________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
[ ૭૩
૩–એક ઇચ્છા પાપના ઉદયથી શરીરમાં અથવા બાહ્ય અનિષ્ટ કારણ મળતાં તેને દૂર કરવાની થાય છે. જેમકે-રોગ, પીડા અને ક્ષુધા આદિનો સંયોગ થતાં તેને દૂર કરવાની ઇચ્છા થાય છે. હવે ત્યાં તે પીડા માને છે. તેથી જ્યાંસુધી એ દૂર ન થાય ત્યાં સુધી મહાવ્યાકુળ રહે છે. એ ઇચ્છાનું નામ પાપનો ઉદય છે.
એ પ્રમાણે એ ત્રણ પ્રકારની ઇચ્છા થતાં બધા દુ:ખ જ માને છે, અને તે દુ:ખ જ છે.
૪-વળી એક ઇચ્છા બાહ્ય નિમિત્તથી થાય છે અર્થાત્ એ ત્રણ પ્રકારની ઇચ્છાઓ અનુસાર પ્રવર્તવાની ઇચ્છા થાય છે. હવે એ ત્રણ પ્રકારની ઇચ્છાઓમાં એક એક પ્રકારની ઇચ્છા અનેક પ્રકારની હોય છે, ત્યાં કોઈ પ્રકારની ઇચ્છા પૂર્ણ કરવાનાં કારણો પુણ્યના ઉદયથી મળે, પણ તેનું સમાધાન યુગપત્ થઈ શકે નહિ તેથી એકને છોડી બીજાને લાગે તથા તેને છોડી કોઈ અન્યને લાગે. જેમ કોઈને અનેક પ્રકારની સામગ્રી મળી છે; હવે તે કોઈને દેખે છે, તેને છોડી રાગ સાંભળવા લાગે છે, તેને છોડી કોઈનું બૂરું કરવા લાગી જાય છે તથા તેને છોડી ભોજન કરવા લાગી જાય છે. અથવા દેખવામાં પણ એકને દેખી વળી અન્યને દેખવા લાગે છે. એ જ પ્રમાણે અનેક કાર્યોની પ્રવૃત્તિમાં ઇચ્છા થાય છે. એ ઇચ્છાનું નામ પુણ્યનો ઉદય છે.
એને જગત્ સુખ માને છે, પરંતુ એ સુખ નથી પણ દુ:ખ જ છે. કારણ કે-પ્રથમ તો સર્વ પ્રકારની ઇચ્છા પૂર્ણ થવાનાં કારણો કોઈને પણ બની આવતાં નથી. કદાચિત્ કોઈ પ્રકારની ઇચ્છા પૂર્ણ થવાનાં કારણો બની આવે તોપણ તે સર્વનું યુગપત્ સાધન થઈ શકતું નથી, તેથી જ્યાંસુધી એકનું સાધન ન હોય ત્યાંસુધી તેની વ્યાકુળતા રહે છે, અને એનું સાધન થતાં તે જ સમયે અન્યના સાધનની ઇચ્છા થાય છે, ત્યારે વળી તેની વ્યાકુળતા થાય છે. એક સમય પણ નિરાકુળ રહેતો નથી તેથી તે મહાદુ:ખી જ છે. અથવા જ્યારે એ ત્રણ પ્રકારના ઇચ્છાોગ મટાડવાનો કિંચિત્ ઉપાય કરે છે ત્યારે કિંચિત દુ:ખ ઘટે છે, પરંતુ સર્વ દુઃખનો નાશ તો થતો જ નથી, તેથી તેને દુઃખ જ છે. એ પ્રમાણે સંસારી જીવોને સર્વ પ્રકારે દુ:ખ જ છે.
વિશેષમાં અહીં એટલું સમજવું કે-પ્રથમની ત્રણ પ્રકારની ઇચ્છાઓ વડે સર્વ જગત પીડિત થઈ રહ્યું છે. અને ચોથી ઇચ્છા તો પુણ્યનો ઉદય પ્રાપ્ત થતાં જ થાય છે, અને પુણ્યનો બંધ ધર્માનુરાગથી થાય છે. હવે ધર્માનુરાગમાં જીવ થોડો જોડાય છે પણ ઘણો ભાગ તો પાપક્રિયાઓમાં જ પ્રવર્તે છે, તેથી ચોથી ઇચ્છા કોઈ જીવને કોઈ કાળમાં જ થાય છે.
અહીં એટલું સમજવાનું કે–સામાન્ય ઇચ્છાવાન જીવોની અપેક્ષાએ ચોથી ઇચ્છાવાળાઓને કંઈક ત્રણ પ્રકારની ઇચ્છાઓ ઘટવાથી સુખી કહીએ છીએ. વળી ચોથી ઇચ્છાવાળાની અપેક્ષાએ તેથી મહાન ઇચ્છાવાળો ચોથી ઇચ્છા હોવા છતાં પણ દુ:ખી જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com