________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ].
મોક્ષમાર્ગ પ્રકાશક
જાણવાની શક્તિ જ ન હોય ત્યાં તો જ્ઞાનાવરણ અને મિથ્યાત્વના ઉદયથી થયેલું મિથ્યાજ્ઞાનમિથ્યાદર્શન એ બંનેનું નિમિત્ત છે, તથા જ્યાં સંજ્ઞી મનુષ્યાદિકને ક્ષયોપશમાદિ લબ્ધિજનિત શક્તિ હોય અને તે ન જાણે ત્યાં તો મિથ્યાત્વનો ઉદય જ નિમિત્તરૂપ જાણવો. તેથી મિથ્યાજ્ઞાનનું મુખ્ય કારણ જ્ઞાનાવરણ ન કહેતાં દર્શન-મોહનીયના ઉદયનિત ભાવને જ કારણરૂપ કહ્યો.
પ્રશ્ન:- જો જ્ઞાન થયા પછી શ્રદ્ધાન થાય છે, તો પહેલાં મિથ્યાજ્ઞાન કહો અને પછી મિથ્યાદર્શન કહો?
ઉત્તર:- છે તો એ જ પ્રમાણે, કારણ કે જાણ્યા વિના શ્રદ્ધાન કેવી રીતે થાય? પરંતુ જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યમ્ એવી સંજ્ઞા મિથ્યાદર્શન-સમ્યગ્દર્શનના નિમિત્તથી થાય છે. જેમ મિથ્યાદષ્ટિ વા સમ્યગ્દષ્ટિ સુવર્ણાદિક પદાર્થોને જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું મિથ્યાષ્ટિને મિથ્યાજ્ઞાન તથા સમ્યગ્દષ્ટિને સમ્યજ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે સર્વ મિથ્યાજ્ઞાન-સમ્યજ્ઞાનનું કારણ મિથ્યાદર્શન-સમ્યગ્દર્શન જાણવું. તેથી જ્યાં સામાન્યપણે જ્ઞાનશ્રદ્ધાનનું નિરૂપણ હોય ત્યાં જ્ઞાન કારણભૂત છે, માટે તેને પહેલાં કહેવું, તથા શ્રદ્ધાન કાર્યભૂત છે માટે તેને પાછળ કહેવું પણ જ્યાં મિથ્યા સમ્યજ્ઞાન-શ્રદ્ધાનનું નિરૂપણ હોય ત્યાં તો શ્રદ્ધાન કારણભૂત હોવાથી તેને પહેલાં કહેવું તથા જ્ઞાન કાર્યભૂત હોવાથી તેને પાછળ કહેવું.
પ્રશ્ન- જ્ઞાન-શ્રદ્ધાન તો યુગપતું હોય છે, તો તેમાં કારણ-કાર્યપણું કેવી રીતે કહો છો?
ઉત્તર- “એ હોય તો એ હોય' એ અપેક્ષાએ કારણ-કાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ એ બંને યુગપતું હોય છે, તોપણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. એ જ પ્રમાણે જ્ઞાન શ્રદ્ધાનને પણ છે અથવા મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાનને તથા સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનને કારણ-કાર્યપણું જાણવું.
પ્રશ્ન:- જો મિથ્યાદર્શનના સંયોગથી જ જ્ઞાન મિથ્યાજ્ઞાન નામ પામે છે તો એક મિથ્યાદર્શનને જ સંસારનું કારણ કહેવું જોઈએ, પણ અહીં મિથ્યાજ્ઞાન જાદું શા માટે કહ્યું?
ઉત્તર- જ્ઞાનની જ અપેક્ષાએ તો મિથ્યાદષ્ટિ વા સમ્યગ્દષ્ટિને ક્ષયોપશમથી થયેલા યથાર્થ જ્ઞાનમાં કાંઈ વિશેષ નથી તથા એ જ્ઞાન કેવળજ્ઞાનમાં પણ જઈ મળે છે, જેમ નદી સમુદ્રમાં જઈ મળે છે; તેથી જ્ઞાનમાં કાંઈ દોષ નથી, પરંતુ ક્ષયોપશમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં એક જ્ઞયમાં લાગે. હવે આ મિથ્યાદર્શનના નિમિત્તથી તે જ્ઞાન અન્ય જ્ઞયોમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com