________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
સામગ્રી કિંચિત્ પણ ન મળવાથી એ શક્તિ હોવા છતાં પણ તેઓ મહાદુઃખી છે. ક્રોધાદિક કષાયોનું અતિ તીવ્રપણું હોવાથી તેમને કૃષ્ણાદિક અશુભ લેશ્યાઓ જ હોય છે.
ક્રોધ-માનવડે એકબીજાને દુ:ખ આપવાની જ નિરંતર પ્રવૃત્તિ હોય છે. જો તેઓ એકબીજાની સાથે મિત્રતા કરે તો એ દુ:ખ મટી જાય. વળી અન્યને દુઃખ આપવાથી તેમનું કાંઈ પણ કાર્ય સિદ્ધ થતું નથી, છતાં ક્રોધ-માનના અતિ તીવ્રપણા વડ કરીને તેનામાં એકબીજાને દુ:ખી કરવાની જ બુદ્ધિ રહે છે. વિક્રિયાવડે અન્યને દુઃખદાયક શરીરના અંગ વા શસ્ત્રાદિક બનાવી એ વડે પોતે બીજાને દુઃખી કરે વા પોતાને અન્ય કોઈ દુઃખી કરે છે. કોઈ પણ વેળા તેમનો કષાય શાંત થતો નથી વળી તેમનામાં માયા-લોભની પણ અતિ તીવ્રતા છે. પરંતુ કોઈ ઇષ્ટ સામગ્રી ત્યાં દેખાતી નથી તેથી તેઓ એ કષાયોનું કાર્ય પ્રગટ કરી શકતા નથી, પણ એ વડે અંતરંગમાં તેઓ મહા-દુઃખી જ છે. વળી કદાચિત્ કિંચિત્ કોઈ પ્રયોજન પામી તેનું પણ કાર્ય બને છે.
તેઓમાં હાસ્ય અને રતિ કષાય છે પણ બાહ્ય નિમિત્ત ન હોવાથી તે પ્રગટ થતા નથી. કદાચિત્ કિંચિત્ કોઈ કારણવશાત્ પ્રગટ થાય છે. અરતિ, શોક, ભય અને જુગુપ્સાનાં બાહ્ય કારણો ત્યાં સદા હોય છે તેથી એ કષાયો તીવ્રપણે પ્રગટ હોય છે. ત્રણ પ્રકારના વેદમાં માત્ર એક નપુંસકવેદ તેમનામાં હોય છે. હવે ઇચ્છા ઘણી હોય છે પણ ત્યાં સ્ત્રી-પુરુષથી રમવાનું નિમિત્ત ન હોવાથી તેઓ મહાદુઃખી છે.
એ પ્રમાણે કષાયો વડે તેઓ મહાદુઃખી છે.
વેદનીયમાં એક અશાતાનો જ તેમને ઉદય હોવાથી ત્યાં અનેક વેદનાનાં નિમિત્ત મળ્યા જ કરે છે. શરીરમાં કોઢ, કાસ અને ખાંસી આદિ અનેક રોગ યુગપત્ હોય છે. ભૂખ-તરસ તો તેમને એવી તીવ્ર હોય છે કે સર્વનું ભક્ષણપાન કરવા તેઓ ઇચ્છે છે. ત્યાંની માટીનું ભોજન તેમને મળે છે, પણ એ માટી એવી હોય છે જે અહીં આવે તો તેની દુર્ગધથી કેટલાય ગાઉ સુધીના મનુષ્યો મરી જાય. શીત-ઉષ્ણતા ત્યાં એવાં હોય છે કે લાખ યોજનાનો લોખંડનો ગોળો હોય તે પણ તેનાથી ભસ્મ થઈ જાય. તેમાં કેટલાંક નરકોમાં અતિ શીતતા છે અને કેટલાંક નરકોમાં અતિ ઉષ્ણતા છે. ત્યાંની પૃથ્વી શસ્ત્રથી પણ મહાતીર્ણ કંટકના સમૂહથી ભરેલી છે. એ પૃથ્વીના વનનાં ઝાડ શસ્ત્રની ધાર જેવાં પાંદડાંથી ભરેલાં છે, જેનો સ્પર્શ થતા શરીરના બંડખંડ થઈ જાય એવા જલ સહિત તો જ્યાં નદીઓ છે, તથા જેથી શરીર દગ્ધ થઈ જાય એવો પ્રચંડ
જ્યાં પવન છે. એ નારકીઓ એકબીજાને અનેક પ્રકારે દુઃખી કરે, ઘાણીમાં પીલે, શરીરના ખંડખંડ કરે, હાંડીમાં રાંધે, કોરડા મારે તથા લાલચોળ ગરમ લોખંડ આદિથી સ્પર્શ કરાવેઇત્યાદિ વેદના પરસ્પર ઉપજાવે છે. ત્રીજી નરક સુધી તો અસુરકુમાર દેવ જઈને પોતે પીડા આપે વા તેમને પરસ્પર લડાવે. એવી તીવ્ર વેદના હોવા છતાં પણ તેમનું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com