________________
Version 003: remember to check hffp://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
[ ૬૫
એ પ્રમાણે કર્મના ઉદયની અપેક્ષાએ મિથ્યાદર્શનાદિકના નિમિત્તથી સંસારમાં કેવળ દુઃખ જ હોય છે તેનું વર્ણન કર્યું.
હવે એ દુ:ખોનું પર્યાય અપેક્ષાએ વર્ણન કરીએ છીએ.
એકેન્દ્રિય પર્યાયનાં દુઃખ
આ સંસારમાં જીવનો ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ જાય છે. તેથી અનાદિથી જ તેનું નિત્ય નિગોદમાં રહેવું થાય છે. ત્યાંથી નીકળવું એવું છે કે-જેમ ભાડભૂંજાએ શેકવા નાખેલા ચણામાંથી અચાનક કોઈ ચણો ઊછળી બહાર પડે તેમ ત્યાંથી નીકળી જીવ અન્ય પર્યાય ધારણ કરે તો ત્રસ પર્યાયમાં તો ઘણો જ થોડો કાળ રહે, પણ ઘણો કાળ તો એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત કરે છે.
ત્યાં ઇતર નિગોદમાં તે ઘણો કાળ રહે છે તથા કેટલોક કાળ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિમાં રહે છે. નિત્યનિગોદમાંથી નીકળી ત્રણ પર્યાયમાં રહેવાનો ઉત્કૃષ્ટ કાળ કંઈક અધિક બે હજાર સાગર જ છે. એકેન્દ્રિય પર્યાયમાં ઉત્કૃષ્ટ રહેવાનો કાળ અસંખ્યાત પુદ્દગલપરાવર્તન માત્ર છે. પુદ્દગલપરાવર્તન કાળ એટલો બધો લાંબો છે કે–જેના અનંતમા ભાગમાં પણ અનંતા સાગર હોય છે. માટે આ સંસારી જીવનો ઘણો કાળ તો મુખ્યપણે એકેન્દ્રિય પર્યાયમાં જ વ્યતીત થાય છે.
એકેન્દ્રિય જીવને જ્ઞાન-દર્શનની શક્તિ કિંચિત્માત્ર જ હોય છે, કારણ કે એક સ્પર્શન ઇન્દ્રિયના નિમિત્તથી થયેલું મતિજ્ઞાન અને તેના નિમિત્તથી થયેલું શ્રુતજ્ઞાન તથા સ્પર્શનઇન્દ્રિયજનિત અચક્ષુદર્શન વડે તે શીત-ઉષ્ણાદિકને કિંચિત્માત્ર જાણે-દેખે છે. પણ જ્ઞાનાવરણના તીવ્ર ઉદયથી તેને વધારે જ્ઞાન-દર્શન હોતું નથી. અને વિષયોની ઇચ્છા હોય છે તેથી તે મહાદુ:ખી છે. દર્શનમોહના ઉદયથી તેમને મિથ્યાદર્શન જ હોય છે. તેથી તેઓ પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ તેમને અન્ય વિચાર કરવાની શક્તિ જ નથી.
ચારિત્રમોહના ઉદયથી તેઓ તીવ્ર ક્રોધાદિકષાયરૂપ પરિણમે છે તેથી જ શ્રી કેવળીભગવાને તેમને કૃષ્ણ, નીલ અને કાપોત-એ ત્રણ અશુભ લેશ્યાઓ કહી છે. એ લેશ્યાઓ તીવ્ર કષાય થતાં જ હોય છે. હવે કષાય તો ઘણો પણ શક્તિ સર્વ પ્રકારે કરીને ઘણી જ અલ્પ હોવાથી તેઓ ઘણા જ દુઃખી થઈ રહ્યા છે. કાંઈ ઉપાય પણ કરી શક્તા નથી.
પ્રશ્ન:- જ્ઞાન તો કિંચિત્માત્ર જ રહ્યું છે તો તેઓ શું કષાય કરે ?
ઉત્તર:- એવો તો કોઈ ખાસ નિયમ નથી કે જેટલું જ્ઞાન હોય તેટલો જ કષાય થાય. જ્ઞાન તો જેટલો ક્ષયોપશમ હોય તેટલું હોય. જેમ કોઈ આંધળા અથવા બહેરા
Please inform us of any errors on rajesh@AtmaDharma.com