________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮
]
મોક્ષમાર્ગ પ્રકાશક
લક્ષણ છે. સંસારમાં પણ કોઈ પ્રકારે નિરાકુળ થતાં જ બધાય સુખ માને છે. તો જ્યાં સર્વથા નિરાકુળ થયા ત્યાં સંપૂર્ણ સુખ કેમ ન માનીએ?
એ પ્રમાણે સમ્યગ્દર્શનાદિ સાધન વડે સિદ્ધપદ પામતાં સર્વ દુઃખનો અભાવ થાય છે, સર્વ સુખ પ્રગટ થાય છે.
અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય ! હે ભાઈ ! તને સંસારનાં જે દુ:ખો બતાવ્યાં તેનો અનુભવ તને થાય છે કે નહિ? તે વિચાર. તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જૂઠાપણું દર્શાવ્યું તે તેમ જ છે કે નહિ? તથા સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં જ સુખ થાય છે કે નહિ? તેનો પણ વિચાર કર! જો ઉપર કહ્યા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના અમે જે ઉપાય કહીએ છીએ તે કર! વિલંબ ન કર! એ ઉપાય કરતાં તારું કલ્યાણ જ થશે !
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્ર વિષે સંસારદુઃખ અને
મોક્ષસુખ નિરૂપક ત્રીજો અધિકાર સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com