________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
દ્વિતીય અધિકાર
[ ૪૧
ઉત્તર:- જેમ રોકવાવાળાએ એમ કહ્યું કે-પાંચ ગામોમાંથી એક દિવસમાં કોઈ એક જ ગામમાં જાઓ અને તે પણ આ ચાકરોને સાથે લઈને જાઓ. હવે એ ચાકર અન્યથા પરિણમે તો જવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. તેમ કર્મનો એવો જ ક્ષયોપશમ થયો છે કેઆટલા વિષયોમાં કોઈ એક વિષયને એક કાળમાં દેખો વા જાણો. અને તે પણ આટલાં બાહ્ય દ્રવ્યોનું નિમિત્ત થતાં જ દેખો વા જાણો. હવે ત્યાં એ બાહ્ય દ્રવ્ય અન્યથા પરિણમે તો દેખવુંજાણવું ન થાય, થોડું થાય વા અન્યથા થાય. એ પ્રમાણે આ કર્મના ક્ષયોપશમના જ વિશેષ છે, માટે ત્યાં કર્મોનું જ નિમિત્તે જાણવું. જેમ કોઈને અંધકારના પરમાણુ આડા આવતાં દેખવું થાય નહિ, પરંતુ ઘુવડ અને બિલાડાં આદિ પ્રાણીઓને આડાં આવવા છતાં પણ દેખવાનું બને છે, એ પ્રમાણે આ ક્ષયોપશમની જ વિશેષતા છે. અર્થાત્ જેવો જેવો ક્ષયોપશમ હોય તેવું તેવું જ દેખવું-જાણવું થાય છે. એ પ્રમાણે આ જીવને ક્ષયોપશમજ્ઞાનની પ્રવૃત્તિ હોય છે.
વળી મોક્ષમાર્ગમાં અવધિ-મન:પર્યયજ્ઞાન હોય છે તે પણ ક્ષયોપશમ જ્ઞાન જ છે. તેની પણ એ જ પ્રમાણે એક કાળમાં કોઈ એકને પ્રતિભાવારૂપ વા પરદ્રવ્યનું આધીનપણું જાણવું. વળી જે વિશેષતા છે તે વિશેષ જાણવી. એ પ્રમાણે જ્ઞાનાવરણ-દર્શનાવરણના ઉદયના નિમિત્તથી જ્ઞાન-દર્શનના ઘણા અંશોનો તો અભાવ હોય છે તથા તેના ક્ષયોપશમથી થોડા અંશોનો સદ્દભાવ હોય છે.
મિથ્યાત્વરૂપ જીવની અવસ્થા
વળી આ જીવને મોહના ઉદયથી મિથ્યાત્વ તથા કપાયભાવ થાય છે. ત્યાં દર્શનમોહના ઉદયથી મિથ્યાત્વભાવ થાય છે, જેથી આ જીવ અન્યથા પ્રતીતિરૂપ અતત્ત્વશ્રદ્ધાન કરે છે, જેમ છે તેમ માનતો નથી, પણ જેમ નથી તેમ માને છે. અમૂર્તિક પ્રદેશોનો પુંજ પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અનાદિનિધન વસ્તુ પોતે છે, તથા મૂર્તિક પુદ્ગલદ્રવ્યોનો પિંડ પ્રસિદ્ધ જ્ઞાનાદિરહિત નવીન જ જેનો સંયોગ થયો છે એવા શરીરાદિ પુદ્ગલ કે જે પોતાનાથી પર છે એના સંયોગરૂપ નાના પ્રકાર મનુષ્ય-તિર્યંચાદિ પર્યાયો હોય છે તે પર્યાયોમાં આ મૂઢ જીવ અહંબુદ્ધિ ધારી રહ્યો છે, સ્વ-પરનો ભેદ કરી શક્તો નથી. જે પર્યાય પામ્યો હોય તેને જ પોતાપણે માને છે; તથા એ પર્યાયમાં પણ જે જ્ઞાનાદિક ગુણો છે તે તો પોતાના ગુણ છે અને રાગાદિક છે તે પોતાને કર્મનિમિત્તથી ઔપાધિકભાવ છે, વળી વર્ણાદિક છે તે પોતાના ગુણો નથી પણ શરીરાદિ પુદ્ગલના ગુણો છે, શરીરાદિમાં પણ વર્ણાદિનું વા પરમાણુઓનું પલટાવું નાના પ્રકારરૂપ થયા કરે છે એ સર્વ પુદ્ગલની અવસ્થાઓ છે, પરંતુ તે બધાને આ જીવ પોતાનું સ્વરૂપ જાણે છે. સ્વભાવ-પરભાવનો વિવેક થઈ શક્તો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com