________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
[ ૬૩
માનવું એ મોહના જ આધીન છે. મોહનીય અને વેદનીયને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે. તેથી શાતા-અશાતાના ઉદયથી સુખ-દુઃખ થવું ભાસે છે. વળી મુખ્યપણે કેટલીક સામગ્રી શાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે તથા કેટલીક અશાતાના ઉદયથી પ્રાપ્ત થાય છે. તેથી એ સામગ્રીઓ વડે સુખ-દુઃખ ભાસે છે, પરંતુ નિર્ણય કરતાં મોહથી જ સુખ-દુઃખનું માનવું થાય છે, પણ અન્ય દ્વારા સુખ-દુઃખ થવાનો નિયમ નથી. કેવળી ભગવાનને શાતા-અશાતાનો ઉદય પણ છે તથા સુખ-દુ:ખના કારણરૂપ સામગ્રીનો પણ સંયોગ છે, પરંતુ મોહના અભાવથી તેમને કિંચિત્માત્ર પણ સુખ-દુ:ખ થતું નથી, માટે સુખ-દુ:ખ મોહજનિત જ માનવું. એટલા માટે તું સામગ્રીને દૂર કરવાના વા કાયમ રાખવાના ઉપાયો કરી દુઃખ મટાડવા તથા સુખી થવા ઇચ્છે છે, પણ એ બધા ઉપાય જૂઠા છે.
તો સાચો ઉપાય શો છે? સમ્યગ્દર્શનાદિકથી ભ્રમ દૂર થાય તો સામગ્રીથી સુખ-દુ:ખ ન ભાસતાં પોતાના પરિણામથી જ સુખ-દુ:ખ ભાસે. વળી યથાર્થ વિચારના અભ્યાસ વડે પોતાના પરિણામ જેમ એ સામગ્રીના નિમિત્તથી સુખી-દુ:ખી ન થાય તેમ સાધન કરે. એ સમ્યગ્દર્શનાદિની ભાવનાથી જ મોટું મંદ થઈ જાય ત્યારે એવી દશા થઈ જાય કે અનેક કારણ મળવા છતાં પણ પોતાને તેમાં સુખ-દુઃખ થાય નહિ. ત્યારે એક શાંતદશારૂપ નિરાકુલ બની સાચા સુખને અનુભવે અને ત્યારે સર્વ દુ:ખ મટી સુખી થાય છે. માટે એ જ સુખી થવાનો સાચો ઉપાય છે.
આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણું
આયુકર્મના નિમિત્તથી પર્યાય ધારણ કરવો તે જીવિતવ્ય છે તથા ધારણ કરેલો પર્યાય છૂટવો તે મરણ છે. હવે આ જીવ મિથ્યાદર્શનાદિકથી એ પર્યાયને જ પોતાના સ્વરૂપરૂપે અનુભવે છે તેથી એ જીવિતવ્ય રહેતાં પોતાનું અસ્તિત્વ માને છે તથા મરણ થતાં પોતાનો અભાવ થવો માને છે. આ જ કારણથી તને નિરંતર મરણનો ભય રહે છે તે ભયથી સદા આકુલતા રહે છે. જેને મરણનાં કારણ જાણે તેનાથી ઘણો જ ડરે છે, કદાચિત્ તેનો સંયોગ બની જાય તો મહાવિહલ થઈ જાય છે. એ પ્રમાણે તે મહાદુઃખી રહ્યા કરે છે.
એ મરણથી બચવા માટે ઉપાય એમ કરે છે કે મરણનાં કારણોને દૂર રાખે છે વા પોતે તેનાથી દૂર ભાગે છે, ઔષધાદિકનું સાધન કરે છે, ગઢ-કોટ આદિ બનાવે છે. એ આદિ અનેક ઉપાય કરે છે પણ એ બધા ઉપાયો જૂઠા છે. કારણ કે-આયુ પૂર્ણ થતાં તો અનેક ઉપાયો કરે તથા અનેક સહાયી હોય છતાં પણ મરણ અવશ્ય થાય છે. એક સમયમાત્ર પણ જીવતો નથી. તથા જ્યાંસુધી આયુ પૂર્ણ ન થયું હોય ત્યાંસુધી અનેક કારણો મળવા છતાં પણ મરણ સર્વથા થતું જ નથી. માટે એ ઉપાયો કરવા છતાં મરણ મટતું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com