________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
દોરડીને સાપ જાણે તેથી કાંઈ તે મિથ્યાજ્ઞાન નામ પામે નહિ,
પ્રશ્ન:- પ્રત્યક્ષ સાચા જૂઠા જ્ઞાનને સમ્યજ્ઞાન-મિથ્યાજ્ઞાન કેમ ન કહેવાય?
ઉત્તર- જ્યાં જાણવાનું જ-સાચજૂઠ નિર્ધાર કરવાનું જ-પ્રયોજન હોય ત્યાં તો કોઈ પદાર્થને તેના સાચા જૂઠા જાણવાની અપેક્ષાએ જ સમ્યજ્ઞાન-મિથ્યાજ્ઞાન નામ પામે છે. જેમ પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણના વર્ણનમાં કોઈ પદાર્થ હોય તેને સાચા જાણવારૂપે સમ્યજ્ઞાન કહ્યું છે તથા સંશયાદિરૂપ જાણવાપણાને અપ્રમાણરૂપ મિથ્યાજ્ઞાન કહ્યું છે. પણ અહીં તો સંસાર-મોક્ષના કારણભત સત્ય-અસત્ય જાણવાનો નિર્ધાર કરવો છે. એટલે દોરડી-સર્પાદિકનું યથાર્થ વા અન્યથા જ્ઞાન કાંઈ સંસાર-મોક્ષનું કારણ નથી, માટે એની અપેક્ષાએ અહીં મિથ્યાજ્ઞાનસમ્યજ્ઞાન કહ્યું નથી, પણ પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોને જાણવાની અપેક્ષાએ જ મિથ્યાજ્ઞાનસમ્યજ્ઞાન કહ્યું છે. અને એ જ અભિપ્રાયથી સિદ્ધાંતમાં મિથ્યાદષ્ટિના સર્વ જાણવાને મિથ્યાજ્ઞાન જ કહ્યું તથા સમ્યગ્દષ્ટિના સર્વ જાણવાને સમ્યજ્ઞાન કહ્યું.
પ્રશ્ન- મિથ્યાષ્ટિના જીવાદિ તત્ત્વોના અયથાર્થ જાણવાને મિથ્યાજ્ઞાન ભલે કહો, પણ દોરડી-સર્પાદિકના યથાર્થ જાણવાને તો સમ્યજ્ઞાન કહો?
ઉત્તર- મિથ્યાષ્ટિ જાણે છે ત્યાં તેને સત્તા-અસત્તાનો વિશેષ (ભેદ) નથી, તેથી તે કારણવિપરીતતા, સ્વરૂપવિપરીતતા વા ભેદભેદવિપરીતતા ઉપજાવે છે. ત્યાં જેને તે જાણે છે તેના મૂળ કારણને તો ન ઓળખે અને અન્યથા કારણ માને તે કારણ-વિપરીતતા છે, જેને જાણે છે તેના મૂળ વસ્તુભૂત સ્વરૂપને તો ન ઓળખે અને અન્યથા સ્વરૂપ માને તે સ્વરૂપવિપરીતતા છે, તથા જેને તે જાણે છે તેને “એ આનાથી ભિન્ન છે તથા એ આનાથી અભિન્ન છે” એમ યથાર્થ ન ઓળખતાં અન્યથા ભિન્ન-અભિન્નપણું માને તે ભેદભેદવિપરીતતા છે. એ પ્રમાણે મિથ્યાદષ્ટિના જાણવામાં વિપરીતતા હોય છે. જેમ દારૂનો કેફી મનુષ્ય માતાને પોતાની સ્ત્રી માને તથા સ્ત્રીને માતા માને તેમ મિથ્યાષ્ટિમાં અન્યથા જાણવું હોય છે. વળી જેમ કોઈ કાળમાં એ કેફી મનુષ્ય માતાને માતા વા સ્ત્રીને સ્ત્રી પણ જાણે તોપણ તેને નિશ્ચયરૂપ નિર્ધારવડે શ્રદ્ધાનપૂર્વક જાણવું ન હોવાથી તેને યથાર્થજ્ઞાન કહેતા નથી; તેમ મિથ્યાદષ્ટિ કોઈ કાળમાં કોઈ પદાર્થને સત્ય પણ જાણે તોપણ તેના નિશ્ચયરૂપ નિર્ધારથી શ્રદ્ધાન સહિત જાણતો નથી તેથી તેને સમ્યજ્ઞાન કહેતા નથી અથવા સત્ય જાણે છતાં એ વડે પોતાનું અયથાર્થ જ પ્રયોજન સાધે છે તેથી તેને સમ્યજ્ઞાન કહેતા નથી. એ પ્રમાણે મિથ્યાષ્ટિના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કહીએ છીએ.
પ્રશ્ન:- એ મિથ્યાજ્ઞાનનું કારણ શું છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com