________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
સુખ-દુ:ખનાં કારણો મળવાં, શ૨ી૨નો સંયોગ રહેવો, ગતિ-જાતિ-શરીરાદિક નીપજવાં અને નીચું-ઊંચું કુળ પામવું થાય છે. એ બધાં હોવામાં મૂળ કારણ કર્મ છે, તેને આ જીવ ઓળખતો નથી કારણ કે તે સૂક્ષ્મ છે તેથી તેને સૂજતાં નથી અને પોતાને એ કાર્યોનો કર્તા કોઈ દેખાતો નથી એટલે એ બધાં હોવામાં કાં તો પોતાને કર્તારૂપ માને છે અગર તો અન્યને કર્તારૂપ માને છે. તથા કદાચિત્ પોતાનું વા અન્યનું કર્તાપણું ન ભાસે તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે, એ પ્રમાણે બંધ-તત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતા શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
વળી આસવનો અભાવ થવો તે સંવર છે. જો આસવને યથાર્થ ન ઓળખે તો તેને સંવરનું યથાર્થ શ્રદ્ધાન કયાંથી થાય? જેમ કોઈને અહિત આચરણ છે, પણ તેને તે અહિતરૂપ ન ભાસે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? એ જ પ્રમાણે જીવને આસવની પ્રવૃત્તિ છે; તે તેને અહિતરૂપ ન ભાસે તો તેના અભાવરૂપ સંવરને તિરૂપ કેમ માને? વળી અનાદિકાળથી આ જીવને આસવભાવ જ થયો છે, પણ સંવર કોઈ કાળે થયો નથી તેથી સંવર થવો તેને ભાસતો પણ નથી, સંવર થતાં સુખ થાય છે તથા ભાવિમાં દુ:ખ પણ નહિ થાય. પરંતુ એમ તેને ભાસતું નથી તેથી તે આસ્રવનો તો સંવર કરતો નથી પણ એ અન્ય પદાર્થોને દુઃખદાયક માની તેને જ ન થવા દેવાનો ઉપાય કર્યા કરે છે, પણ તે પોતાને આધીન નથી, માત્ર નિરર્થક ખેદખિન્ન થાય છે. એ પ્રમાણે સંવરતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
બંધનો એકદેશ અભાવ થવો તે નિર્જરા છે. બંધને યથાર્થ ન ઓળખે તેને નિર્જરાનું યથાર્થ શ્રદ્ધાન કયાંથી હોય? જેમ ભક્ષણ કરેલા વિષાદિકથી દુ:ખ થતું જે ન જાણે તે તેને નષ્ટ કરવાના ઉપાયને ભલો કેમ જાણે ? તેમ એ બંધનરૂપ કરેલાં કર્મોથી દુ:ખ થાય છે એમ જે ન જાણે તે તેની નિર્જરાના ઉપાયને ભલો કેમ જાણે ? વળી આ જીવને ઇંદ્રિયો વડે સૂક્ષ્મરૂપ કર્મોનું તો જ્ઞાન થતું નથી તથા તેમાં દુ:ખના કારણભૂત શક્તિ છે તેનું પણ જ્ઞાન નથી તેથી અન્ય પદાર્થોનાં નિમિત્તોને જ દુઃખદાયક જાણી તેનો જ અભાવ કરવાનો ઉપાય કરે છે, પણ તે પોતાને આધીન નથી. કદાચિત્ દુઃખ દૂર કરવાના નિમિત્તરૂપ કોઈ ઇષ્ટ સંયોગાદિ કાર્ય બને છે તે પણ કર્માનુસાર બને છે, છતાં તેનો ઉપાય કરી વ્યર્થ ખેદ કરે છે.-એ પ્રમાણે નિર્જરાતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
સર્વ કર્મબંધનો અભાવ થવો તેનું નામ મોક્ષ છે. જો બંધને વા બંધાનિત સર્વદુઃખોને ન ઓળખે તો તેને મોક્ષનું યથાર્થ શ્રદ્ધાન પણ કયાંથી થાય? જેમ કોઈને રોગ છે તે આ રોગને વા રોગનિત દુ:ખોને ન જાણે તો રોગના સર્વથા અભાવને તે ભલો કેમ જાણે ? એ રીતે આ જીવને કર્મબંધન છે, આ તે બંધનને તથા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com