________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ]
મોક્ષમાર્ગ પ્રકાશક
બાહ્ય વસ્તુઓને અન્ય પ્રકારે બતાવે, જેથી પોતાનું મરણ જાણે એવો પણ છલ કરે, કપટ પ્રગટ થતાં પોતાનું ઘણું બૂરું થાય-મરણાદિક થાય તેને પણ ગણે નહિ, કોઈ પૂજ્ય વા ઈષ્ટ જનનો સંબંધ થાય તો માયાવશ થઈ તેનાથી પણ છલ કરે. કાંઈ વિચાર જ રહેતો નથી. વળી છલ કરવા છતાં પણ કાર્યસિદ્ધિ ન થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે એવી એવી અવસ્થા માયા થતાં થાય છે.
લોભ કષાય ઊપજે ત્યારે ઇષ્ટ પદાર્થના લાભની ઇચ્છા થાય છે અને તેના અર્થે અનેક ઉપાય વિચારે, તેના સાધનરૂપ વચન બોલે, શરીરની અનેક ચેષ્ટા કરે, ઘણાં કષ્ટ સહન કરે સેવા-ચાકરી કરે, વિદેશગમન કરે, જે વડે પોતાનું મરણ થતું જાણે એવાં કાર્ય પણ કરે, જેમાં ઘણું દુઃખ થાય એવા પ્રારંભ પણ કરે, લોભ થતાં પૂજ્ય વા ઈષ્ટજનનું કાર્ય હોય ત્યાં પણ પોતાનું પ્રયોજન સાધે. કાંઈ વિચાર રહેતો નથી. વળી પ્રાપ્ત થયેલી ઈષ્ટ વસ્તુની અનેક પ્રકારે રક્ષા કરે, તથા ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય વા ઈષ્ટનો વિયોગ થાય તો પોતે અંતરંગમાં ઘણો જ સંતાપવાન થાય છે, પોતાનાં અંગોનો ઘાત કરે વા વિષભક્ષણાદિ કરી મરણ પામે એવી એવી અવસ્થા લોભ થતાં થાય છે.
એ પ્રમાણે કષાયો વડે પીડિત થતો જીવ એ અવસ્થાઓમાં પ્રવર્તે છે. વળી એ કષાયોની સાથે નોકષાય થાય છે. ત્યાં :
જ્યારે હાસ્ય નોકષાય થાય ત્યારે પોતે વિકસિત થાય-પ્રફુલ્લિત થાય; તે એવું જાણવું કે-જેમ સન્નિપાતના રોગીનું હસવું! પોતે નાના પ્રકારના રોગથી પીડિત છતાં કોઈ કલ્પનાવડ હસવા લાગી જાય છે તેમ આ જીવ અનેક પીડા સહિત હોવા છતાં કોઈ જૂઠી કલ્પનાવડે પોતાને સુહાવતું કાર્ય માની હર્ષ માને છે. પણ વાસ્તવિકપણે તો એ દુઃખી જ છે. સુખી નથી. સુખી તો કષાયરોગ મટતાં જ થશે.
જ્યારે રતિ નોકષાય ઉપજે ત્યારે ઇષ્ટ વસ્તુમાં અતિ આસક્ત બની જાય છે. જેમ બિલાડી ઉંદરને પકડી આસક્ત થાય છે ત્યારે તેને કોઈ મારે છતાં પણ તે ઉંદરને છોડે નહિ, તે કઠિનતાથી પ્રાપ્ત થવાને કારણે તથા વિયોગ થવાને અભિપ્રાય સહિત એ આસક્તતા હોય છે માટે તે દુ:ખી જ છે.
જ્યારે અરતિ નોકષાય ઉપજે ત્યારે તે અનિષ્ટ વસ્તુનો સંયોગ પામી મહાવ્યાકુળ થાય છે, અનિષ્ટનો સંયોગ થયો તે પોતાને ગમતો નથી. એ પીડા સહન ન થવાથી તેનો વિયોગ કરવા માટે તરફડે છે, તેથી તે દુ:ખ જ છે.
જ્યારે શોક નોકષાય ઉપજે ત્યારે ઇષ્ટનો વિયોગ વા અનિષ્ટનો સંયોગ થતાં અતિ વ્યાકુળ બની દુઃખી થાય, રડે, પોકાર કરે અને અસાવધાન બની પોતાનો અંગઘાત કરીને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com