પ્રથમ તો આ જીવને પર્યાયમાં અહંબુદ્ધિ છે તેથી તે પોતાને અને શરીરને એક જાણી પ્રવર્તે છે. આ શરીરમાં પોતાને રુચે એવી ઇષ્ટ અવસ્થા થાય છે તેમાં રાગ કરે છે તથા પોતાને અણચતી એવી અનિષ્ટ અવસ્થા થાય છે તેમાં દ્વેષ કરે છે. શરીરની ઇષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. શરીરની અનિષ્ટ અવસ્થાના કારણભૂત બાહ્ય પદાર્થોથી દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જે બાહ્ય પદાર્થોમાં રાગ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં રાગ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં દ્વેષ કરે છે. વળી જે બાહ્ય પદાર્થોથી વૈષ કરે છે તેના કારણભૂત અન્ય પદાર્થોમાં દ્વેષ કરે છે તથા તેના ઘાતક પદાર્થોમાં રાગ કરે છે. તેમાં પણ જેનાથી રાગ છે તેના કારણ વા ઘાતક અન્ય પદાર્થોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com