________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૩૫
સંબંધ છુટી જાય છે. એ પ્રમાણે પૂર્વ શરીરનું છોડવું, અને નવીન શરીરનું ગ્રહણ કરવું, અનુક્રમે થયા જ કરે છે. વળી તે આત્મા જો કે અસંખ્યાત પ્રદેશી છે તોપણ સંકોચ-વિસ્તારશક્તિવર્ડ શરીરપ્રમાણ જ રહે છે. વિશેષ એટલે કે સમુદ્રઘાત થતાં શરીરથી બહાર પણ આત્માના પ્રદેશો ફેલાય છે તથા અંતરાલ સમયમાં પૂર્વ શરીર છોડયું હતું તેના પ્રમાણ રૂપ રહે છે. વળી એ શરીરનાં અંગભૂત દ્રવ્ય-ઇન્દ્રિય અને મન તેની સહાયથી જીવને જાણપણાની પ્રવૃત્તિ થાય છે તથા શરીરની અવસ્થા અનુસાર મોહના ઉદયથી જીવ સુખી-દુઃખી થાય છે. કોઈ વેળા તો જીવની ઈચ્છાનુસાર શરીર પ્રવર્તે છે તથા કોઈ વેળા શરીરની અવસ્થાનુસાર જીવ પ્રવર્તે છે, તથા કોઈ વેળા અન્યથા ઇચ્છારૂપ પ્રવર્તે છે અને પુદ્ગલ અન્યથા અવસ્થારૂપ પ્રવર્તે છે. એ પ્રમાણે નોકર્મની પ્રવૃત્તિ જાણવી.
નિત્યનિગોદ અને ઇતરનિગોદ
હવે અનાદિકાળથી માંડી પ્રથમ તો આ જીવને નિત્યનિગોદરૂપ શરીરનો સંબંધ હોય છે. ત્યાં નિત્યનિગોદશરીરને ધરી આયુ પૂર્ણ થતાં મરી ફરી નિત્યનિગોદશરીરને ધારે છે. વળી પાછો એ આયુ પૂર્ણ કરીને નિત્યનિગોદ-શરીરને જ ધારે છે. એ પ્રમાણે અનંતાનંત પ્રમાણ સહિત જીવરાશિ છે, તે અનાદિ કાળથી ત્યાં જ જન્મમરણ કર્યા કરે છે. વળી ત્યાંથી છ મહિના અને આઠ સમયમાં છસો આઠ જીવ નીકળે છે. તેઓ નીકળીને અન્ય પર્યાયો ધારણ કરે છે. તેઓ પૃથ્વી, જળ, અગ્નિ, પવન અને પ્રત્યેક વનસ્પતિરૂપ એકેન્દ્રિય પર્યાયોમાં વા બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચૌરેન્દ્રિયરૂપ પર્યાયોમાં વા નરક, તિર્યચ, મનુષ્ય અને દેવરૂપ પંચેન્દ્રિય પર્યાયોમાં ભ્રમણ કરે છે. ત્યાં કેટલાક કાળ સુધી ભ્રમણ કરી ફરી પાછા નિગોદપર્યાયને પ્રાપ્ત થાય છે, તેને ઈતરનિગોદ કહે છે. ત્યાં કેટલોક કાળ રહી ત્યાંથી નીકળી અન્ય પર્યાયોમાં ભ્રમણ કરે છે. હવે એ પરિભ્રમણ કરવાનો ઉત્કૃષ્ટ કાળ પૃથ્વી આદિ સ્થાવર જીવોમાં અસંખ્યાત કલ્પમાત્ર છે. બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સધી ત્રસ જીવોમાં કંઈક અધિક બે હજાર સાગર છે અને ઇતરનિગોદમાં અઢીપદગલ-પરાવર્તન માત્ર છે. એ પણ અનંત કાળ છે. વળી ઈતરનિગોદથી નીકળી કોઈ જીવ સ્થાવર પર્યાય પામી ફરી પાછો નિગોદમાં જાય એમ એકેન્દ્રિય પર્યાયોમાં ઉત્કૃષ્ટ પરિભ્રમણકાળ અસંખ્યાત પુદ્ગલપરાવર્તનમાત્ર છે, અને જઘન્ય કાળ સર્વનો એક અંતર્મુહૂર્ત છે. એ પ્રમાણે જીવને ઘણું તો એકેન્દ્રિય પર્યાયોનું જ ધારવું બને છે. ત્યાંથી નીકળી અન્ય પર્યાય પામવો એ કાકતાલીયન્યાયવત્ છે. એ પ્રમાણે આ જીવને અનાદિ કાળથી જ કર્મબંધનરૂપ રોગ થયો છે.
કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી થતી જીવની અવસ્થાઓ
હવે એ કર્મબંધનરૂપ રોગના નિમિત્તથી જીવની કેવી કેવી અવસ્થાઓ થઈ રહી છે તે અહીં કહીએ છીએ. પ્રથમ તો આ જીવનો સ્વભાવ ચૈતન્ય છે એટલે સર્વ દ્રવ્યોના સામાન્ય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com