________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
ત્રીજો અધિકાર
| [ ૬૧
માને છે. પણ એ સુખની માન્યતા એવી છે કે જેમ કોઈ ઘણાં રોગો વડે ઘણો પીડિત થઈ રહ્યો હતો તેને કોઈ ઉપચારવડે કોઈ એક રોગની કેટલોક કાળ માત્ર કંઈક ઉપશાંતિ થતાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી માને, પણ વાસ્તવિકપણે તેને સુખ નથી. તેમ આ જીવ ઘણાં દુ:ખોવડ ઘણો પીડિત થઈ રહ્યો હતો, તેને કોઈ પ્રકારે કોઈ એક દુ:ખની કંઈક કાળ પૂરતી કિંચિત્ ઉપશાંતિ થતાં પૂર્વ અવસ્થાની અપેક્ષાએ પોતાને સુખી કહે છે, પરંતુ તે વાસ્તવિકપણે સુખી નથી.
વળી અશાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં તો દુ:ખ ભાસે તેથી તેને દૂર કરવાનો ઉપાય કરે તથા શાતાના ઉદયથી થતી અવસ્થાઓમાં સુખ ભાસે તેથી તેને રાખવાનો ઉપાય કરે, પણ એ બધા ઉપાયો જૂઠા છે.
કારણ-પ્રથમ તો તેનો ઉપાય આ જીવને આધીન નથી, પરંતુ વેદનીયકર્મના ઉદયને આધીન છે, કારણ કે અશાતા મટાડવા માટે અને શાતાની પ્રાપ્તિ અર્થે તો સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે છતાં કોઈને થોડો પ્રયત્ન કરતાં વા પ્રયત્ન કર્યા વિના પણ કાર્ય સિદ્ધ થઈ જાય છે અને કોઈને ઘણો પ્રયત્ન કરવા છતાં પણ કાર્ય સિદ્ધિ થતી નથી. તેથી જણાય છે કે એનો ઉપાય આ જીવને આધીન નથી.
વળી કદાચિત એ ઉપાયો કરતાં તેવો જ કોઈ ઉદય આવે તો અલ્પ કાળ કિંચિત કોઈ પ્રકારે અશાતાનું કારણ મટે વા શાતાનું કારણ પ્રાપ્ત થાય ત્યાં પણ મોહના સદ્દભાવથી તેને ભોગવવાની ઇચ્છા વડે તે વ્યાકુળ જ રહે છે. એક ભોગ્ય વસ્તુ ભોગવવાની ઇચ્છા થતાં તે વસ્તુ જ્યાં સુધી ન મળે ત્યાંસુધી તો તેની ઇચ્છા વડે વ્યાકુળ થાય છે તથા એ વસ્તુ મળતાં તે જ સમયે અન્ય વસ્તુ ભોગવવાની ઇચ્છા થઈ જાય છે, જેથી તે વ્યાકુળ રહે છે. જેમ કોઈને સ્વાદ લેવાની ઇચ્છા થઈ, હવે તેનો સ્વાદ જે સમયે લીધો તે જ સમયે અન્ય વસ્તુનો સ્વાદ લેવાની વા સ્પર્શનાદિ કરવાની ઇચ્છા ઉપજે છે.
અથવા એક જ વસ્તુને પ્રથમ અન્ય પ્રકારે ભોગવવાની ઇચ્છા થાય તે જ્યાંસુધી ના મળે ત્યાંસુધી તો તેની વ્યાકુળતા રહે તથા એ ભોગ થયો તે જ સમયે તેને અન્ય પ્રકારે ભોગવવાની ઇચ્છા થાય. જેમ પ્રથમ સ્ત્રીને દેખવા જ ઇચ્છતો હતો, પણ જે સમયે તેને દીઠી તે જ સમયે તેની સાથે રમવાની ઇચ્છા થઈ જાય, વળી એ પ્રમાણે ભોગ ભોગવતાં પણ તેને અન્ય ઉપાય કરવાની ઇચ્છા થાય તો તેને છોડી એ અન્ય ઉપાય કરવા લાગી જાય. ત્યાં પણ તેને અનેક પ્રકારની વ્યાકુળતા હોય છે.
જુઓ-એક ધનપ્રાપ્તિનો ઉપાય કરવામાં વ્યાપારાદિક કરતાં તથા તેની રક્ષા કરવામાં સાવધાની કરતાં કરતાં કેટલી વ્યાકુળતા થાય છે? વળી ભૂખ, તરસ, ટાઢ, તાપ, મલ, શ્લેષ્માદિ અશાતાનો ઉદય આવ્યા જ કરે છે. તેના નિવારણથી આ જીવ સુખ માને પણ એ સુખ શાનું? એ તો માત્ર રોગનો પ્રતિકાર જ છે. જ્યાંસુધી સુધાદિક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com