________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથો અધિકાર
[ ૮૩
મિથ્યાદર્શનની પ્રવૃત્તિ
હવે સંસારી જીવોને મિથ્યાદર્શનની પ્રવૃત્તિ કેવી હોય છે તે અહીં કહીએ છીએ. અહીં વર્ણન તો શ્રદ્ધાન કરાવવા માટે છે, પણ જાણે તો શ્રદ્ધાન કરે, તેથી જાણવાની મુખ્યતાપૂર્વક વર્ણન કરીએ છીએ.
જીવ-અજીવતત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન
અનાદિ કાળથી જીવ છે તે કર્મનિમિત્ત વડે અનેક પર્યાય ધારણ કરે છે, ત્યાં પૂર્વ પર્યાયને છોડી નવીન પર્યાય ધારણ કરે છે તથા તે પર્યાય એક તો પોતે આત્મા તથા અનંત પુદ્ગલપરમાણમય શરીર એ બંનેના એક પિંડબંધાનરૂપ છે. તેમાં આ જીવને “આ હું છું”— એવી અહંબુદ્ધિ થાય છે. વળી પોતે જીવ છે તેનો સ્વભાવ તો જ્ઞાનાદિક છે અને વિભાવ ક્રોધાદિક છે. તથા પુદ્ગલ પરમાણુઓનો સ્વભાવ વર્ણ-ગંધ-રસ-સ્પર્શાદિક છે. એ સર્વને પોતાનું સ્વરૂપ માને છે.
આ મારાં છે”—એવી તેઓમાં મમત્વબુદ્ધિ થાય છે. પોતે જીવ છે તેના જ્ઞાનાદિક વા ક્રોધાદિકની અધિકતા-હીનતારૂપ અવસ્થાઓ થાય છે તથા પુદ્ગલપરમાણુઓની વર્ણાદિ પલટાવારૂપ અવસ્થાઓ થાય છે તે સર્વને પોતાની અવસ્થા માની તેમાં “આ મારી અવસ્થા છે”—એવી મમકારબુદ્ધિ કરે છે.
વળી જીવને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે; પોતાનો સ્વભાવ દર્શન-જ્ઞાન છે, તેની પ્રવૃત્તિને નિમિત્ત-માત્ર શરીરનાં અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઇન્દ્રિયો છે. હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કેહાથ વગેરેથી મેં સ્પર્શ્વ, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિક વડે મેં સૂધ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું.” મનોવર્ગણા રૂપ આઠ પાંખડી વાળા ફૂલ્યા કમળના આકારે હૃદયસ્થાનમાં શરીરના અંગરૂપ દ્રવ્યમાન છે જે દષ્ટિગમ્ય નથી, તેનું નિમિત્ત થતાં સ્મરણાદિરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. એ દ્રવ્યમન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે “મેં મન વડ જાણું.”
વળી પોતાને જ્યારે બોલવાની ઇચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે ત્યારે એકક્ષેત્રો વગાહ સંબંધથી શરીરનું અંગ પણ હાલે છે. તેના નિમિત્તથી ભાષાવર્ગણારૂપ પુદ્ગલો વચનરૂપ પરિણમે છે, એ બધાને એકરૂપ માની આ એમ માને કે-“હું બોલું છું.”
તથા પોતાને ગમનાદિક ક્રિયાની વા વસ્તુગ્રહણાદિકની ઇચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હુલાવે ત્યાં એકક્ષેત્રાવગાહુ સંબંધથી શરીરનાં અંગ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com