________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
મુખ્યપણે તિર્યંચગતિ આદિ પા૫ પ્રકૃતિઓનો જ તેમને ઉદય વર્તે છે. કોઈને કદાચિત્ કોઈ પુણ-પ્રકૃતિઓનો પણ ઉદય હોય છે. પરંતુ તે થોડા જીવોને અને થોડો હોય છે તેથી અહીં તેની મુખ્યતા નથી. ગોત્રકર્મમાં એક નીચ ગોત્રનો જ ઉદય હોય છે તેથી તેઓ હીન બની રહ્યા છે. એ પ્રમાણે તિર્યંચગતિમાં પણ મહાદુઃખ હોય છે.
મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન
મનુષ્યગતિમાં અસંખ્યાતા જીવો તો લબ્ધિઅપર્યાપક છે. તેઓ તો સમૂઈન જ હોય છે. તેમનું આયુ ઉચ્છવાસના અઢારમા ભાગમાત્ર હોય છે. વળી કેટલાક જીવો ગર્ભમાં આવી થોડા જ કાળમાં મરણ પામે છે. તેમની શક્તિ પ્રગટ ભાસતી નથી એટલે એમનાં દુઃખ તો એકેન્દ્રિયવત્ સમજવા. વિશેષ છે તે વિશેષ સમજવાં.
ગર્ભજ જીવોને કેટલોક કાળ ગર્ભમાં રહેવાનું થઈ પછી બહાર નીકળવું થાય છે. તેમનાં દુઃખોનું વર્ણન કર્મઅપેક્ષાએ પૂર્વે કર્યું છે તેવું સમજવું. એ બધું વર્ણન ગર્ભજ મનુષ્યોને સંભવે છે. અથવા તિર્યંચોનું વર્ણન કર્યું છે તેમ જાણવું.
વિશેષ એ છે કે અહીં કોઈ શક્તિ વિશેષ હોય છે, રાજાઓ આદિને શાતાનો વિશેષ ઉદય હોય છે, ક્ષત્રિયાદિકોને ઉચ્ચ ગોત્રનો પણ ઉદય હોય છે તથા ધન-કુટુંબાદિકનાં નિમિત્ત અહીં વિશેષ હોય છે; ઇત્યાદિ વિશેષ સમજવાં.
અથવા ગર્ભાદિ અવસ્થાનાં દુઃખો તો પ્રત્યક્ષ ભાસે છે. જેમ વિષ્ટામાં લટ ઉત્પન્ન થાય તેમ ગર્ભમાં શુક્ર-શોણિતના બિંદુને પોતાના શરીરરૂપ કરી જીવ ઉત્પન્ન થાય છે. પછી ત્યાં ક્રમપૂર્વક જ્ઞાનાદિકની વા શરીરની વૃદ્ધિ થાય છે. ગર્ભનાં દુઃખ ઘણાં છે, સંકોચરૂપ અને અધોમુખ રહી સુધા-તૃષાદિ સહિત ગર્ભનો કાળ પૂર્ણ કરે છે. ત્યાંથી જ્યારે બહાર નીકળે છે. ત્યારે બાળ અવસ્થામાં તે મહાદુઃખી થાય છે. કોઈ એમ કહે કે બાળઅવસ્થામાં થોડાં દુઃખ હોય છે પણ એમ નથી. પરંતુ શક્તિ થોડી હોવાથી તે વ્યક્ત થઈ શકતાં નથી. પછી વ્યાપારાદિક વા વિષય ઇચ્છા આદિ દુ:ખોની પ્રગટતા થાય છે. ત્યાં ઇષ્ટ-અનિષ્ટજનિત વ્યાકુળતા રહ્યા જ કરે છે. અને વૃદ્ધ થતાં શક્તિહીન થઈ જવાથી તે પરમ દુઃખી થાય છે. એ દુઃખ પ્રત્યક્ષ થતા જોઈએ છીએ.
અમે અહીં ઘણાં શું કહીએ ? પ્રત્યક્ષ જેને નથી ભાસતાં તે કહેલાં કેમ સાંભળશે? વળી મનુષ્યગતિમાં કોઈ વેળા કિંચિત્ શાતાનો ઉદય હોય છે પણ તે આકુળતામય છે. અને તીર્થકરાદિ પણ મોક્ષમાર્ગ પ્રાપ્ત થયા વિના હોતાં નથી. એ પ્રમાણે મનુષ્ય-પર્યાયમાં દુઃખ જ છે.
પણ એ મનુષ્યપર્યાયમાં કોઈ પોતાનું ભલું થવાનો પ્રયત્ન કરે તો તે થઈ શકે છે. જેમ કાણાં સાંઠાની જડ વા સાંઠા ઉપરનો ફિક્કો ભાગ તો ચૂસવા યોગ્ય જ નથી અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com