________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
[ ૭૫
અખંડિત સર્વોત્કૃષ્ટ આનંદ સહિત અનંતકાળ બિરાજમાન રહે છે. તે કેવી રીતે? તે અહીં કહીએ છીએ:
જ્ઞાનાવરણ-દર્શનાવરણનો ક્ષયોપશમ થતાં વા ઉદય થતાં મોહદ્વારા એક એક વિષયને દેખવા-જાણવાની ઇચ્છાવડ મહાવ્યાકુળ થતો હતો, પરંતુ હવે મોહના અભાવથી ઇચ્છાનો પણ અભાવ થયો જેથી દુ:ખનો પણ અભાવ થયો. વળી જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષય થવાથી સર્વ ઇંદ્રિયોના સર્વ વિષયોનું યુગપત્ ગ્રહણ થતાં દુઃખનાં કારણો પણ દૂર થયાં. જેમ નેત્રવડે પહેલાં એક વિષયને દેખવા ઇચ્છતો હતો, પણ હવે ત્રણલોકનાં ત્રિકાલવર્તી સર્વ વર્ણોને યુગપત્ દેખે છે, કોઈ દેખ્યા વિનાનો રહ્યો નથી કે જેને દેખવાની ઇચ્છા થાય. એ જ પ્રમાણે સ્પર્શનાદિક ઇંદ્રિયોવડે એક એક વિષયને ગ્રહણ કરવા ઈચ્છતો હતો, પરંતુ હવે ત્રણલોકના ત્રિકાલવર્તી સર્વ સ્પર્શ-રસ-ગંધ-શબ્દાદિક વિષયોને યુગપતું ગ્રહણ કરવા લાગ્યો. કોઈ ગ્રહણ કર્યા વિનાનો રહ્યો નથી કે જેને ગ્રહણ કરવાની ઇચ્છા ઊપજે.
પ્રશ્ન:- શરીરાદિક વિના એ ગ્રહણ શી રીતે થાય?
ઉત્તર:- જ્યાંસુધી જ્ઞાન ઇન્દ્રિયજનિત હતું ત્યાંસુધી તો દ્રવ્ય ઇન્દ્રિયાદિ વિના ગ્રહણ થઈ શકતું નહોતું, પણ હવે એવો સ્વભાવ પ્રગટ થયો કે ઇન્દ્રિયો વિના જ ગ્રહણ થઈ શકે છે.
અહીં કોઈ એમ કહે કે-જેમ મનવડે તો સ્પર્શાદિકને જાણીએ છીએ તેમ અહીં જાણવું થતું હશે પણ ત્વચા-જીભ આદિ વડે ગ્રહણ થાય છે તેમ નહિ થતું હોય? પણ એમ નથી. કારણ કે-મનવડે તો સ્મરણાદિ થતાં કંઈક અસ્પષ્ટ જાણવું થાય છે, પરંતુ અહીં તો ત્વચા-જીભ આદિ વડે સ્પર્શ-રસાદિકને સ્પર્શવામાં, આસ્વાદવામાં, સૂંઘવામાં, દેખવામાં અને સાંભળવામાં જેવું સ્પષ્ટ જાણવું થાય છે તેથી પણ અનંતગણું સ્પષ્ટ જાણવું તેમને હોય છે.
વિશેષતા એ છે કે ત્યાં ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતાં જ જાણવું થતું હતું, હવે અહીં દૂર રહેવા છતાં પણ તેવું જ જાણવું થાય છે. એ બધો શક્તિનો મહિમા છે. વળી પહેલાં મન વડે કંઈક અતીત-અનાગતને વા અવ્યક્તને જાણવા ઇચ્છતો હતો, પણ હવે બધુંય અનાદિથી અનંતકાળ પર્યત સંપૂર્ણ કાળના સર્વ પદાર્થોના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને યુગપત્ જાણે છે, કોઈ જાણ્યા વિના રહ્યા નથી કે જેને જાણવાની ઇચ્છા થાય. એ પ્રમાણે દુ:ખ અને દુ:ખનાં કારણોનો તેમને અભાવ જાણવો.
વળી પહેલાં મોહના ઉદયથી મિથ્યાત્વ વા કષાયભાવ થતો હતો, પણ તેનો સર્વથા અભાવ થવાથી દુ:ખનો પણ અભાવ તથા તેનાં કારણોનો પણ અભાવ થવાથી દુઃખના કારણોનો પણ અભાવ થયો. એ કારણોનો અભાવ અહીં બતાવીએ છીએ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com