________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
હાલે છે ત્યારે એ કાર્ય બને છે અથવા પોતાની ઇચ્છા વિના શરીર હાલતાં પોતાનાં પ્રદેશો પણ હાલે. હવે એ બધાંને એકરૂપ માની આ એમ માનવા લાગે કે “હું ગમનાદિ કાર્ય કરું છું, વા હું વસ્તુનું ગ્રહણ કરું છું અથવા મેં કર્યું”-ઇત્યાદિ રૂપ માને છે.
જીવને કપાયભાવ થતાં શરીરની ચેષ્ટા એ કષાયભાવ અનુસાર થઈ જાય છે. જેમક્રોધાદિક થતાં રક્ત નેત્રાદિ થઈ જાય. હાસ્યાદિક થતાં પ્રફુલ્લિત વદનાદિક થઈ જાય અને પુરુષવેદાદિ થતાં લિંગકાઠિયાદિ થઈ જાય. હવે એ સર્વને એકરૂપ માની આ એમ માને છે કે“એ બધા કાર્ય હું કરું છું.” શરીરમાં શીત-ઉષ્ણ, ક્ષુધા-તૃષા અને રોગાદિ અવસ્થાઓ થાય છે તેના નિમિત્તથી મોહભાવવડ પોતે સુખ-દુ:ખ માને છે. એ બધાને એકરૂપ જાણી શીતાદિક વા સુખ-દુ:ખ પોતાને જ થયાં એમ માને છે. વળી શરીરના પરમાણુઓનું મળવું-વિખરાવું આદિ થવાથી, અથવા શરીરની અવસ્થા પલટાવાથી વા શરીર સ્કંધના ખંડાદિક થવાથી સ્થૂલ-કૃષાદિક, બાળ-વૃદ્ધાદિક વા અંગહીનાદિક થાય છે અને તે અનુસાર પોતાના પ્રદેશોનો પણ સંકોચવિસ્તાર થાય છે. એ બધાને એકરૂપ માની આ જીવ “હું સ્કૂલ છું, હું કૃષ છું, હું બાળક છું, હું વૃદ્ધ છું તથા મારાં અમુક અંગોનો ભંગ થયો” ઇત્યાદિ માને છે.
શરીરની અપેક્ષાએ ગતિ કુલાદિક હોય છે તેને પોતાના માની “હું મનુષ્ય છું, હું તિર્યંચ છું, હું ક્ષત્રિય છું તથા હું વૈશ્ય છું”-ઇત્યાદિરૂપ માને છે. શરીરનો સંયોગ થવા અને છૂટવાની અપેક્ષાએ જન્મ-મરણ હોય છે તેને પોતાનાં જન્મ-મરણ માની “હું ઊપજ્યો, હું મરીશ” એમ માને છે. વળી શરીરની જ અપેક્ષાએ અન્ય વસ્તુઓથી સંબંધ માને છે. જેમકે જેનાથી શરીર નીપજ્યું તેને પોતાનાં માતા-પિતા માને છે, શરીરને રમાડે તેને પોતાની રમણી માને છે, શરીર વડે નીપજ્યાં તેને પોતાના દીકરા-દીકરી માને છે, શરીરને જે ઉપકારક છે તેને પોતાનો મિત્ર માને છે તથા શરીરનું બૂરું કરે તેને પોતાનો શત્રુ માને છે, -ઇત્યાદિરૂપ તેની માન્યતા હોય છે ઘણું શું કહીએ ! હરકોઈ પ્રકાર વડે પોતાને અને શરીરને તે એકરૂપ જ માને છે. ઇન્દ્રિયાદિકનાં નામ તો અહીં કહ્યાં છે, પણ તેને તો કાંઈ ગમ્ય નથી. માત્ર અચેત જેવો બની પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારણ કરે છે, તેનું શું કારણ છે તે અહીં કહીએ છીએ.
આ આત્માને અનાદિ કાળથી ઇન્દ્રિયજ્ઞાન છે, જેથી અમૂર્તિક એવો પોતે તો પોતાને ભાસતો નથી, પણ મૂર્તિક એવું શરીર જ ભાસે છે. અને તેથી આત્મા કોઈ અન્યને આપરૂપ જાણી તેમાં અહંબુદ્ધિ અવશ્ય ધારણ કરે, કારણ કે પોત પોતાને પરથી જુદો ન ભાસ્યો એટલે તેના સમુદાયરૂપ પર્યાયમાં જ તે અહંબુદ્ધિ ધારણ કરે છે. વળી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com