________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
સર્વ તત્ત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે તો તેમને અતત્ત્વશ્રદ્ધાનરૂપ મિથ્યાત્વ કેમ થાય ? કોઈ અનિષ્ટરૂપ રહ્યો નથી, નિંદક પોતે જ અનિષ્ટ પામે છે તો પોતે ક્રોધ કોનાથી કરે? સિદ્ધોથી ઊંચો કોઈ છે નહિ; ઇન્દ્રાદિક દેવો પણ જેને નમે છે અને ઈષ્ટ ફળ પામે છે, તો પછી તેઓ કોનાથી માન કરે? કોઈ અન્ય ઇષ્ટ રહ્યું નથી તો કોના માટે તેઓ છલ (માયા) કરે? સર્વ ભવિતવ્ય પ્રત્યક્ષ ભાસી ગયું છે, કોઈ કાર્ય રહ્યું નથી કે કોઈથી પ્રયોજન કાંઈ રહ્યું નથી તો શા અર્થે તેઓ લોભ કરે ? કોઈ આશ્ચર્યકારક વસ્તુ પોતાથી છાની નથી તો કયા કારણથી તેમને હાસ્ય થાય? કોઈ અન્ય ઇષ્ટ પ્રીતિ કરવા યોગ્ય છે નહિ તો કોનાથી રતિ થાય? કોઈ દુઃખદાયક સંયોગ તેમને રહ્યો નથી તો કોનાથી અરતિ કરે? કોઈ ઇષ્ટ–અનિષ્ટ સંયોગ-વિયોગ તેમને થતો નથી તો તેઓ શા અર્થે શોક કરે? કોઈ અનિષ્ટ કરવાવાળું કારણ રહ્યું નથી તો તેઓ કોનાથી ભય કરે? સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ સહિત પ્રત્યક્ષ ભાસે છે, અને તેમાં પોતાને કોઈ અનિષ્ટ નથી તો તેઓ કોનાથી જાગુપ્સા કરે? તથા કામપીડા દૂર થવાથી સ્ત્રીપુરુષ બંનેની સાથે રમવાનું પ્રયોજન કાંઈ રહ્યું નથી તો તેમને સ્ત્રી-પુરુષ-નપુંસકવેદરૂપ ભાવ કયાંથી થાય? એ પ્રમાણે મોહ ઊપજવાના કારણોનો તેમને અભાવ જાણવો.
વળી અંતરાયના ઉદયથી શક્તિ હીનપણાના કારણે પૂર્ણ થતી નહોતી, હવે તેનો અભાવ થયો એટલે દુ:ખનો પણ અભાવ થયો અને અનંત શક્તિ પ્રગટ થઈ, તેથી દુ:ખનાં કારણોનો પણ અભાવ થયો.
પ્રશ્ન:- દાન, લાભ, ભોગ અને ઉપભોગ તો તેઓ કરતા નથી તો તેમને શક્તિ પ્રગટ થઈ કેમ કહેવાય ?
ઉત્તર- એ બધાં કાર્યો તો રોગના ઉપચાર હતા, પણ જ્યારે રોગ જ અહીં નથી તો ઉપચાર શા માટે કરે? માટે એ કાર્યોનો અહીં સદભાવ નથી અને તેને રોકવાવાળા કર્મોનો અભાવ થયો છે તેથી શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. જેમ કોઈ ગમન કરવા ઇચ્છતો હતો, તેને કોઈએ રોક્યો હતો ત્યારે તે દુ:ખી હતો અને જ્યારે એ રોકાણ દૂર થયું ત્યારે જે કાર્ય અર્થે તે ગમન કરવા ઇચ્છતો હતો તે કાર્ય ન રહ્યું એટલે ગમન પણ ન કર્યું, તેથી ગમન ન કરવા છતાં પણ તેને શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. તેમ અહીં પણ સમજવું. જ્ઞાનાદિકની શક્તિરૂપ અનંતવીર્ય તેમને પ્રગટ હોય છે.
વળી અઘાતિ કર્મોમાં પાપ-પ્રકૃતિઓનો ઉદય થતાં મોહથી દુઃખ માનતો હતો તથા પુણ્ય-પ્રકૃતિઓના ઉદયથી સુખ માનતો હતો, પરંતુ વાસ્તવિકપણે આકુળતા વડ એ સર્વ દુઃખ જ હતું. હવે અહીં મોહના નાશથી સર્વ આકુળતા દૂર થવાથી સર્વ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com