________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
કાળમાં કોઈ એક જ્ઞય વા દશ્યમાં જ્ઞાન ના દર્શનનું પરિણમન હોય છે. એમ જ જોવામાં આવે છે.-જયારે સાંભળવામાં ઉપયોગ લાગ્યો હોય ત્યારે નેત્રની સમીપ રહેલો પદાર્થ પણ દેખાતો નથી. એ જ પ્રમાણે અન્ય પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે.
વળી એ પરિણમનમાં શીવ્રતા ઘણી છે તેથી કોઈ વેળા એવું માની લે છે કે-અનેક વિષયોનું યુગપત્ જાણવું-દેખવું પણ થાય છે, પણ તે યુગપત્ પણ થતું નથી, ક્રમપૂર્વક જ થાય છે. સંસ્કારબળથી તેનું સાધન રહે છે. જે કાગડાના નેત્રમાં બે ગોલક છે પણ પુતળી એક છે. એ એટલી બધી શીઘ્ર ફરે છે કે જે વડે તે બંને ગોલકનું સાધન કરે છે. તે જ પ્રમાણે આ જીવને દ્વાર તો અનેક છે અને ઉપયોગ એક છે. પણ એ એટલો બધો શીઘ્ર ફરે છે જે વડે સર્વ દ્વારોનું સાધન રહે છે.
પ્રશ્ન:- જો એક કાળમાં એક જ વિષયનું જાણવું-દેખવું થાય છે તો ક્ષયોપશમ પણ એટલો જ થયો કહો, ઘણો શા માટે કહો છો? વળી તમે કહો છો કે ક્ષયોપશમથી શક્તિ હોય છે, પણ શક્તિ તો આત્મામાં કેવળજ્ઞાન-દર્શનની હોય છે.
ઉત્તર- જેમ કોઈ પુરુષને ઘણા ગામોમાં ગમન કરવાની શક્તિ તો છે, પણ તેને કોઈએ રોકયો અને કહ્યું કે આ પાંચ ગામોમાં જ જાઓ અને તે પણ એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ. હવે તે પુરુષમાં દ્રવ્ય અપેક્ષાએ ઘણા ગામોમાં જવાની શક્તિ તો છે, અન્ય કાળમાં તેનું સામર્થ્ય થશે, પણ તે વર્તમાન સામર્થ્યરૂપ નથી. વર્તમાનમાં તો પાંચ ગામોથી અધિક ગામોમાં તે ગમન કરી શક્તો નથી. વળી પાંચ ગામોમાં જવાની સામર્થ્યરૂપ શક્તિ વર્તમાનમાં પર્યાય અપેક્ષાએ છે, તેથી તે તેટલામાં જ ગમન કરી શકે છે. અને ગમન કરવાની વ્યક્તતા એક દિવસમાં એક ગામની જ હોય છે. તેમ આ જીવમાં સર્વને દેખવા-જાણવાની શક્તિ તો છે, પણ તેને કર્મોએ રોકયો, અને ક્ષયોપશમ એટલો જ થયો કે-સ્પર્શાદિક વિષયોને જાણો વા દેખો, પરંતુ એક કાળમાં કોઈ એકને જ જાણો વા દેખો. હવે દ્રવ્ય અપેક્ષાએ એ જીવમાં સર્વને દેખવા-જાણવાની શક્તિ તો છે પણ તે અન્ય કાળમાં સામર્થ્યરૂપ થશે. વર્તમાનમાં સામર્થ્યરૂપ નથી, તેથી તે પોતાને યોગ્ય વિષયોથી અધિક વિષયોને દેખી-જાણી શક્તો નથી. વળી પોતાના યોગ્ય વિષયોને દેખવા-જાણવાની પર્યાયઅપેક્ષા વર્તમાન સામર્થ્યરૂપ શક્તિ છે તેથી તેને દેખી જાણી શકે છે, પરંતુ વ્યક્તતા એક કાળમાં કોઈ એકને જ દેખવા-જાણવાની હોય
પ્રશ્ન:- એ તો જાણ્યું, પરંતુ ક્ષયોપશમ તો હોય છતાં બાહ્ય ઈન્દ્રિયાદિકને અન્યથા નિમિત્ત મળતાં દેખવું-જાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય છે, હવે એમ થતાં કર્મનું જ નિમિત્ત તો ન રહ્યું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com