________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
જેમ કોઈને ઘણી વિભૂતિ હોવાછતાં જો તેને ઇચ્છા ઘણી છે તો તે ઘણો વ્યાકુળતાવાન છે, તથા કોઈને થોડી વિભૂતિ હોવા છતાં જો ઇચ્છા થોડી તો તે થોડો વ્યાકુળતાવાન છે, અથવા કોઈને અનિષ્ટ સામગ્રી મળવા છતાં જો તેને દૂર કરવાની ઇચ્છા ઘણી થોડી છે, તો તે થોડો વ્યાકુળતાવાન છે તથા કોઈને ઇષ્ટ સામગ્રી મળવા છતાં જો તેને ભોગવાની વા અન્ય સામગ્રીની ઘણી ઇચ્છા છે તો તે ઘણો વ્યાકુળતાવાન છે; તેથી સુખી-દુઃખી થવું ઇચ્છાના અનુસારે જાણવું પણ બાહ્ય કારણોને આધીન નથી.
નરકના જીવોને દુઃખી તથા દેવોને સુખી કહીએ છીએ. એ ઇચ્છાની અપેક્ષાએ જ કહીએ છીએ. કારણ કે-નારીઓને કષાયની તીવ્રતા હોવાથી ઇચ્છા ઘણી છે તથા દેવોને કષાયની મંદતા હોવાથી ઇચ્છા થોડી છે. વળી મનુષ્ય અને તિર્યંચો પણ ઇચ્છાની અપેક્ષાએ જ સુખીદુ:ખી જાણવાં. તીવ્ર કષાયથી જેને ઇચ્છા ઘણી હોય તેને દુઃખી કહીએ છીએ તથા મંદકષાયથી જેને ઇચ્છા થોડી હોય તેને સુખી કહીએ છીએ, પરંતુ વાસ્તવિકપણે ત્યાં દુ:ખ જ ઘણું વા થોડું હોય છે. સુખ નહિ. દેવાદિકોને પણ સુખી માનીએ છીએ તે ભ્રમ જ છે, કારણ કે-તેમને ચોથી ઇચ્છાની મુખ્યતા છે તેથી તેઓ વ્યાકુળ છે.
એ પ્રમાણે ઇચ્છા થાય છે તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અસંયમથી થાય છે તથા ઇચ્છામાત્ર આકુળતામય છે અને આકુળતા એ જ દુઃખ છે. એ પ્રમાણે સર્વ સંસારી જીવો અનેક પ્રકારનાં દુ:ખોથી પીડિત જ થઈ રહ્યો છે.
મોક્ષસુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય
હવે જે જીવોને દુ:ખોથી છૂટવું હોય તેમણે ઇચ્છા દૂર કરવાનો ઉપાય કરવો અને ઇચ્છા તો ત્યારે જ દૂર થાય જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાન તથા અસંયમનો અભાવ થઈ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની પ્રાપ્તિ થાય. માટે જ એ કાર્યનો ઉદ્યમ કરવો યોગ્ય છે. એ પ્રમાણે સાધન કરતાં જેટલી જેટલી ઇચ્છા મટે તેટલું તેટલું જ દુઃખ દૂર થતું જાય અને મોહના સર્વથા અભાવથી જ્યારે ઇચ્છાનો સર્વથા અભાવ થાય ત્યારે સર્વ દુ:ખ મટી સત્ય સુખ પ્રગટે. વળી જ્યારે જ્ઞાનાવરણ-દર્શનાવરણ-અંતરાયનો અભાવ થાય ત્યારે ઇચ્છાના કારણરૂપ ક્ષાયોપશમિક જ્ઞાનદર્શનનો વા શક્તિહીનપણાનો પણ અભાવ થાય છે, અનંત જ્ઞાન-દર્શન-વીર્યની પ્રાપ્તિ થાય છે, તથા કેટલાક કાળ પછી અઘાતી કર્મોનો પણ અભાવ થતાં ઇચ્છાનાં બાહ્ય કારણોનો પણ અભાવ થાય છે. કારણ કે-મોહ ગયા પછી કોઈ કાળમાં એ કારણો કિંચિત્ ઇચ્છા ઉપજાવવા સમર્થ નથી. મોહના અસ્તિત્વમાં જ એ કારણ હતાં તેથી તેને કારણ કહ્યાં. તેનો પણ અભાવ થતાં તે સિદ્ધપદને પ્રાપ્ત થાય છે.
ત્યાં દુઃખનો વા દુઃખનાં કારણોનો સર્વથા અભાવ હોવાથી સદાકાળ અનુપમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com