________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ચોથો અધિકાર
[ ૮૫
પોતાને અને શરીરને નિમિત્ત-નૈમિત્તિકસંબંધ ઘણો હોવાથી (શરીરથી પોતાની) ભિન્નતા ભાસતી નથી. હવે જે વિચારો વડે ભિન્નતા ભાસી શકે એમ છે એ વિચારો મિથ્યાદર્શનના જોરથી થઈ શકતા નથી તેથી તેને પર્યાયમાં જ અહંબુદ્ધિ હોય છે. મિથ્યાદર્શનવડે આ જીવ કોઈ વેળા બાહ્ય સામગ્રીનો સંયોગ થતાં તેને પણ પોતાની માને છે. પુત્ર, સ્ત્રી, ધન, ધાન્ય, હાથી, ઘોડા, મકાન અને નોકર-ચાકરાદિ જે પોતાનાથી પ્રત્યક્ષ ભિન્ન છે, સદાકાળ પોતાને આધીન નથી–એમ પોતાને જણાય તો પણ તેમાં મમકાર કરે છે. પુત્રાદિકમાં “આ છે તે હું જ છું.” એવી પણ કોઈ વેળા ભ્રમબુદ્ધિ થાય છે. મિથ્યાદર્શનથી શરીરાદિકનું સ્વરૂપ પણ અન્યથા જ ભાસે છે. અનિત્યને નિત્ય, ભિન્નને અભિન, દુઃખનાં કારણોને સુખનાં કારણ માને છે તથા દુ:ખને સુખ માને છે- ઇત્યાદિ પ્રકારે વિપરીત ભાસે છે. એ પ્રમાણે જીવ-અજીવ તત્ત્વોનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ-કષાયાદિક ભાવ થાય છે તેને તે પોતાનો સ્વભાવ માને છે, પરંતુ તે કર્મઉપાધિથી થાય છે, એમ જાણતો નથી. દર્શન-જ્ઞાન ઉપયોગ અને આસવભાવ એ બંનેને તે એકરૂપ માને છે, કારણ કે-તેનો આધારભૂત એક આત્મા છે. વળી તેનું અને આસ્વભાવનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેનું ભિન્નપણે તેને ભાસતું નથી તથા એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો છે તે મિથ્યાદર્શનના બળથી થઈ શકતા નથી. એ મિથ્યાત્વભાવ અને કષાયભાવ વ્યાકુળતા સહિત છે તેથી તે વર્તમાનમાં દુઃખમય છે અને કર્મબંધના કારણરૂપ હોવાથી ભાવિમાં દુ:ખ ઉત્પન્ન કરશે. તેને એ પ્રમાણે ન માનતાં ઊલટા ભલા જાણી પોતે એ ભાવારૂપ થઈ પ્રવર્તે છે. વળી દુઃખી તો પોતાના મિથ્યાત્વ અને કષાયભાવોથી થાય છે છતાં નિરર્થક અન્યને દુઃખ ઉપજાવવાવાળા માને છે. જેમ દુઃખી તો મિથ્યાશ્રદ્ધાનથી થાય છે છતાં પોતાના શ્રદ્ધાન અનુસાર જો પદાર્થ ન પ્રવર્તે તો તેને દુઃખદાયક માનવા લાગે છે દુઃખી તો ક્રોધથી થાય છે છતાં જેનાથી ક્રોધ કર્યો હોય તેને દુઃખદાયક માનવા લાગે છે તથા દુઃખી તો લોભથી થાય છે પણ ઈષ્ટ વસ્તુની અપ્રાપ્તિને દુઃખદાયક માને છે– એ જ પ્રમાણે અન્ય ઠેકાણે પણ સમજવું. એ ભાવોનું જેવું ફળ આવે તેવું તેને ભાસતું નથી. એની તીવ્રતાવડ નરકાદિક તથા મંદતાવડે સ્વર્ગાદિક પ્રાપ્ત થાય છે ત્યાં ઘણી-થોડી વ્યાકુળતા થાય છે તેવું તેને ભાસતું નથી. તેથી તે ભાવો બૂરા પણ લાગતા નથી તેનું કારણ શું? કારણ એ જ કે એ ભાવો પોતાના કરેલા ભાસે છે તેથી તેને બૂરા કેમ માને? એ પ્રમાણે આસ્રવતત્ત્વનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે.
વળી એ આસ્વભાવોવડે જ્ઞાનાવરણાદિ કર્મોનો બંધ થાય છે તેનો ઉદય થતાં જ્ઞાનદર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વ-કપાયરૂપ પરિણમન થવું, ઇચ્છાનુસાર ન બનવું,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com